આજના આ જમાનામાં આંખોમાં ઝાંખું દેખાવું અને આંખોના નંબરથી અનેક લોકો પરેશાન છે અને ચશ્માં પહેરવા પડે છે, મોટી ઉમરના લોકોથી માંડીને નાના બાળકોમાં પણ ચશ્માં પહેરવા સામાન્ય થઇ ગયા છે. આંખોના નંબર અને દ્રષ્ટી નબળી પડવા પાછળના કારણ જોઈએ તો ભોજનમાં વિટામીન-A અને પોષક તત્વોની ઉણપ, સતત કમ્યુટર પર કામ કરવાથી, મોબાઈલ, ટીવી અને પ્રદુષણના કારણે આંખોની રોશની ઓછી થઇ રહી છે અને ચશ્માના નંબર વધી રહ્યા છે, ચાલો જાણીએ આંખોની દ્રષ્ટી વધારવા અને ચશ્માના નંબરને ઘટાડવાના ઘરેલુ ઉપચાર વિષે.
કારેલા : કારેલાના સેવનથી આંખોની સમસ્યામાં લાભ થાય છે. કારેલામાં રહેલુ બીટાકેરોટિન આંખો માટે ખુબ જ લાભદાયક છે. દિવસભર કમ્પ્યુટર પર કામ કરતા લોકોએ અઠવાડિયામાં 1-2 વાર કારેલાનું અથવા તેના જ્યુસનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી આંખોની સમાંસ્યમાં લાભ થાય છે અને આંખોનું તેજ વધે છે.
આમળાં : આમળામાં વિટામિન-C ની માત્રા વધારે હોય છે. આમળા આંખોની દ્રષ્ટી વધારવામાં માટે અમૃત સમાન છે. આ માટે રોજ એક ચમચી આમળાનો પાવડરને મધ સાથે લેવાથી ખુબ જ ફાયદો થાય છે. આમળાના પાવડરના નિયમિત સેવનથી મોતિયો અને રતાંધળાપણાંની સમસ્યાને પણ દૂર કરી શકાય થાય છે. કેરીમાં પણ વિટામીન-A હોય છે જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે અને આંખોના નંબર પણ ઘટાડે છે.
પાલક : પાલકની અંદર વિટામીન-A ભરપુર માત્રામાં હોય છે, જે આપણી આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. પાલકનું સૂપનું સેવન કરવાથી આંખોની દ્રષ્ટી સારી રહે છે. કોથમીરનું સેવન કરવાથી પણ આંખોની દ્રષ્ટી સારી રહે અને આંખોના નંબર પણ દુર થાય છે.
બદામ : બદામનું સેવન કરવાથી આંખોમાંથી પાણી પડવું, આંખો આવવી, આંખોની દુર્બળતા વગેરેમાં રાહત મેળવી શકાય છે. નિયમિત રાત્રે બદામ પલાળીને સવારે આ પલાળેલી બદામને પીસીસને પાણી સાથે મિક્સ કરી પીવાથી આંખોની આ સમસ્યા દુર થાય છે.
ગાયનું ઘી : દેશી ગાયનું ઘીને આંખોની ચારેય બાજુ લાગવાથી આંખોની બળતરા અને સોજો દુર થાય છે. નિયમિત ઘીને આંખોની આજુબાજુ મસાજ કરવાથી આંખોની ચમક પણ વધારે છે. દેશી ગાયનું ઘીને હળવા હાથે કાનપટ્ટી ઉપર થોડીવાર મસાજ કરવાથી નબળી આંખોનું તેજ વધે છે.
કાકડી : કાકડીના ઉપયોગથી આંખોની રોશની બનાવી રખાય છે. ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસને કાપીને 10 મિનીટ સુધી આંખો પર રાખવાથી આંખો સ્વસ્થ રહે અને આંખોની દ્રષ્ટી વધે છે.
પલાળેલા ચણા : ચણામાં બીટા કેરોટીનનું પ્રમાણ હોય છે, જે આંખોના કોષોને થતા નુકશાનને અટકાવે છે અને આંખોની દ્રષ્ટી જાળવી રાખે છે. માટે પલાળેલા ચણા ખાવાથી આંખોની દ્રષ્ટી સારી રહે છે.
લીલા ઘાસ પર ચાલવાથી : નિયમિત રીતે સવારે ઉઘાડા પગે લીલા ઘાસ પર ચાલો અને અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવાથી આંખોની નબળાઈ દુર થશે અને આંખોના નંબર પણ ઘટશે. સવારે ઉઘાડા પગે લીલા ઘાસ પર ચાલવું આંખના નંબર દુર કરવા માટે ખુબ જ ફાયદાકારક છે.
સરસિયાનું તેલ : સરસિયાના તેલને નિયમિત રાત્રે પગના તળિયા ઉપર થોડીવાર માલીશ કરવાથી આંખોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકાય છે.
દૂધ અને વરીયાળી : વરીયાળી, સાકર અને પીસેલી બદામને સરખી માત્રમાં લઇ મિક્સ કરો, ત્યારબાદ એક ચમચી આ મિશ્રણને નિયમિત એક ગ્લાસ દુધની સાથે રાત્રે સુતી વખતે પીવાથી આંખોની રોશની વધે છે.
ત્રિફળા ચૂર્ણ : ત્રિફળા ચૂર્ણને રાત્રે માટીના વાસણમાં પલાળીને સવારે સ્વચ્છ કપડા વડે ગાળી લો, આ ગાળેલા પાણીથી આંખોને ધોવાથી આંખોનું તેજ વધે છે, આ સાથે નાક, કાન સંબધિત સમસ્યામાં પણ રાહત થાય છે.
નારંગી : નારંગીમાં વિટામીન-A નું પ્રમાણ સારું હોય છે જે આંખોની રોશની વધારે છે. નારંગીના સેવનથી આંખોનું સ્વાસ્થ્ય જળવાય છે અને આંખોની દ્રષ્ટી તેજ થાય છે. જે લોકોની આંખોની દ્રષ્ટી નબળી હોય તેને ચોક્કસપણે આ ફળનું સેવન કરવું જોઈએ.
ગુલાબ જળ : ગુલાબ જળમાં રૂના પૂમડાને પલાળી આંખો બંધ કરી એક કલાક સુધી રાખવાથી આંખોની ગરમી દુર થશે. એક વાતનું ધ્યાન રાખવું કે ગુલાબ જળ ચોખ્ખું હોવું જરૂરી છે, બજારમાં મળતા કેમિકલ યુક્ત ગુલાબ જળનો ઉપયોગ ન કરવું વધારે બહેતર રહેશે.
અન્ય ઉપાયો : દરરોજ દિવસમાં ઓછામાં ઓછું બે વાર આંખો પર ઠંડા પાણીના છાલકા મારીને ધોવાથી આંખો સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. સાકર અને જીરાને ગાયના ઘીમાં મિક્સ કરીને ખાવાથી રાતંધળાપણામાં ફાયદો થાય છે. દરરોજ એક ગ્લાસ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી આંખોની દ્રષ્ટી ઝડપથી વધે છે. કાંસાની વાટકી પર ગાયનું ઘી લગાવીને તેના વડે પગના તળિયા રોજ રાત્રે મસાજ કરવાથી આંખો તેજસ્વી બનશે અને ક્યારેય આંખોના નંબર નહિ આવે.
આમ, ઉપરોક્ત ઘરેલું ઉપાયો દ્વાર આંખોને તંદુરસ્ત રાખી શકાય છે અને આંખોની દ્રષ્ટી વધારી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com