આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં બધા પાસે સમયનો અભાવ છે. એવામાં અનેક લોકો ઈચ્છીને પણ પોતાના આરોગ્યનું ધ્યાન નથી રાખી શકતા અને અનેક બીમારીઓથી અસરગ્રસ્ત થઈ જાય છે. અનિયમિત ખાણી-પીણી પણ તેનું મુખ્ય કારણ છે. તંદુરસ્ત અને પૌષ્ટિક ભોજનની કમીના પગલે ઘણી વાર એસિડિટી જેવી સમસ્યા પેદા થઈ શકે છે, જો કોઈને એસિડિટીની સમસ્યા છે તો એ સમજી લેવું જોઈએ કે પાંચનતંત્ર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું.
આપણું ખાનપાન એવું થઈ ગયુ છે કે નાની ઉંમરમાં જ પાચન સંબંધીત પરેશાનીઓ પોતાની ઝપેટમાં લઈ રહી છે. ગેસ પાચન સંબંધીત સમસ્યામાં સૌથી વધું સામાન્ય છે. એસિડિટી ત્યારે થાય છે જ્યારે પેટમાં હાજર એસિડ ગળાની નળી એટલે કે એસોફેગસ સુધી આવી જાય છે. એસિડિટી થવા પર પેટના ઉપરી ભાગમાં બળતરા તેમજ દુખાવો થવો, ભૂખ ન લાગવી, પેટમાં ગેસ જેવી તકલીફ થાય છે. એસિડિટીની સમસ્યા આપણી ખરાબ ખાણીપીણીના કારણે પણ થઈ શકે છે. ઘણી વાર એવું બને છે કે વધું મસાલેદાર ખાવાનું ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
જો તમે તળેલુ અને ચટપટુ ખાવાના શોખીન છો તો તમને પણ આ તકલીફ થઈ શકે છે. ઘણાં બધા લોકો એસિડિટીની સમસ્યાઓમાં દવાઓનું સેવન કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે દવાઓનું વધારે સેવન આ સમસ્યાને ઓછી કરવાની જગ્યાએ અત્યંત વધારી શકે છે. એસિડિટીની સમસ્યામાં દવાઓ વગર પણ આરામ મળી શકે છે, આપણાં રસોડામાં એવા ઘણાં મસાલા છે જેનું આયુર્વેદમાં ખૂબ ઉપયોગ કરી શકાય છે. એટલું જ નહીં આપણાં ઘરના વડીલો પણ ઘરેલુ ઉપાયોને નાની નાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઉપયોગ કરે છે.
એસિડિટી, ગેસના લક્ષણો : ખાટ્ટા ઓડકાર આવવા અને છાતીમા બળતરા થવી, કઈ ન ખાવા પર પણ ભૂખ ન લાગવી અને પેટ ભર્યુ હોવું મહેસૂસ થવું, ખાવાનું ન પચવાના કારણે ઉલટી અને ઉબકા થવા પણ ગેસ થવાના લક્ષણ છે. માથાનો દુખાવો અને શ્વાસમાં દુર્ગંધ આવવી, વગેરે જેવા એસિડિટીના મુખ્ય લક્ષણ છે. ચાલો જાણીએ એસિડિટી, ગેસ અને કબજિયાતની સમસ્યાને દુર કરવાના ઘરેલું ઉપાય વિષે.
વરિયાળી : વરિયાળી પાચનતંત્રને યોગ્ય કરે છે, એટલા માટે વરિયાળીનું સેવન ભોજન લીધા પછી કરવું જોઈએ અને જે લોકોને હંમેશા ગેસ થવાની પરેશાની હોય છે, તેના માટે વરિયાળી ફાયદાકારક છે, અડધો ગ્લાસ ઠંડુ દૂધમાં એક ચમચી પીસેલી વરિયાળી અને એક ચપટી એલસી પાવડર તેમજ એક ચમચી ખાંડનું પાવડર નાંખીને પીવાથી પેટમાં ઠંડક મળે છે અને એસિડિટી પણ દૂર થાય છે. જોકે વરિયાળી તંતુમય હોય છે. ભોજન કર્યા પછી તેનું સેવન કરવાથી અન્ન નળી સરખી રીતે સાફ થઈ જાય છે.
જીરૂ : જીરૂમાં અનેક પોષક તત્વ હોય છે, આ પણ પાંચન તંત્ર માટે એક શ્રેષ્ઠ ઈલાજ છે, દહીં, છાશમાં જીરું પાવડર નાંખીને પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે.
ગળો : એસીડીટીની સમસ્યામાં ગળો ખુબ જ અસરકારક સાબિત થાય છે. આંગળી જેટલી જાડી લીમડાની ગળોના 5-6 જેવા ટુકડા લઈને પાણીમાં ઉકાળો, આ ઉકાળેલા પાણીને થોડું ઠંડુ પડ્યા બાદ પીવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે.
દૂધ : ઠંડુ દૂધમાં સાકર મેળવીને પીવાથી એસીડીટી ઝડપથી મટી જાય છે. દુધમાં કેલ્શીયામનું પ્રમાણ હોય છે, જે એસીડીટીને ન્યુટ્રલ કરવામાં મદદરૂપ બને છે. આ સમસ્યામાં ઠંડા દુધમાં સાકર અને ગુલકંદ નાખીને પીવાથી તરત જ આરામ મળે છે.
ફૂદીના : ફૂદીનો હંમેશાથી જ પેટ તેમજ પાચનની તકલીફ માટે લાભદાયી છે. મસાલેદાર ભોજનના કારણે પેટમાં થનારી બળતરા, ફૂદીનાના પાનને ચાવવાથી શાંત થશે, અથવા પછી પાણીમાં લીંબુ અને પીસેલા ફૂદીનાના પાનને કાળા નમક સાથે મિક્સ કરીને પીઓ.
પપૈંયુ : પપૈંયુ ખાવાથી પેટની બધી અવ્યવસ્થા દૂર થાય છે. તેમાં પેક્ટિન નામનું તત્વ હોય છે, જે પેટ માટે લાભદાયી હોય છે, પપૈંયુનું સેવન કરનારા વ્યક્તિને ક્યારેય પણ એસિડિટીની સમસ્યા નથી થતી અને કબજિયાતની ફરિયાદ નથી રહેતી.
આંમળા : આંમળામાં ભરપૂર પ્રમાણાં વિટામીન-C હોય છે, જેથી પાચન ક્રિયામાં મદદ મળે છે. પેટની કોઈ પણ સમસ્યાનો ઈલાજ આંમળા જ છે. દરરોજ 2-3 આંમળાનું સેવન કરવાથી પેટને લગતી તકલીફ મટે છે.
આદુ : આદુ પાચન તંત્રને સુધારવાની એક અચૂક ઔષધી છે, આથી છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ મટી જાય છે. ભોજન લાધી પછી રોજ આદુ અને લીંબુનું એક ચમચી રસ પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે.
સલાડ : કાકડી, ટામેટા, ડુંગળી, મૂળો, અને બીટનું સલાડ બનાવીને રોજ ખાવાથી શરીરમાં ફાઈબરની ઉણપ દૂર થાય છે અને પાચન શક્તિ મજબૂત થાય છે. આથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે, એસિડિટીની તકલીફ દૂર કરવા માટે ફાઈબર વાળુ ભોજન વધું લેવું જોઈએ.
આમ, આ ઘરેલું ઉપાય દ્વારા એસિડિટી, ગેસ અને કબજિયાતને દુર કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.
Image Source : www.google.com