આયુર્વેદમાં લસણને સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી અને ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. લસણનો ઉપયોગ દરેક પ્રકાના ભોજનમાં કરવામાં આવે છે. લસણ સ્વાદે તીખું હોય છે પણ તેનું સેવન આરોગ્ય માટે ખુબ જ ગુણકારી હોય છે. લસણમાં એન્ટી બેક્ટેરીયલ, એન્ટી વાયરલ અને ઇંફ્લેમેટરી ગુણ હોય છે. આયુર્વેદની ભાષામાં લસણને એન્ટી કેન્સરના નામથી પણ ઓળખવામાં આવે છે. લસણને કાચું, શેકીને અથવા તળીને ખાવામાં આવે છે. નિયમિત શેકેલી લસણની 2-3 કળીના સેવનથી શરીરની અંદર ઉત્પન્ન થનારી અનેક બીમારીઓને નાશ કરે છે.
લસણમાં સેલેનીયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાયબર, વિટામીન-C, વિટામીન-A, વિટામીન-B સહીત ઘણા બધા પોષક તત્વો હોય છે. શેકેલી લસણની કળી ખાવાથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમાં રાખી શકાય છે અને હદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ જામવાનું પણ મહદ અંશે ઓછુ થઇ જાય છે. શેકેલા લસણનું સેવન કરવાથી શરીરીની રોગપ્રતિકાર ક્ષમતા મજબુત થવાની સાથે બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. ચાલો જાણીએ શેકેલી લસણની કળી ખાવાથી થતા ફાયદા વિષે. (Health Benefits of Roasted Garlic).
રોગપ્રતિકારક ક્ષતામાં વધારો કરે : શેકેલી લસણની કળીના નિયમિત સેવનથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરી શકાય છે. શેકેલી લસણની કળીને મધ સાથે સેવન કરવાથી શરીરની ઈમ્યુનીટી મજબુત બનાવી શકાય છે. લસણમાં સેલેનીયમ, વિટામીન-C, વિટામીન-A, વિટામીન-B6 હોય છે જે શરીરીની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને તેના લીધે અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે. શેકેલા લસણની કળીનું સેવન કરવાથી શરીરમાં ગરમાહટ મળે છે જેથી ઠંડી સામે પણ રક્ષણ આપે છે.
કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે : સવારે ખાલી પેટ શેકેલી લસણની કળી ખાવાથી શરીરના કોલેસ્ટ્રોલની માત્રાને નિયત્રણમાં રાખે છે. લસણમાં એલીસીન નામનું તત્વ હોય છે જે હદય સાથે જોડાયેલી ઘણી બધી બીમારીઓ સામે લડવા મદદ કરે છે. નિયમિત લસણનું સેવન કરવાથી પ્લેટલેટસના એકત્રણને ઓછુ કરીને લોહીના કણોને જામી જતા અટકાવે છે, માટે શેકેલી લસણની કળીના સેવનથી આ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે અને લોહીનો જમાવ થતો નથી અને હદય સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ ઓછુ રહે છે. શેકેલા લસણ સેવનથી બ્લડપ્રેશરની સમસ્યામાં પણ ફાયદો થાય છે.
કેન્સર : આયુર્વેદની ભાષામાં લસણને એન્ટી કેન્સરના નામથી પણ ઓળખવામાં આવે છે. લસણના સેવનથી કેન્સર જેવી બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે. લસણમાં એન્ટીકાર્સીનોજેનીક એલિમેન્ટ મળી આવે છે જે પ્રોટેસ્ટ અને બ્રેસ્ટ કેન્સરની સમસ્યાથી બચાવવા માટે મદદ કરે છે. શેકેલા લસણની કળી ખાવાથી કેન્સર જેવી ભયંકર બીમારીથી બચી શકાય છે.
પાચનશક્તિ સારી કરે : લસણના સેવનથી શરીરની પાચનશક્તિમાં વધારો કરી શકાય છે. પાચનશક્તિ વધારવા માટે તળેલું લસણ ઉત્તમ ઔષધી છે. લસણમાં ફાયબર હોય છે જે ખોરાકને ઝડપથી પચાવે છે અને શરીનની પાચનશક્તિ વધારવાની સાથે કબજિયાત ની સમસ્યામાં પણ રાહત કરે છે.
સ્પર્મ કાઉન્ટ વધારે : લસણમાં સેલેનીયમ અને વિટામીન ભરપુર માત્રામાં હોય છે તેના લીધે શુક્રકોશ અને હોર્મોન્સમાં વધારો થાય છે. કેટલાક પુરુષોમાં ફર્ટીર્લીટીની સમસ્યા હોય છે તેમાં શેકેલા લસણની કળી સવારે ખાવાથી પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે અને વીર્યની ગુણવત્તા સારી રહે છે સાથે જ ફર્ટીલીટી પણ સારી થાય છે. લસણમાં એલીસીન નામનું તત્વ હોય છે જે પુરુષના હોર્મોન્સનું નિર્માણ કરે છે, માટે જ શેકેલા લસણના સેવનથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારી શકાય છે.
કીડની અને લીવરને હેલ્ધી રાખે : શેકેલા લસણના સેવનથી કીડની અને લીવરને તંદુરસ્ત રાખી શકાય છે. શેકેલા લસણની કળીના સેવનથી આપણા શરીરીના બિનજરૂરી ખરાબ ટોક્સીનને બહાર નીકળે છે અને આપણી કીડની અને લીવરને હેલ્ધી રહે છે, જેથી કીડની અને લીવરની બીમારીઓને દુર કરી શકાય છે. લસણની તળેલી બે કળી ખાવાથી કીડની અને લીવરની બીમારીઓને દુર કરી શકાય છે.
શરદી : શરદીની સમસ્યામાં પણ લસણનું સેવન કરવાથી ફાયદો થાય છે. શિયાળામાં ઠંડીના કારણે શરદી અને તાવ હોય તો શેકેલા લસણની કળીઓને ઔષધી તરીકે સેવન કરવાથી તાવ અને શરદીમાં રાહત થાય છે.
દાંતનો દુખાવામાં આરામ : શેકેલા લસણની કળીના સેવનથી દાંતના દુખાવાની સમસ્યામાં આરામ મળે છે. શેકેલી લસણની કળીને દાંત વચ્ચે રાખવાથી દાંતનો દુખાવો દુર થાય છે. લસણમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે તેના લીધે બેકટેરિયાનો નાશ કરે છે અને દુખાવામાં રાહત કરે છે. આપણા મોઢામાં ઘણા બધા બેકટેરિયાની પ્રજાતિઓ મળી આવે છે જેના કારણે દાંતની સમસ્યા થાય છે, માટે જ શેકેલા લસણની કળી ખાવાથી બેકટેરિયાનો નાશ થાય છે અને દાંતના દુખાવામાં રાહત મળે છે.
કાનનો દુખાવો દુર કરે : કાનના દુખાવાની સમસ્યામાં લસણની કળીને તળીને તે તેલ નાકમાં નાખવાથી કાનનો દુખાવો અને રસીમાં રાહત થાય છે. ઘણીવાર ઠંડી, ઉધરસ કે કાનમાં ભેજ ઘટવાથી, રસી થવાથી કે પછી બીજા કોઈ કારણોસર દુખાવો થાય તો લસણની બે કળીને ફોલીને તેલમાં ગરમ કરીને તળો, ત્યારબાદ તે તેલના બે ટીપા નાકમાં નાખવાથી કાનના દુખાવામાં રાહત થાય છે.
વજન ઘટાડવા : શેકેલી લસણની કળીના સેવનથી શરીરનું વજન ઘટાડી શકાય છે. શેકેલા લસણના સેવનથી શરીરમાં મેટાબોલિઝમ સિસ્ટમને ઝડપી બનાવે છે જે શરીરની ચરબીને ખુબ જ ઝડપથી બાળી નાખે છે અને વજનને ઘટાડે છે,
લસણનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી ખુબ જ ફાયદા થાય છે પરંતુ વધારે પ્રમાણમાં સેવન કરવાથી એસીડીટી જેવી સમસ્યા ઉદભવવાની સંભવાના રહે છે. જો તમને કોઈ પ્રકારની એલર્જી હોય તો ક્યારેય લસણને કાચું ન ખાવું જોઈએ.
આમ, શેકેલું લસણ ખુબ જ ઉપયોગી ઔષધ અને સેલેનીયમનો બેસ્ટ સ્ત્રોત છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓમાં રાહત અપાવે છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે શેકેલું લસણનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com