મધ ખુબ જ અગત્યનો પ્રાકૃતિક સ્ત્રોત છે, તેના ઉપયોગથી ગળામાં ખરાશ અથવા ઉધરસની સમસ્યામાં રાહત થઇ શકે છે. ઘણીવાર લોકો આવી સમસ્યા થવા પર કફસિરપ લે છે. કફસિરપ પીવાથી ગળાની ખરાશ તેમજ ખાંસીની સમસ્યાથી રાહત તો મળે છે, પરંતુ વધુ પડતી કફ સીરપ લેવાથી ઘણી વાર નુકશાન પણ થઇ શકે છે. એટલું જ નહી બાળકો માટે કફસિરપને નુકસાનકારક પણ માનવામાં આવે છે. એટલા માટે બની શકે તો કફસિરપનું સેવન કરવાથી બચો અને ઘરેલુ ઉપચારની મદદથી ગળામાં ખરાશ અને ખાંસીની સમસ્યાને મટાડો. મધનું સેવન કરીને ખાંસી અને ગળાની ખરાશથી છુટકારો મળી શકે છે.
ગળામાં ખરાશની સમસ્યા થવાનું મુખ્ય કારણ વાયરલ સંક્રમણ હોય છે. વાયરલ સંક્રમણ થવાના કારણે ગળામાં ખરાશ થવા લાગે છે. જ્યારે અનેક લોકોને ધૂમ્રપાન, એલર્જી, શરદી અથવા ફ્લૂ, ટોન્સિલાઈટિસ, તાવથી પણ આ પરેશાની થાય છે. ગળાની ખારાશને યોગ્ય કરવા માટે ગરમ વસ્તુનુ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ગરમ વસ્તુનું સેવન કરવાથી ગળાની ખરાશથી ઝડપથી આરામ મળે છે. એટલા માટે જ્યારે પણ ગળામાં ખરાશ થાય તો ગરમ વસ્તુ અવશ્ય ખાઓ.
વર્ષ 2019માં કરવામાં આવેલા એક અધ્યયનના અનુસાર મધ એન્ટીબાયોટિક દવાઓ કરતાં વધુ અસરકારક છે. તેમાં મેથિસિલિન પ્રતિરોધક સ્ટેફિલોકોક્સ ઓરિયસ મળી આવે છે. જે બેક્ટેરિયાને નષ્ટ કરવાનું કામ કરે છે અને અનેક બીમારીઓથી રક્ષણ પણ કરે છે.
ગળામાં ખરાશ થવા પર મધનું સેવન કરવું
મધનું સેવન કરવાથી ગળાની ખરાશ તેમજ ઉધરસમાં રાહત મળે છે. મધ એટલું કારગર હોય છે કે આછોમાં ઓછા એક વર્ષ અથવા તેનાથી વધું વર્ષના બાળકને ગળામાં ખરાશ થવા પર મધ આપવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તવમાં આ એન્ટીમાઈક્રોબિયલ અથવા ઘાવ ભરવાનું પણ કામ કરે છે. મધમાં હાજર ગુણ ગળામાં મહેસૂસ થનારી પીડા અને સોજાને પણ દૂર કરે છે.
નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ કેર એક્સલેન્ડ એન્ડ પબ્લિક હેલ્થ ઈગ્લેન્ડ (Institute for Health and Care Excellence and Public Health England) અનુસાર, ઉધરસ કે ગળામાં ખરાશ થવા પર મધનું સેવન કરવાથી લાભ થાય છે. ચાલો જાણીએ મધના સેવનથી ગળામાં થતી ખરાશ અને ઉધરસને મટાડવાના ઘરેલું ઉપચાર વિષે.
આ રીતે કરો મધનું સેવન : મધનું સેવન અનેક રીતે કરવામાં આવે છે. જો ગળામાં પીડા અને ખરાશ હોય તો હળવા ગરમ પાણીમાં મધને મિક્સ કરીને તેને ઓછામાં ઓછું દિવસમાં ત્રણ વાર પીઓ. આમ કરવાથી પીડા તેમજ ખરાશ દૂર થઈ જશે. આ ઉપરાંત મધને આદુ સાથે ખાવાથી પણ ગળા માટે ફાયદાકારક માનવામાં આવે છે અને તેના સેવનથી પણ ઉધરસ દૂર થાય છે.
થોડું આદુ લઈને તેને ગરમ કરી લો. પછી મધ સાથે તેને ખાઈ લો. ઈચ્છો તો આદુનો રસ પણ મધમાં મિક્સ કરી શકો છો અને તેનું સેવન કરી શકો છો. ઘણાં લોકો ઉધરસ તેમજ ગળામાં ખરાશ થવા પર મધની ચા પણ પીવે છે. ચાને બનાવતા સમય તેમાં મધને ઉમેરો. મધની ચા પીવાથી પણ ગળાને રાહત મળે છે અને સૂકી ઉધરસ એકદમ મટી જાય છે.
મધના અન્ય ફાયદા : આયુર્વેદ અનુસાર મધનું નિયમિત સેવન કરવાથી શરીન તંદુરસ્ત બને છે અને શરીરનો થાક દુર થાય છે. મધ અને હળદર મિક્સ કરીને ખાવાથી પાચન સારું રહે છે અને કબજિયાતની સમસ્યા દુર થાય છે.
શરીરનું વજન ઘટાડવા સવારે ખાલી પેટ મધ અને લીબુનો રસ મિક્સ કરીને પીવાથી શરીરની ચરબી ઘટે છે અને વજન ઘટાડી શકાય છે.
હર્બલ ટી અથવા લીંબુ પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે વાર તેને પીવું જોઈએ. આથી ખાંસીમાં આરામ મળે છે. મધ અને ત્રિફળા ચૂર્ણ સમાન માત્રામાં લઇ મિક્સ કરીને લેવાથી પણ ખાંસીથી છુટકારો મળે છે.
મધ અને હળદરના સેવનથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે, અને હદયની બીમારીથી બચાવે છે.
ચહેરાની કરચલી અને સૂકાપણુ દૂર કરવા માટે મધનો પ્રયોગ કરી શકાય છે. મધને ચહેરા પર લગાવવાથી ચહેરા પર કોમળતા બની રહે છે. તેમજ સ્નાન કરતા સમય મધનો પ્રયોગ પણ તમે કરી શકો છો. સ્નાન કરતા પહેલા જો શરીર પર લગાવવા આવે તો ત્વચા પર તિરાડ નથી પડતી.
મધ સાથે જોડાયેલા નુકસાન
મધ સાથે અનેક પ્રકારના નુકાસાન પણ જોડાયેલા છે. એક વર્ષથી નાના બાળકને મધ આપવું હાનિકારક થઈ શકે છે. જે લોકોનું શુગર લેવલ વધારે છે, તે પણ મધનું સેવન ન કરે તો વધું શ્રેષ્ઠ રહેશે.
આમ, આ સમસ્યામાં મધ ખુબ જ ઉપયોગી અને અમૃત સમાન છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓમાં રાહત મેળવી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com