આજના જમાનામાં વ્યસ્તતા ભરેલા જીવનમાં દરેક લોકો કામ અને પૈસા કમાવવા દોડી રહ્યા છે જેના કારણે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી. વાળની અનેક સમસ્યાઓથી દરેક સ્ત્રી સામનો કરી રહી છે. હાલના આ સમયમાં તણાવ, પ્રદુષણ, અનિયમિત આહાર અને કેમિકલ વાળી પ્રોડક્ટના કારણે વાળ ખરવાની સમસ્યા એકદમ સામન્ય બની ગઈ છે. વાળ સફેદ થવા, બેમુખા થવા, ખરવા, જેવી અનેક તકલીફો થવા લાગી છે.
આજના વર્તમાન સમયમાં દરેક મહિલાઓ એવું ઈચ્છે છે કે પોતાના વાળ લાંબા અને સુંદર હોય એટલા માટે મોંઘા કેમિકલયુક્ત ઓઈલનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો આ કેમિકલયુક્ત ઓઈલ કેટલું તમારા વાળાને નુકશાન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઓઈલ વિના કેટલાક ઘરેલું ઉપાયોથી પણ તમારા વાળાને ઘાટ્ટા કાળા, મજબુત અને શાઈની બનાવી શકાય. આ ઉપાયો દ્વારા તમે ઓઈલ ની જગ્યાએ ઘરેલું ઉપાયો દ્વારા વાળાને હેલ્ધી રાખી શકો છો. ચાલો તો જાણીએ વાળને મજબુત રાખવાના ઘરેલું ઉપચાર વિષે. (Home Remedies to Get Black Hair Naturally)
એલોવેરા (કુવારપાઠું) : એલોવેરાના જેલના ઉપયોગથી ચેહરો તથા વાળાની અનેક સમસ્યા દુર કરી શકાય છે. એલોવેરા વાળને કુદરતી ચમક આપે છે, અને તેના ઉપયોગથી વાળની સમસ્યા જેવી કે વાળનું ખરવું, માથાનો ખોડો જેવી સમસ્યા દુર શકાય છે. એલોવેરા જેલમાં ભરપુર માત્રામાં એમીનો એસીડ, વિટામીન અને પોષક તત્વો હોય છે જે વાળ અને ચામડી માટે ખુબ જ ઉપયોગી છે. એક ચમચી એલોવેરા જેલને વાળમાં છેક સુધી લગાવી અને એક કલાક બાદ ધોઈ લેવા. આમ કરવાથી માથાનો ખોડો અને વાળ ખરવાની સમસ્યા દુર કરી શકાય છે.
મેથી : પલાળેલા મેથીના દાણાથી વાળનો વિકાસ વધારી શકાય છે. થોડા મેથીના દાણાને એક કપ પાણીમાં લગભગ 6 કલાક સુધી પલાળી દો. ત્યારબાદ આ મેથીના દાણાને થોડા પાણી સાથે મિક્સ કરી પીસીને પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટમાં 3 ચમચી શિકાકાઈ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવો અને અડધા કલાક જેટલું રેહવા દો અને પછી શેમ્પુથી વાળને ધોઈ લો. આવું અઠવાડીએ એક વાર કરવાથી વાળનો વિકાસ થાય છે.
લીંબુ : લીંબુના ઉપયોગથી વાળને સ્મુધ અને ચમકતા કરી શકાય છે. વાળને શેમ્પુ કર્યા બાદ 2-3 લીંબુનો રસ કાઢી એક કપ પાણીમાં મિક્સ કરો. ત્યાર બાદ આને વાળ પર લગાવો અને 5-10 મિનીટ રહેવા દો. ત્યારબાદ વાળને પાણીથી ધોઈ લો. આમ કરવાથી એક નેચરલ કંડીશનીંગ જેવું કામ કરે છે અને વાળ સ્મુધ અને ચમકતા બનાવે છે. લીંબુનો રસ અને પાણીના મિશ્રણને વાળમાં લગાવાથી વાળનું ઇન્ફેકશન મટે છે.
દહીં : ખાટા દહીંના ઉપયોગથી વાળ કાળા, લાંબા અને આકર્ષક બને છે. દહીં, મધ અને સફરજ સીડર સરકો ઉમેરીને પેસ્ટ બનાવો, આ પેસ્ટને વાળમાં લગાવી 30 મિનીટ સુધી રહેવા દો, અને પછી પાણીથી વાળને ધોઈ નાખો, આ કરવાથી વાળ લાંબા અને આકર્ષક બનશે. વાળ સફેદ થવાની સમસ્યામાં નિયમિત દહીં અને છાસના વધુ સેવનથી વાળ સફેદ થતા અટકે છે
ગાજર : ગાજરમાં ભરપુર માત્રામાં બીટા કેરોટીન હોય છે જે વાળની શાઈનીંગ અને વાળના મૂળને મજબુત રાખે તથા ડ્રાય થતા બચાવે છે. 2 ચમચી ગાજરનો રસ વાળમાં મૂળ સુધી લગાવો. એક કલાક બાદ વાળને ધોઈ લેવા. આમ કરવાથી વાળને પોષણ મળશે અને વાળ હેલ્ધી બનશે. ગાજરના રસના ઉપયોગથી વાળનો ગ્રોથ વધશે અને વાળ નેચરલ કાળા બનશે.
બીટ : વાળ ખરવાની સમસ્યામાં બીટના પાન ખુબ જ ઉપયોગી થાય છે. બીટના પાન અને મહેંદી મિક્સ કરીને પેસ્ટ બનાવો, આ પેસ્ટને નિયમિત વાળમાં લગાવો. આ કરવાથી વાળ ખરતા ઓછા થશે. બીટના પાન અને હળદર પાવડર સાથે મિક્સ કરીને માથામાં લગાવાથી વાળ ખરવાની સમસ્યામાં લાભ થાય છે.
બટાકા : બટાકાના ઉપયોગથી વાળ ચમકીલા, મુલાયમ અને જડથી મજબુત થાય છે. બટાકાને બાફ્ય બાદ તેના વધેલા પાણીમાં એક બટાકાને બરાબર પીસીને તે પાણીથી માથું ધોવાથી વાળ નેચરલ ચમકદાર અને મજબુત થાય છે. 2-3 બટાકાને પીસીને રસ કાઢી વાળ પર લગાવી એક કલાક બાદ ધોવાથી વાળ માં ખંજવાળ, સફેદ અને ટાલ વગેરે જેવી સમસ્યા માં ફાયદો થાય છે.
મીઠો લીમડો : મીઠા લીમડાના ઉપયોગથી વાળ આકર્ષક, ઘાટ્ટા અને લાંબા બને છે. મીઠો લીમડામાં ભરપુર માત્રામાં વિટામીન-B12 અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. મીઠા લીમડાના પાનને બરાબર ક્રશ કરીને પેસ્ટ બનાવો, આ પેસ્ટને વાળ પર લગાવી 30 મિનીટ સુધી રહેવા દો. ત્યારબાદ પાણીથી વાળને ધોઈ લો, આમ કરવાથી વાળ ઘાટ્ટા, લાંબા અને ચમકીલા બનશે તથા વાળની બીજી ઘણી સમસ્યા દુર થાય છે.
ઇંડા : ઈંડાની સફેદ પરતના ઉપયોગથી વાળ સિલ્કી અને મુલાયમ બને છે. 2 ઈંડાની સફેદ પરતને જૈતુનના તેલમાં મિક્સ કરી લો, આ મિશ્રણને વાળ પર લગાવી એક કલાક સુધી રહેવા દો, ત્યારબાદ પાણીથી ધોઈ લો. આ કરવાથી વાળ સિલ્કી અને મુલાયમ થાય છે.
આમ, આ ઘરેલું ઉપચાર દ્વારા તમે વાળની ઘણી બધી સમસ્યાઓને દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી વાળની સમસ્યામાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com