મિત્રો, આપણા શરીરની કોઈને કોઈ સમસ્યાથી પરેશાન હોઈએ છીએ. તેમાંથી એક સમસ્યા છે ચહેરા પરના ખીલ. જયારે તમે યુવાનીમાં પહોંચો ત્યારે આ સમસ્યા થતી હોય છે, અને મોટા ભાગના લોકોને આ સમસ્યાથી ચહેરો ખરાબ થઈ જતો હોય છે. ચહેરા પર ડાઘ વધી જતા હોય છે અને ક્યારેક તો તેમાંથી ગુમડું થઇ જતું હોય છે. તો હવે આપણે જોઈએ આ ખીલ ને કેવી રીતે મટાડી શકાય ? તેના માટે અમે ઘરેલું આસાન હોય તેવા નુસ્ખાઓ બતાવીશું.
આદુ : આદુનો છૂંદો કરી લો, તેને ૩૦ મીનિટ સુધી ખીલ પર લગાવો. ત્યારબાદ તેને ગરમ પાણીથી ધોઈ લો. આવી રીતે દરરોજ કરવાથી ચહેરા પરના ખીલ દુર થાય છે.
તુલસી : તુલસી ખીલ મટાડવા માટે ખુબ ઉપયોગી છે. તુલસી આપણા ઘર આંગણાનો છોડ છે તેના પાંદડાને વાટીને પેસ્ટ બનાવો.આ પેસ્ટ ખીલ પર લગાવો, 15 મિનીટ રહેવા દીધા બાદ પાણીથી ચહેરાને ધોઈ લો. જો તમને તાજા પાંદડા ના મળે તો સુકાયેલા પાંદડાનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી ચહેરા પરના ખીલ દુર થાય છે
ફાફડીયો થોર : આ થોરને નાગફની કે કેક્ટસ કહેવામાં આવે છે. આ થોર લગાવવાથી એક જ રાતમાં ખીલ દુર થાય છે. ઘર આંગણે, બગીચામાં કે જંગલમાં મળી રહે છે. આ થોરમાં વિટામીન A અને C સારા પ્રમાણમાં હોય છે તે ખીલ મટાડે છે. બને ત્યાં સુધી સ્વચ્છ જગ્યાએથી આ થોર લાવવાનું રાખો.
તેને લાવીને કાંટા દુર કરી દો, તથા ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી રાખો કે તેનો રસ આંખોમાં કે મોઢામાં ન જાય. તેનાં પાંદડાને વચ્ચેથી કાપી લો. રાત્રે સુતી વખતે તેની વચ્ચેથી નીકળતા ગર્ભને ચહેરાને પાણીથી ધોઈને ખીલ પર લગાવી દો. આ લગાવેલો ગર્ભ સુકાઈ ગયા બાદ તમે સુઈ જાવ. સવારે જાગ્યા બાદ હળવા ગરમ પાણીથી તમારા ચહેરા પર સુકાયેલો ગર્ભ તમારી આંખોમાં ના જાય તેવી રીતે ધોઈ લો. આ પ્રયોગ કરતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે આ ગર્ભ આંખોમાં કે મોઢામાં ના જવો જોઈએ. આ રીતથી તમારા ખીલ સંપૂર્ણ મટી જશે.
બટેટા : કાચા બટેટા ખીલ મટાડવા માટે ખુબજ ઉપયોગી છે. બટેટાની છાલ ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. બટેટાનો છુંદો કરીને ખીલ પર લગાડવાથી ખીલ દ્વારા પડેલા ડાઘ દુર થાય છે. બટેટામાં રહેલી ખારાશને કારણે ચહેરા પર ફાયદો થાય છે.
કુવારપાઠું : કુવારપાઠું ચામડીના કોઈ પણ રોગ માટે અસરકારક છે. ખીલ દુર કરવા માટે કુવારપાઠુંના પાનને તોડીને ચાકુથી કાપી તેમાંથી વચ્ચે જે ઘટ્ટ જેલી પદાર્થ નીકળે છે તે ચહેરા પર લગાવો. આમ દરરોજ કરવાથી ચેહેરા પરના ખીલ દુર થાય છે અને નવા ખીલ ઉગતા નથી.
ચણાનો લોટ : એક ચમચી ચણાનો લોટ લો, તેમાં ગુલાબજળ અને લીંબુનો રસ ભેળવીને મિક્સ કરો, આ રગડાને ચહેરા પર લગાવો, થોડા સમય માટે સુકાવા દો. સુકાય ગયા બાદ પાણીથી ધોઈ લો, આમ 2 દિવસે એક વાર કરવાથી ચેહેરા પરના ખીલ દુર થાય છે.
લીબુનો રસ : લીંબુ આપણી ખુબસુરતી વધારે છે. જયારે લીબું રસોઈ માટેની ઘરેલું ચીજ છે. લીબું વગર કોઇપણ ખોરાક સ્વાદ પકડતો નથી તેમ ચહેરાની સુંદરતા માટે માટે પણ ઉપયોગી છે. લીંબુનો રસ ખીલ અને તેના ડાઘો પર લગાવવાથી ખીલ દુર થાય છે. લીંબુનો રસ લગાવ્યા બાદ ૩૦ મિનીટ સુધી રહેવા દો અને ત્યારબાદ ચહેરા ને ધોઈ લો. થોડા જ દિવસોમાં પરિણામ આપશે.
ખાવાનો સોડાખાર : ખાવાના સોડાખારના ઉપયોગથી ચામડીની પીએચ (PH) માત્રા સંતુલિત રહે છે. તેનાથી બળતરા ઓછી રહે છે અને ચામડીને આરામ મળે છે. આ સાથે જ ખીલને સુકવીને દૂર કરી નાખે છે. એક ચમચી ખાવાનો સોડાખાર લઇ જરૂરી હોય તેટલું પાણી લઈને લેપ બનાવો. તમે બનાવેલા લેપને આંગળીથી ખીલ ઉપર લગાવો. 5 મિનીટ સુધી રહેવા દીધા બાદ પાણીથી ચહેરો સાફ કરી લો. ત્યારબાદ બજારમાં મળતું હર્બલ વેસેલીન લગાવો. આમ કરવાથી ખીલ દુર થાય છે.
મેથીના બીજ : મેંથીના બીજ ચામડી માટે ખુબ જ અસરકારક છે. તે અનેક ગુણોનો ખજાનો છે. શરીરમાં અગણિત રોગનો ઈલાજ મેથીના બીજ છે. તે ચામડીને મુલાયમ અને સાફ રાખવામાં મદદ કરે છે. ખીલને દૂર કરવા મેથીના બીજને પાણીમાં બાફીને લેપ બનાવો અને આ લેપ ખીલ પર લગાવો. આમ દરરોજ કરવાથી ચહેરા પરના ખીલ દૂર થાય છે. નિયમત કરશો તો સંપૂર્ણપણે ખીલ થોડાક દિવસોમાં ગાયબ થઈ જાશે.
લીમડો : લીમડો અનેક પ્રાકૃતિક ઔષધીમાં શ્રેષ્ઠ છે. એમાય ચામડી માટે તો ખુબજ ઉપયોગી છે. લીમડાના પાંદડાને વાટીને છુંદો બનાવો અને ત્યારબાદ આ છુંદાને કપડાથી ગાળીને રસ કાઢી લો, આ રસ ચેહેરા પરના ખીલ ઉપર લગાવ્યા બાદ થોડીવાર રહેવા દો. થોડીવાર રહ્યા બાદ તમારા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આમ નિયમિત રીતે દરરોજ કરવાથી ખીલ અને દાગ બંને દુર થાય છે.
લસણ : લસણ આપણા શરીર માટે ખુબ જ ગુણકારી છે. આ લસણની ૩ થી 4 કળીને ખાંડીને ખીલ પર લગાવો. થોડાક સમય માટે ખીલ પર રહેવા દીધા બાદ ગરમ પાણીથી મોઢું ધોઈ લો. આ ઉપાય કરવાથી ખુબ મોટો ફાયદો ખીલ પર જોવા મળશે.
મુલતાની માટી : બે ચમચી મુલતાની માટી લો, તેને થોડોક લીંબુનો રસ અને એક ચમચી ગુલાબજળમાં મિક્ષ કરીને લેપ બનાવો, આ લેપ ખીલ કે આખા ચહેરા પર લગાવી શકાય છે. 15 મિનીટ સુધી ચહેરા પર આ લેપ રહેવા દીધા બાદ ચોખ્ખા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ચહેરાની ચમક વધે છે ચહેરા પરનો તૈલી પદાર્થ દૂર થાય છે સાથે ખીલ પણ દુર થાય છે.
કાકડી : ચહેરા પર કાકડીનો રસ લગાવવાથી ખીલ દુર થાય છે. કાકડીનો છૂંદો કરી ખીલ પર લગાવવાથી પણ ખીલ દુર થાય છે. આ છુંદાને લગાવ્યા બાદ થોડા સમય સુધી રહેવા દો, ત્યારબાદ તેને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી ખીલ સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઇ જશે.
જીરું : 1 અથવા 2 ચમચી જીરાને પાણી સાથે વાટીને છુંદો બનાવો, આ છુંદાને દિવસમાં 1 વખત ચહેરા પર લગાવો. 1 કલાક પછી તમારા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આ અખતરો ખીલ દૂર કરવામાં ખુબજ અસરકારક છે.
બરફ : એક બરફનો નાનો ટુકડો લો, તેને સાફ કપડામાં બાંધીને ખીલ પર ધીરેથી ઘસીને હટાવી લો, દરરોજ 2 થી ૩ મિનીટ આવી રીતે કરવાથી ખીલ ઉપર રાહત મળે છે, સોજો ચડ્યો હોય તો તે દુર થાય છે અને ધીમે ધીમે ખીલ મટી જાય છે.
હળદર : થોડીક હળદર લો અને તેને પાણી સાથે ભેળવીને ખીલ પર લગાવો. 10 મિનીટ સુધી રહેવા દીધા બાદ તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો, આમ દરરોજ કરવાથી ખીલથી છુટકારો મળે છે. હળદરમાં બેકટેરિયાનો નાશ કરનાર તત્વો હોય છે. આ સાથે હળદર ચહેરાની સુંદરતા તેમજ ચામડીને લગતા રોગો દુર કરે છે.
મધ : મધને રાત્રે સુતા પહેલા આંગળથી ખીલ પર લગાવો. થોડાક સમય સુધી ખીલ પર લગાવ્યા બાદ સાફ પાણીથી ચહેરાને ધોઈ નાખો. આમ દરરોજ કરવાથી ખીલ દૂર થાય છે. આ મધને આખા ચેહેરા પર લગાવવાથી ચહેરો મુલાયમ, સુંદર અને સ્વસ્થ બને છે. ચહેરા પર લગાવેલા મધને ધોઈ નાખ્યા બાદ હર્બલ માસ્ક પહેરો.
સંતરા : એક ચમચી સંતરાની છાલોનો પાવર લો, પાવડર છાલોને તડકામાં સુકવીને અથવા બજારમાંથી લઇ શકાય છે, એક વાટકામાં આ સંતરાનો પાવડર અને એક ચમચી મધ ભેળવીને મલમ બનાવો, આ મલમ ખીલ ઉપર લગાવવાથી ખીલ દૂર થાય છે, આ ક્રિયા બે દિવસમાં એક વાર કરવી જોઈએ.
નારિયેળ તેલ : એક ચમચી નારિયેળ તેલ લો, તેને ખીલ પર લગાવો, આમ લગાવેલું તેલ આખી રાત રહેવા દો, અને સવારે જગ્યા બાદ પાણીથી ધોઈ નાખો, આમ દરરોજ કરવાથી ખીલ દુર થાય છે.
Image Some Source: google.com