સુકી દ્રાક્ષની જેમ તેનું પાણી આરોગ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે અને આ પાણીને પીવાથી અનેક રોગોથી છુટકારો મળી શકે છે. દ્રાક્ષમાં વિટામીન-C, કેલ્શિયમ, આયર્ન, મેગ્નીશિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ અને સોડિયમ વગેરે ભરપૂર પ્રમાણમાં હોય છે. જે લોકોને શરીરમાં નબળાઈની ફરિયાદ રહે છે, તેને દ્રાક્ષનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય બીમારી થવા પર પણ આ પાણીનું સેવન કરવું કારગર સાબિત થાય છે.
આયુર્વેદમાં પણ સુકી દ્રાક્ષને પલાળી તેના પાણીનું સેવન કરવાથી થતા ફાયદા વિષે જણાવવામાં આવ્યું છે. દ્રાક્ષને પાણીમાં પલાળીને સેવન કરવાથી તેમાં રહેલું શુગરનું પ્રમાણ ઓછુ થઇ જાય છે, માટે જ પલાળેલી દ્રાક્ષ અને તેના પાણીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અનુકુળતા અનુસાર સુકી લાલ કે કાળી દ્રાક્ષનો ઉપયોગ કરી શકો છો, ચાલો જાણીએ દ્રાક્ષનું પાણી પીવાથી થતા ફાયદા વિષે. (Health Benefits of Soaked Grapes Water)
લિવરને સ્વસ્થ રાખવા માટે દ્રાક્ષનું પાણી ખૂબ અસરકારક હોય છે. તેને પીવાથી લિવરની કાર્ય ક્ષમતા વધે છે અને લીવરથી જોડાયેલા રોગ દૂર થાય છે. એટલા માટે જે લોકોનું લીવર કામ કરવામાં સક્ષમ હોતું નથી, તે લોકો દ્રાક્ષના પાણીનું સેવન કરી શકે છે.
લોહીને શુદ્ધ કરવામાં પણ દ્રાક્ષનું પાણી મદદગાર માનવામાં આવે છે. તેને પીવાથી શરીરથી ગંદકી બહાર નીકળે છે, અને ચામડીના અનેક રોગો દુર થાય છે. લોહી શુદ્ધ થવાથી ખીલની સમસ્યા નથી થતી અને ત્વચા પર ખીલ નીકળતા બંધ થઈ જાય છે. સુકી દ્રાક્ષમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે તેનું પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિક પદાર્થો સરળતાથી બહાર નીકળી જાય છે જેથી કીડની સ્વસ્થ રહે છે.
જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય છે, તેને રોજ એક ગ્લાસ દ્રાક્ષનું પાણી, એક અઠવાડિયા સુધી પીવું જોઈએ. એક અઠવાડિયા સુધી રોજ આ પાણી પીવાથી લોહીની ઉણપ દૂર થઈ જશે અને એનીમિયાનો રોગ દૂર થઈ જશે. વાસ્તવમાં દ્રાક્ષના પાણીમાં વિટામિન્સ હોય છે, જે શરીરમાં લાલ રક્ત કોશિકાઓને વધારે છે. શરીરમાં લાલ રક્ત વધાવાથી એનીમિયાની બીમારી દૂર થઈ જાય છે.
હૃદયને નિરોગી રાખવામાં પણ દ્રાક્ષનું પાણી ઉત્તમ હોય છે. તેને પીવાથી હૃદયથી જોડાયેલા રોગથી રક્ષા થાય છે. આ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખે છે. હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ રોગોથી રક્ષા પ્રદાન કરે છે. સુકી દ્રાક્ષને પાણીમાં પલાળી તે પાણીના સેવનથી બ્લડપ્રેશરની સમસ્યામાં રાહત થાય છે. સુકી દ્રાક્ષના પાણીના સેવનથી તમને દિવસભરની ઉર્જા પ્રાપ્ત થાય છે, કારણ કે દ્રાક્ષમાં તેમાં ગ્લુકોઝ અને ફ્રુફટોઝનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે.
એસિડિટી થવા પર પોતાની ડાઈટમાં દ્રાક્ષનું પાણી સામેલ કરી લો. દ્રાક્ષનું પાણી પીવાથી ગેસની સમસ્યા દૂર થઈ જાય છે અને પેટમાં એસિડિટી નથી થતી. આ પાણી પીવાથી કિડની પણ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત પાચન ક્રિયાને નિરોગી કરવામાં આ પાણી સહાયક સાબિત થાય છે. સુકી દ્રાક્ષમાં રહેલા ફાયબર પેટની સફાઈ કરીને ગેસ જેવી સમયથી છુટકારો અપાવે છે.
આંખોની રોશનીને તેજસ્વી બનાવી રાખવા માટે રોજ દ્રાક્ષનું પાણી ફાયદાકારક છે. રોજ દ્રાક્ષનું પાણી પીવાથી આંખની રોશની તેજસ્વી બની રહે છે અને જેને આંખના નંબર વધું હોય છે તે પણ ઘટી જાય છે. દ્રાક્ષના પાણીના સેવન શરીરનું વજન ઓછુ કરવા પણ મદદરૂપ થાય છે.
દ્રાક્ષમાં કેલ્શિયમનું પ્રમણ હોવાથી તેના પાણીના સેવનથી હાડકા મજબુત થાય છે. હાડકાં નબળા પડવા પર પણ દ્રાક્ષનું પાણી પીવું ફાયદાકારક છે. દ્રાક્ષનું પાણી પીવાથી હાડકાંને મજબૂતી મળે છે અને દાંત પણ તંદુરસ્ત બની રહે છે.
આ રીતે તૈયાર કરો સુકી દ્રાક્ષનું પાણી
સુકી દ્રાક્ષનું પાણી બનાવવું અત્યંત જ સરળ છે. થોડી સુકી લાલ કે કાળી દ્રાક્ષ બંને માંથી ગમે તે ઉપયોગ કરી શકો, સુકી કાળી દ્રાક્ષ હોય તો વધારે સારું. દ્રાક્ષને બરાબર સાફ કરી લો, ત્યારબાદ આ પાણી તૈયાર કરવા માટે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણીમાં રાત્રે મુઠ્ઠી ભરીને સુકી લાલ કે કાળી દ્રાક્ષ પલાળી દો. પછી તેને સવારે ઉઠીને ગાળી લો. આ પાણીને નવશેકુ ગરમ કરો અને ત્યારબાદ આ દ્રાક્ષનું પાણી તમે ખાલી પેટ સેવન કરો. આ પલાળેલી દ્રાક્ષનું પણ સેવન કરી શકો છો તે પણ ફાયદાકારક છે.
આમ, દ્રાક્ષનું પાણી ખુબ જ ઉપયોગી ઔષધિ છે. તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓમાં ફાયદો થાય છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે દ્રાક્ષનું પાણીનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.