લીવર માનવ શરીરની સૌથી મહત્વપૂર્ણ ગ્રંથિઓમાંથી એક છે. સ્વસ્થ જીવન જીવવા માટે લીવરનું સ્વસ્થ હોવું ખુબ જ જરૂરી છે. લીવર તમારા શરીરમાં અનેક મહત્વપૂર્ણ ગતિવિધિઓને નિયંત્રિત કરવાની સાથે આહારને પચાવવામાં એક આગવી ભૂમિકા નિભાવે છે. આ ઉપરાંત તે શરીરની ઈમ્યૂનને પણ મજબુત કરે છે અને પોષક તત્વોના સંચયનમાં પણ મદદરૂપ થાય છે, સાથે આ ઘણાં બધાં રાસાયણિક પદાર્થોને ઉત્પન્ન કરે છે જે અન્ય અંગોની કાર્યશીલતા માટે જરૂરી છે. લીવર રક્તમાંથી ઝેરી પદાર્થોને બહાર નીકાળી તેને સ્વસ્થ બનાવે છે. લીવર આપણાં શરીરમાં ઘણાં બધાં જરૂરી કાર્યોને પૂરા કરે છે. લીવનને સ્વસ્થ રાખવા માટે તમારે બસ એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની છે.
લીવર ઝેરી પદાર્થોને શરીરથી બહાર નીકાળે છે અને શરીરને ઉર્જા આપે છે સાથે જ આહાર પચાવવા જેવું શરીરનું મુખ્ય કામ કરે છે. ઘણીવાર ખોટી આદતો, વધારે પડતી દવા અથવા અનેક પ્રકારની દવાનું સેવનથી લીવરમાં સોજા આવી જાય છે. લીવર શરીરનો મુખ્ય ભાગ છે, એટલા માટે લીવરમાં કોઈપણ પ્રકારનું સંક્રમણ, પીડા, સોજા અન્ય બીમારી હોવા પર ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. લીવરથી જોડાયેલા કોઈપણ સમસ્યાઓને નજર અંદાજ કરવું તમારા માટે અત્યંત ખતરનાક સાબિત થાય છે.
લીવર આખા શરીરને ડિટોક્સ કરનારૂ અંગ છે. રક્ત પ્રવાહમાંથી ઝેરી પદાર્થીને ફિલ્ટર કરવા માટે લીવર જવાબદાર છે. જેથી તમારા શરીરમાં ઝેરી પદાર્થનું નિર્માણ ન થાય. જ્યારે તમારૂ લીવર ખૂબ વધું ઝેરી પદાર્થોથી ભરાય જાય છે, તો તમારૂ શરીર હંમેશા આળસ અનુભવે છે, તમારી સ્કિન એટલી હેલ્દી નથી હોતી અને તમારૂ પાચન ધીમુ થઈ જાય છે. ઘણાં લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે લીવર મજબૂત કેમ બનાવવું ? અથવા લીવરને તંદુરસ્ત રાખવાની શું રીત છે? અહી કેટલાક પૌષ્ટિક, હેલ્દી ફૂડ્સ વિશે જણાવ્યું છે જેનું સેવન કરીને લીવરની રક્ષા કરવામાં મદદ મળે છે. ચાલો જાણીએ લીવરને તંદુરસ્ત અને સ્વચ્છ રાખવા માટેના હેલ્દી ફૂડ્સ વિષે.
સફરજન : સફરજન લીવરને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી થાય છે, દરરોજ એક સફરજનનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સફરજનમાં પેક્ટીન નામનું તત્વ હોય છે, જે શરીરના કોલેસ્ટ્રોલ માંથી ઝેરી પદાર્થોને દૂર કરીને પાચક સિસ્ટમ અને યકૃતને શુદ્ધ કરવામાં મદદ કરે છે.
ડુંગળી : ડુંગળી માત્ર રસોઈ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટીઇન્ફ્લેમેટરી, સલ્ફર વગેરે જેવા ગુણધર્મો છે જે લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
લીંબુ : વિટામીન-C થી ભરપુર લીંબુ શરીરમાં હાજર ટોક્સિન્સને દૂર કરવામાં અત્યંત કારગર સાબિત થાય છે. તેમાં હાજર તત્વ લીવરના કોષોને સક્રિય કરે છે, જે લીવરને શુદ્ધ કરવામાં મદદ કરે છે. આ માટે તમારે બસ દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ નીચવીને પીવાનું રહેશે. લીંબુ લીવરને સ્વસ્થ અને મજબૂત બનાવી શકે છે.
બીટ અને બીટ સલાડ : બીટનું સેવન લીવર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે, આ માટે તમારા ડાયટમાં બીટને સામેલ કરીને લીવરને હંમેશા તંદુરસ્ત રાખી શકાય છે. બીટમાં વધું પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે આપણાં શરીરથી ઝેરી પદાર્થ દૂર કરે છે. બીટનું આપણે સલાડ અથવા શાકભાજી તરીકે ઉપયોગ લઈ શકીએ છીએ.
લસણ : લીવરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા લસણ ઉપયોગી થાય છે, લસણમાં એન્ટીઓકિસડન્ટ, એન્ટિમાઇક્રોબાયલ તેમજ એન્ટીબાયોટીક ગુણધર્મોથી ભરપુર છે. તે શરીરમાંથી હાનિકારક ઝેર બહાર કાઢીને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
હળદર : હળદરમાં ઓક્સીડેટિવ ગુણ હોય છે. જે તણાવે ઘટાડે છે અને લીવરને કોઈપણ પ્રકારની બીમારીથી બચાવે છે. હળદરને આરોગ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે.
લીલા પાનવાળા શાકભાજી : લીલાપાન વાળી શાકભાજીમાં શક્તિશાળી એન્ટી ઓન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે શરીરમાં ઝેરી પદાર્થો સામે લડવામાં મદદ કરે છે, તે તમારા શરીરમાં ઝેરી પદાર્થોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને તમારા લીવર તંદુરસ્ત રાખે છે. લીલા પાંદડાવાળા શાકભાજી જે ખાસ કરીને લીવર તંદુરસ્ત રાખવા મદદગાર હોય છે, તેમાં પાલક સામેલ છે. લીવરને સ્વસ્થ રાખવા માટે પાલકનું સેવન કરવું જોઈએ. પાલક લીવર સાથોસાથ આપણી આંખો માટે પણ લાભદાયી માનાવામાં આવે છે.
ગ્રીન ટી : ગ્રીન ટી પીવી આરોગ્ય માટે લાભદાયી થાય છે. ગ્રીન ટી વજન ઘટડવા સાથે જ લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટના ઉચ્ચ પ્રમાણના કારણે તે શરીર માંથી ઝેરી પદાર્થ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
ગાજર : ગાજરમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, તેમાં વિટામીન, પોષક તત્વો પણ હોય છે, તમે ગાજરનો ઉપયોગ સલાડ અથવા જ્યૂસ તરીકે પણ કરી શકો છો.
આમ, આ ઉપાયો કરવાથી લીવરને તંદુરસ્ત અને સ્વચ્છ રાખી શકાય છે, તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે ઉપર જણાવેલ હેલ્ધી ફૂડસનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.