આજની આ વ્યસ્તતા ભરેલા અને અનિયમિત જીવનધોરણના કારણે પેટની તકલીફો સામાન્ય બનતી જાય છે, સામાન્ય રીતે સમયસર જમવું નહિ, તીખા-તળેલા અને મસાલેદાર ખોરાક ખાવાથી એસીડીટીની સમસ્યા ઉદભવે છે અને જેના કારણે શરીરમાં બળતરા ઉત્પન્ન થાય છે. એસીડીટીની સમસ્યામાં હોજરીમાં ઉત્પન્ન થતો એસીડ એટલે કે પિત્તરસ આપણી પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે પણ જયારે હોજરીમાં આ એસિડની માત્રા જરૂર કરતા વધી જાય ત્યારે છાતી અને પેટમાં બળતરા જેવી સમસ્યા સર્જાય છે તેને આપણે એસીડીટી કહીએ છીએ. એસીડીટીની સમસ્યામાં શરીરની હોજરીમાં પિત્તરસ વધી જવાથી શરીરમાં સખત બળતરા થાય છે આ સાથે તીખા ઓડકાર, ગેસ અને અપચો, માથું દુખવું, બેચેની જેવું પણ થાય છે.
એસીડીટી થવાનું કારણ જોઈએ તો વધારે પડતું તીખું તળેલું અને મસાલેદાર ખોરાક ખાવાથી, અપૂરતી ઊંઘ, જમીને તરત જ સુઈ જવાથી, બહારનું ખાવાથી, લાંબો સમય ભૂખ્યા રહેવાથી, ભૂખ્યા પેટે દવા લેવાથી, તણાવ, ઉજાગરા કરવાથી વગેરે જેવી બાબતોથી એસીડીટી થાય છે. આ એસીડીનો ઈલાજ કરવા આપણે દવાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ અમે તમને આયુર્વેદીક ઉપાયોની મદદથી આ સમસ્યાને દુર કરવા માટેના ઉપાયો જણાવવાના છીએ, ચાલો તો જાણીએ એસીડીટીને દુર કરવાના ઘરેલું ઉપચાર વિષે. (Home Remedy for Chest Inflammation or Acidity)
આમળાં : આમળાના સેવનથી એસીડીટીની સમસ્યામાં ફાયદો થાય છે, એક ચમચી આમળાનો રસ, કાળી દ્રાક્ષ અને અડધી ચમચી મધ મિક્સ કરીને ખાવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે. આ ઉપરાંત જાયફળ અને સુંઠ મેળવીને ચૂર્ણ બનાવી નિયમિત એક ચમચી લેવાથી કાયમ માટે એસીડીટીની સમસ્યા દુર થાય છે. નારિયેળ પાણી પીવાથી પણ એસીડીટીની સમસ્યાથી છુટકારો મળે છે.
ગળો : એસીડીટીની સમસ્યામાં ગળો કારગત સાબિત થાય છે. આંગળી જેટલી જાડી લીમડાની ગળોના 5-6 જેવા ટુકડા લઈને પાણીમાં ઉકાળો, આ ઉકાળેલા પાણીને થોડું ઠંડુ પડ્યા બાદ પીવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે.
દૂધ : ઠંડુ દૂધમાં સાકર મેળવીને પીવાથી એસીડીટી મટે છે. દુધમાં કેલ્શિયમ રહેલું હોય છે જે એસીડને ન્યુટ્રલ કરવામાં મદદરૂપ બને છે. આ સમસ્યામાં ઠંડા દુધમાં સાકર અને ગુલકંદ નાખીને પીવાથી તરત જ આરામ મળે છે.
વરીયાળી : વરિયાળીના સેવનથી એસીડીટી દુર થાય છે. વરીયાળીની તાસીર ઠંડી છે માટે તે પિત્ત રસને દુર કરે છે અને છાતીમાં થતી બળતરાને ઠંડક આપે છે. ભોજના કર્યા બાદ વરીયાળીનું સેવન કરવાથી પણ એસીડીટી દુર થાય છે. વરીયાળી, આમળાં અને ગુલાબના ફૂલનું ચૂર્ણ બનાવી સવાર સાંજ અડધી ચમચી લેવાથી એસીડીટીમાં રાહત થાય છે.
છાશ : એસીડીટીની સમસ્યામાંથી ઝડપથી છુટકારો મેળવવા છાશ એક સારો ઉપાય છે. છાશમાં લેક્ટિક એસીડ હોય છે જે એસીડીટીમાં રાહત આપવામાં મદદ કરે છે. છાશમાં ધાણા અને કાળા મરી મિક્સ કરીને પીવાથી એસીડીટીમાં ઝડપથી રાહત થાય છે.
કેળા : પાકા કેળા ખાવાથી અથવા તેનું જ્યુસ બનાવીને પીવાથી એસીડીટીમાં તરત જ આરામ મળે છે. કેળામાં વધારે માત્રામાં ફાયબર અને પોટેશિયમ હોય છે જે એસિડના સ્તરને નિયંત્રિત કરે છે અને એસીડીટીને દુર કરે છે.
ફુદીનો : ફૂદીનાના પાનના સેવનથી એસીડીટીની સમસ્યામાં રાહત થાય છે. ફુદીનાના પાનાને પાણીમાં વાટીને કાળું મીઠું (સિંધાલ મીઠું) મિક્સ કરી તેમાં લીંબુ નાખીને પીવાથી એસીડીટીમાં રાહત થાય છે.
લીંબુ : એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને સાકર મિક્સ કરીને જમવાના અડધા કલાક પહેલા પીવાથી એસીડીટી મટે છે, લીંબુ પાણીના સેવનથી પણ એસીડીટીની સમસ્યામાં રાહત થાય છે.
લીમડાની છાલ : લીમડાની છાલને પલાળીને પાણી પીવાથી એસીડીટી મટે છે. લીમડાની છાલને રાત્રે પાણીમાં પલાળી સવારે ગાળીને પાણી પીવાથી એસીડીટી દુર થાય છે.
ઈલાયચી : એસીડીટીમાં ઈલાયચી પણ કારગત સાબિત થાય છે. ઈલાયચીના એક બે દાણા થોડો સમય મોઢામાં રાખવાથી એસીડીટીમાં રાહત થાય છે. આ ઉપરાંત ઈલાયચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી પણ એસીડીટીની સમસ્યામાં રાહત થાય છે.
તુલસી પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસીડીટીમાં રાહત થાય છે. કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસીડીટી મટે છે. ગાજરનો રસ પીવાથી પણ એસીડીટીમાં રાહત થાય છે. સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી પણ એસીડીટી મટે છે. આમળાનું ચૂર્ણ સવાર સાંજ એક એક ચમચી લેવાથી એસીડીટી મટે છે. લીમડાના પાન અને આમળાનો ઉકાળો બનાવીને પીવાથી પણ એસીડીટી મટે છે. સંતરાના રસમાં થોડું શેકેલું જીરું, અને સિંધાલુણ નાખીને પીવાથી એસીડીટીમાં ઘણો ફાયદો થાય છે.
આમ, આ સૌથી અસરકારક ઘરેલું ઉપાય દ્વારા છાતીમાં બળતરા કે એસીડીટીને જડમૂળમાંથી દુર કરવા ખુબ જ મદદરૂપ થાય છે. જેના ઉપયોગથી એસીડીટીની સમસ્યાને દુર કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com