આંબલી ખાવામાં સ્વાદિષ્ટ અને ખાટી-મીઠી હોય છે, તેનું નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય છે, આંબલીનો ઉપયોગ ઘણી બધી વાનગીઓમાં સ્વાદ ઉમેરવા માટે થાય છે. આંબલીની સાથે તેના બીજ પણ આયુર્વેદની દ્રષ્ટીએ ઘણા ગુણકારી હોય છે. પ્રાચીન કાળથી જ આંબલીના બીજને શેકીને ઉપયોગ કરવામાં આવે છે. જે ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આંબલીના બીજના ફાયદા ડાયાબિટીસને કંટ્રોલ કરવા, પાચનને યોગ્ય રાખવા, કેન્સરની સારવારમાં, દાંતોને મજબૂત બનાવવા, ગઠિયો વાનો ઈલાજ કરવામાં અને ડાયેરિયા જેવી બીમારીઓને મટાડવા માટે થાય છે.
ઘણીવાર આપણે આંબલીનો ઉપયોગ કર્યા પછી તેના બીજ ફેંકી દઈએ છે, પરંતુ આંબલીના બીજના આ ફાયદા જાણીને તમે ક્યારેય નહી ફેંકો, કારણ કે આંબલીના બીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો છે જ સાથે આ તમારી ત્વચાને લગતી ઘણી સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. તમે આંબલીના બીજને સૂકવીને અથવા તેનું ચૂર્ણ બનાવીને ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ આંબલીના બીજનો ઉપયોગથી થતા ફાયદા અને તેનું ચૂર્ણ બનાવાવની રીત વિષે.
દાંત માટે : સ્વસ્થ અને મજબૂત દાંત એ દરેકની ઇચ્છા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આંબલીના બીજ દાંત માટે કેટલા ફાયદાકારક છે? આંબલીના બીજના પાવડરનો ઉપયોગ દાંત અને પેઢાને સ્વસ્થ રાખવા માટે ખુબ જ મદદરૂપ થાય છે. જો તમારા દાંત નબળા છે, અથવા જો તમે ધૂમ્રપાન કરો છો તો આ તમારા માટે ફાયદાકારક હોય શકે છે. આંબલીના બીજ નિકોટિન અથવા ટાર્ટરની પડને દૂર કરવામાં મદદ કરે છે જે દાંતની ખાસ સમસ્યા છે. આંબલીના બીજના પાવડરને દાંત પર ઘસવાથી ચા, કોફી, સોડા અને ધૂમ્રપાનને કારણે દાંતની પીળાશને દૂર કરે છે. આ રીતે તમે દાંતને મજબૂત કરવા માટે આંબલીના બીજના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો.
હૃદયની તંદુરસ્તી માટે : માનવ શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ હૃદય હોય છે. જો તેની સમયસર સારવાર કરવામાં ન આવે તો હૃદય રોગ ખૂબ જ ગંભીર સમસ્યા થઈ શકે છે. પરંતુ તમે હૃદયના સ્વાસ્થ્ય માટે આંબલીના બીજનો ઉપયોગ કરી શકો છો. આંબલીના બીજમાં સારી માત્રામાં પોટેશિયમ હોય છે જે હાઈ બ્લડ પ્રેશર અને હૃદયના અન્ય રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. આ સિવાય આંબલીનાં બીજમાં ફ્લેવોનોઇડ્સ પણ હોય છે. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરી શકે છે. આ રીતે તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે આંબલીના બીજના પાવડરનો ઉપયોગ કરી શકો છો.
આંખો માટે : આંખોની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે આંબલીના બીજ ફાયદાકારક થાય છે, કારણ કે આંબલીના બીજમાં ઔષધીય ગુણ હોય છે. તમે આંબલીના બીજનો રસ કાઢી અને તમારી આંખને કોમળ રાખવા માટે આઈ ડ્રોપની જેમ ઉપયોગ કરી શકો છો. આ આંખના સંક્રમણ જેમ કે આંખ આવવી અને આ પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આંબલીના બીજમાં પોલીસેકેરાઇડ હોય છે જે આંખની સુરક્ષા કરવામાં મદદ કરે છે.
ત્વચા માટે : આંબલીનાં બીજમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે ત્વચા પરના ઘા કે ઈજાની સમસ્યામાં થતી બળતરામાં ફાયદાકારક થાય છે.
ડાયાબિટીસ : જે લોકોને ડાયાબિટીસ છે તેના માટે આંબલીનાં બીજ કોઈપણ દવાથી ઓછા નથી. આંબલીનાં બીજ બ્લડ શુગરનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીએ આંબલીનાં બીજનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે. શરીરમાં હાઈ બ્લડ શુગરને કારણે જ ડાયાબિટીસ થાય છે. આંબલીનાં બીજ અલ્ફા-અમાઈલેઝ ગુણથી ભરપૂર હોય છે, જે બ્લડ શુગરનું યોગ્ય સંચાલનમાં મદદ કરે છે. આ રીતે, આંબલીનાં બીજ ડાયાબિટીસનાં લક્ષણો ઘટાડવા માટે ફાયદાકારક છે.
સંધિવાના ઉપચાર માટે : એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મોને કારણે આંબલીનાં બીજ આપણા માટે ખૂબ ફાયદાકારક છે. આ ગુણધર્મોને લીધે પ્રાચીન કાળથી આંબલીના બીજનો ઉપયોગ સંધિવા અને તેની સાથે જોડાયેલી સમસ્યાઓના દુખાવામાં રાહત માટે થાય છે. આ માટે તમે શેકેલા આંબલીના બીજના પાવડરને દિવસમાં બે વાર પાણી સાથે પી શકો છો. તે સંધિવાની પીડાથી રાહત આપી શકે છે. જો તમને પણ સંધિવાથી દુખાવો થાય છે તો તમે આંબલીના બીજના પાવડરનો ઉપયોગ કરી શકો છો.
પાચન માટે : જો તમે અપચો જેવી સમસ્યાઓથી પરેશાન છો તો આંબલીના બીજ ફાયદાકારક બની શકે છે. આંબલીના દાણામાંથી બનાવેલા ઉકાળાનો ઉપયોગ અપચો મટાડવામાં મદદ કરે છે. આ સિવાય આંબલીનાં બીજમાં સારી માત્રામાં ફાઈબર હોય છે જે પાચનમાં મદદ કરે છે. આંબલીનાં બીજનું નિયમિત સેવન કરવાથી સ્ટામાટાઇટિસ અને કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. જો તમે પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરવી હોય તો આંબલીના બીજનો ઉપયોગ કરી શકો છો.
શરદી-ઉધરસ : હવામાનમાં બદલાવ અને ખાવાની ખોટી આદતોને લીધે તમે શરદી અને ફ્લૂનો શિકાર બની શકો છો. પરંતુ તમે શરદીનાં લક્ષણો ઘટાડવા માટે આંબલીનાં બીજનો ઉપયોગ કરી શકો છો. તમારા ગળાની ખરાશથી રાહત મળે તે માટે આંબલીનાં બીજના પાણીથી કોગળા કરો. આ સિવાય આંબલીનાં બીજનાં પાણીથી શરદી, ખાંસી અને ગળાના અન્ય ચેપ સામે રક્ષણ મળે છે. આ પાણીને વધુ અસરકારક બનાવવા માટે તમે આદુ અને તજ ઉમેરી શકો છો.
આ રીતે બનાવો આંબલીના બીજનો પાવડર :
200 ગ્રામ જેટલા આંબલીના બીજ ને બરાબર સાફ કરીને તાવડીમાં શેકી લો. ત્યારબાદ તેને ફોલીને તેના ફોતરા કાઢી લો, અને આ બીજનો મિક્સરમાં પાવડર કરી લો, ત્યારબાદ તેમાં 200 ગ્રામ સાકર મિક્સ કરીને તેને એક કાચના પેક વાસણમા ભરીને મૂકી દો, આ પાવડરનો ઉપયોગ તમે ઘણી બધી બીમારીઓને દુર કરવા માટે કરી શકો છો.
આમ, આંબલીનાં બીજનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે આંબલીનાં બીજનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.
Image Source : www.google.com