ડિપ્રેશન એટલે ઉદાસીનતા અને આ રોગ થવાનું મુખ્ય કારણ માનસિક તણાવ છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે તણાવ તો સૌ કોઈના જીવનમાં હોય છે, તો શું દરેક વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર છે, તો એવું નથીં. આજની લાઈફસ્ટાઈલમાં માનસિક તણાવ સામાન્ય વાત છે, પરંતુ આ તણાવ તમારા જીવનનો ભાગ બની જાય અને તમે દરેક સમય તણાવમાં રહેવા લાગો તો આ ડિપ્રેશનનું સ્વરૂપ લઈ શકે છે, જે ખૂબ ખતરનાક સાબિત થાય છે.
ડિપ્રેશનના રોગમાં શારીરિક, માનસિક અને સામાજિક પરિબળો પણ જવાબદાર હોઈ શકે છે. આ રોગનો શિકાર મોટાભાગે 20 થી 50 વર્ષ વચ્ચેની ઉમરની વ્યક્તિઓમાં થાય છે. વધારે પડતી જવાદારીઓના બોજથી પણ વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની શકે છે. ડિપ્રેશન થવાના પ્રારંભિક લક્ષણોને કઈ રીતે ઓળખી શકાય અને તેનાથી છુટકારો મેળવવા માટે કયા ઘરેલુ નુસ્ખાને અપનાવી શકાય આવો તે જાણીએ.
ડિપ્રેશન થવાનું આ હોય શકે છે કારણ : ડિપ્રેશન થવાનું કોઈ પણ કારણ હોય શકે છે, જેમ કે એકલાપણું, કોઈનો સાથ છુટી જવો, નોકરી ન મળવી અથવા નોકરી જતી રહેવી, કોઈ અકસ્માત, જીવનમાં અચાનક કોઈ મોટો બદલાવ થવો, નાણાકીય સમસ્યા આવવી, કોઈ બીમારી થવી અને ઘરની પસ્થિતિ જેવા ઘણાં કારણ તેમાં સામેલ છે. ડિપ્રેશનના દર્દીઓ સામાન્ય રીતે લાચારી અનુભવે, સામાન્ય વાતમાં ગુસ્સો આવી જાય, કોઈ કામ માં મન ન લાગે તેવા લક્ષણો અનુભવે છે.
ડિપ્રેશનમાં આ લક્ષણ હોય શકે છે : ડિપ્રેશન દરમિયાન વ્યક્તિ એકલી રહેવાનું પસંદ કરે છે, તે ભીડવાળી જગ્યાથી જવાથી બચે છે. કોઈ સાથે વાતચીત કરવાનું પસંદ નથી કરતી, ખુશીના માહોલમાં પણ ઉદાસી અનુભવે છે. કઈને કઈ વિચારતા રહે છે. તેને કોઈ કામ કરવામાં મન નથી લાગતું. આત્મવિશ્વાસની ઉણપ અનુભવ કરે છે. વધું ગુસ્સો કરવો, પલંગ પર સુતા રહેવું અને ખૂબ વધું ઉંઘવું જેવા કારણો પણ તેના લક્ષણોમાં સામેલ છે.
ડિપ્રેશનથી નીકળવા માટે આ ઉપાય અપનાવી શકાય : ડિપ્રેશનનો શિકાર બનેલી વ્યક્તિઓને એકલા રહેવા ન દેવા જોઈએ, આવી સ્થિતિમાં એકલા રહેવાથી બચવું જોઈએ. મિત્રો, સગા વ્હાલાથી મળતા રહેવું જોઈએ અને ફોન પર વાત કરતું રહેવું જોઈએ. ક્યારેક શોપિંગ તો ક્યારેક પિકનિકનો પ્લાન પણ બનાવવો, કોમેડી ફિલ્મો જોવી જોઈએ. ખુશી આપનારા મ્યુઝિક સાંભળવા જોઈએ. કોઈને કોઈ કામમાં મન લગાવવું જોઈએ. દુખ આપનારી ઘટનાને યાદ કરવાની જગ્યાએ ખુશી આપનારી ક્ષણ યાદ કરવી જોઈએ અને પોઝિટિવ રહેવાની કોશિશ કરવી જોઈએ.
ડિપ્રેશનનો શિકાર બનેલી વ્યક્તિના જીવનમાં થોડો સુધાર લાવો. તેને યોગ, કસરત અને મેડિટેશનમાં ધ્યાન લગાવવું જોઈએ. મોર્નિંગ અને ઈવનિંગ વોક પર જવું જોઈએ. જંક ફૂડથી અંતર બનાવીને હેલ્દી ડાયટ લેવી જોઈએ. સોશિયલ એક્ટિવિટીમાં એક્ટિવ રહેવું જોઈએ અને સારા પુસ્તકો વાંચવા જોઈએ.
ડિપ્રેશનનો શિકાર બનેલી વ્યક્તિએ જબદારીઓનો બોજ ઘટાડવો અને તેને આનંદમય જીવન જીવવું જોઈએ. ડિપ્રેશનથી પીડત વ્યક્તિએ કોઈ પણ પ્રકારની મુંજવણમાં હોય તો તેને તેના નજીકના વ્યક્તિ જોડે વાત શેર કરવી જોઈએ, તેનાથી મન હળવું થશે. ડિપ્રેશનનો શિકાર બનેલી વ્યક્તિ ધૂમ્રપાન અને નશીલા વસ્તુનું સેવન કરવા તરફ વળે છે, પરંતુ આ વ્યક્તિને આ બાબતોથી બચવું અને નશીલા વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
ખાણી-પીણીની આ રીત અપનાવી શકાય : પોષક તત્વોથી ભરપૂર ડાયટ લો અને જ્યૂસ, સૂપ, દૂધ અને દહી સાથે જ, લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરો. ખાસ કરીને રતાળુ અવશ્ય ખાઓ. એક-બે ટામેટા રોજ ખાઓ. સવારે ભૂખ્યા પેટે એક સફરજન રોજ ખાઓ. કાજુ ક્રશ કરીને દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરો. લીંબુ, હળદર અને મધ મિક્સ કરીને તેનું સેવન કરો. વધારે પડતું નોનવેજ અને મસાલેદાર ભોજન લેવાનું ટાળવું. સ્મોકિંગ અને કોઈ પ્રકારનો નશા ન કરો સાથે જ ચા અને કોફીનું સેવન પણ ઓછું કરો.
આ, રીતે ડિપ્રેશનથી છુટકારો મેળવી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા વિનંતી.
Image Source : www.google.com