કબજિયાત ની સમસ્યામાં નિયમિત મળશુદ્ધિ થતી નથી. આ સમસ્યામાં થવા પર પેટ સંબધિત ઘણી તકલીફો થાય છે જેમ કે પેટમાં દુખવું, શરીર માંથી સંપૂર્ણ મળશુદ્ધિ ન થવી, ગેસ વગેરે જેવી તકલીફ થાય છે. કબજીયાતની સમસ્યાથી ઘણા લોકો પરેશાન થાય છે. આ સમસ્યાનો કોઈ ઈલાજ ન કરવામાં આવે અને લાંબા સમય સુધી રહે તો એક ગંભીર બીમારીનું સ્વરૂપ લઇ શકે છે. માટે કબજિયાતના લક્ષણો દેખાતા જ તેનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે.
કબજિયાત એક એવી સમસ્યા છે જેમાં દર્દીનું પેટ યોગ્ય રીતે સાફ થવા દેતું નથી અને મળત્યાગના સમયે ખુબ જ મુશ્કેલીઓ પડે છે. જો તમારું પેટ સાફ રહેશે તો ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ ઘટી જશે. કબજિયાતની સમસ્યા થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેમ કે ઓછું પાણી પીવાથી, સમયસર ભોજન નહિ કરવાથી, મેંદાથી બનેલા વધારે પડતા ખોરાક ખાવાથી, ભોજનમાં રેસાવાળો ખોરાક નહીવત પ્રમાણમાં ખાવાથી, રાત્રે મોડું ભોજન કરવાથી, વધારે પ્રમાણમાં તંબાકુ, સિગારેટ, ચા, કોફી, જેવી વસ્તુઓનું સેવન કરવાથી, લાંબા સમય સુધી રોગ અને વધારે પડતી પેઈન કીલર દવાઓનો ઉપયોગ કરવાથી કબજિયાતની સમસ્યા થઇ શકે છે. આજના આ આર્ટીકલના માધ્યમથી અમે તમને કબજિયાતને દુર કરવા અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો વિષે જણાવવાના છીએ, આ ઘરેલું ઉપાયોને અનુસરવાથી કબજિયાતની સમસ્યા દુર કરી શકાય છે.
લીંબુ પાણી : સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. લીંબુમાં એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામીન-C ભરપુર માત્રામાં હોય છે જેનાથી પાચનતંત્ર ખુબ જ સારું રહે છે. પેટની સફાઈ માટે લીંબુ પાણી એક બેસ્ટ ઉપાય છે.
અંજીર : અંજીર કબજિયાતની સમસ્યા દુર કરવા ફાયદાકારક છે, અંજીરના સેવનથી મળત્યાગ કરવામાં સહાયતા મળે છે અને કબજિયાત અને ગેસ ની સમસ્યાને દુર કરે છે. રાત્રે સુકા અંજીરને પાણીમાં પલાળી દો, સવારે આ પલાળેલા અંજીરને ચાવીને ખાવાથી થોડા જ સમયમાં કબજિયાત દુર થશે.
સુકી દ્રાક્ષ : સુકી દ્રાક્ષના સેવનથી કબજિયાતની સમસ્યા દુર કરી શકાય છે. રાત્રે સુકી દ્રાક્ષને પાણીમાં પલાળી સવારે ખાલી પેટ ખાવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે. 10 થી 15 ગ્રામ સુકી દ્રાક્ષને પાણીમાં પલાળી, ત્યારબાદ તેમાંથી બીજ કાઢી લો. આ પછી દ્રાક્ષને દુધમાં નાખી ગરમ કરો, ગરમ કર્યાબાદ તેને પીવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે.
રસદાર ફળો : તરબૂચ, સાકર ટેટી, કેળા, દ્રાક્ષ જેવા ફળોમાં ભરપુર માત્રામાં ફાયબર્સ, પાણી અને ચીકાશ હોય છે, જે ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત થાય છે.
હરડે : હરેડેના સેવનથી કબજિયાતની સમસ્યામાં ફાયદો થાય છે, હરડેને પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવો, આ ચૂર્ણને નિયમિત રાત્રે ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત અને ગેસની સમસ્યા દુર થાય છે.
દહીં : દહીંમાં ફાયબર અને સારા બેક્ટેરિયા હોય છે જે પેટને હેલ્ધી અને કબજીતની સમસ્યામાં રાહત આપે છે. પરંતુ દહીનું સેવન રાત્રે કરવું નહિ.
ઇસબગુલ : રાત્રે સુતી વખતે એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી ઇસબગુલ મિક્ષ કરીને પીવાથી કબજિયાતની સમસ્યામાં ફાયદો થાય છે.
ટામેટા : ટામેટાથી પણ કબજિયાતની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. પાકા ટામેટાનો રસ કાઢીને પીવાથી આંતરડાનો મળ સાફ થઇ જાય છે અને કબજિયાતની સમસ્યા દુર થાય છે.
કેળા : કેળામાં ભરપુર માત્રામાં ફાયબર હોય છે, જેથી તેને ખાવાથી પાચન સારું રહે છે. નિયમિત કેળાના સેવનથી કબજિયાત અને એસીડીટીની સમસ્યા થતી નથી.
મધ : કબજિયાતની સમસ્યાને દુર કરવા મધ ફાયદાકારક છે. રાત્રે સુતી વખતે એક ચમચી જેટલું મધ પીવાથી કબજિયાત દુર થાય છે. મધ શરીરના કચરાને સાફ કરે છે, સવારમાં ભૂખ્યા પેટે એક ગ્લાસ પાણી સાથે મધ પીવાથી થોડા જ સમયમાં કબજિયાત દુર થાય છે.
એરંડા : એરંડા કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક છે. રાત્રે સુતી વખતે એક ગ્લાસ ગરમ દુધમાં એક ચમચી એરંડાનું તેલ ભેળવીને પીવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે. એરંડાનું તેલ આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યાને દુર કરે છે.
ઘી : રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દુધમાં ગાયનું ઘી એક ચમચી નાખી પીવાથી સવારે પેટ સાફ થઇ જાય છે અને કબજિયાતની સમસ્યા દુર થાય છે.
ત્રિફળા : ત્રિફળાના સેવનથી કકબજિયાતની સમસ્યા દુર કરી શકાય છે. રાત્રે સુતા પહેલા ત્રિફળાને પાણીમાં પલાળી અને સવારે ઉઠ્યા બાદ તેને ગાળીને લો, આ પાણીને નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.
અજમો : કબજિયાતની સમસ્યામાં અજમો ફાયદાકારક છે, રાત્રે સુતી વખતે અજમો અને ગોળ ભેળવીને ખાઈ લો, ત્યારબાદ થોડું પાણી પીવું. આમ કરવાથી સવારે પેટ સાફ થઇ જાયછે અને કબજીયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.
અળસી : અળસીના બીજ પણ કબજિયાત દુર કરે છે. રાત્રે સુતી વખતે એક ગ્લાસ ગરમ દૂધ સાથે અળસીના બીજનું સેવન કરવાથી સવારે પેટ ખુબ જ સરળતાથી સાફ થઇ જાય છે અને કબજિયાતની સમસ્યા દુર થાય છે.
આમ, કબજિયાતની સમસ્યા આ ઘરેલું ઉપાયો દ્વારા દુર કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા વિનંતી.
નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.