એખરો એટલે જેને હિન્દીમાં તાલમખાના અને સંસ્કૃતમાં કોકીલાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. જેનું વાનસ્પતિક નામ ( Hygrophila auriculata (Schumach)) છે. જેને અંગ્રેજીમાં Marsh barbel કહેવામાં આવે છે. એખરો એક ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે જે જમીન પર ફેલાય છે. તેના પાંદડા લાંબા હોય છે, ફૂલ નીલા રંગના હોય છે. તેની ડાળીઓ કાંટાવાળી હોય છે તથા તેના ફળ ગોળ અને કાંટાળા હોય છે. તેના બીજને તાલમખાના કહે છે. તેના પાંદડા મીઠા, કડવા અને સ્વાદિષ્ટ હોય છે. આ છોડ ખુબ જ ઔષધીય હોવાના કારણે તેના વિશે અહિયાં જણાવીએ.
સેક્સ ક્ષમતા વધારે: મોટાભાગે તણાવ, અસંતુલિત જીવનશૈલીની ખરાબ અસર પારિવારિક જીવન પર પડે છે, જેમાં ખાસ કરીને પ્રજનન શક્તિ અને સેક્સ ક્ષમતા પર વધારે અસર થતી હોય છે. જેના કારણે સેક્સ સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. એખરાના સેવન દ્વારા સેક્સ ક્ષમતા શ્રેષ્ઠ બનાવી શકાય છે. એખરો, કૌવચના બીજ, ગોખરું, કાળી મુસલી, શતાવરી, શાલમપંજા, ચોપચીની, બદામ, ચીરોંજ, ઈલાયચી, ખસખસ, કેશર, જાયફળ, જાવિત્રી, તજ તથા ગળોને બરાબર માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને 1 થી 2 ગ્રામની માત્રામાં દિવસમાં 2 વખત ઘી તથા સાકર સાથે ભેળવીને સેવન કરો તથા બાદમાં ગાયનું ગરમ દુધ પીવો. તે ચૂર્ણ અત્યંત કામશક્તિ વર્ધક, વાજીકરણ અને નપુસંકતાને દુર કરનારા છે.
શુક્રકોષો વધારે: એખરાના સેવન દ્વારા શુક્રકોષની સંખ્યા વધારી શકાય છે. એખરાના બીજના ચૂર્ણમાં સમાન માત્રામાં સફેદ મુસલી ચૂર્ણ તથા ગોખરું ચૂર્ણ ભેળવીને, 2 થી 4 ગ્રામ ચૂર્ણને ગરમ દૂધ સાથે પીવાથી શુક્રાણુ ઓછા હોવાની સમસ્યા ઠીક થઇ જાય છે. આ સિવાય 5 ગ્રામ એખરાના બીજ ચૂર્ણમાં 5 ગ્રામ કૌવચના બીજ ચૂર્ણ તથા 10 ગ્રામ શર્કરા ભેળવી દો. 2 થી 4 ગ્રામ ચૂર્ણને હળવા ગરમ દુધમાં સેવન કરવાથી ફાયદો થાય છે.
યૌની વિકાર: કોઈ બીમારીના કારણે થવા બીજા કારણે યૌની ખરાબ થઇ ગઈ હોય તેમજ હળવી થઈ ગઈ હોય તો એખરાના ઉપયોગ દ્વારા ફરી ટાઈટ કરી શકાય છે. એખરાના બીજના ઉકાળામાં એખરાના બીજનું ચૂર્ણ ભેળવીને યૌનીમાં લેપ કરવાથી યૌનીમા થયેલી તકલીફો દુર થાય છે.
મૂત્ર સંબંધી સમસ્યા: મૂત્ર સંબંધી બીમારીમાં ખુબ જ સમસ્યાઓ આવે છે, જેમાં રોકાઈ રોકાઈને પેશાબ આવવું, મૂત્રમાં દર્દ થવું, બળવું, મૂત્ર ઓછું આવવું વગેરે તક્લીફો રહેતી હોય છે. આ તકલીફો દુર કરવા માટે એખરો, ગોખરું તથા એરંડાના મૂળ દુધમાં ઘસીને પીવાથી યુરીન કરતા સમયે દર્દ અથવા જલન તથા પથરીમાં લાભ થાય છે. આ સિવાય 1 ગ્રામ એખરાના મૂળમાં સરખા ભાગે ગોખરું તથા એરંડાના મૂળ ભેળવીને દુધમાં વાટીને ગાળીને પીવાથી મૂત્ર કરતા સમયે દર્દ, યુરીન રોકાવું અને પથરી વગેરે તકલીફોમાં રાહત થાય છે.
વાંઝીયાપણું: એખરો આયુર્વેદિક તરીકે પ્રજનન ક્ષમતા વધારનારો ઔષધી છે. આ ઔષધી પ્રજનન કરનારા શારીરિક અંત: સ્ત્રાવો વધારે છે અને તેનાથી સેક્સ કરવાની શક્તિ જાગૃત થાય છે. કૌવચ તથા એખરાના 2 થી 4 ગ્રામ ફળના ચૂર્ણમાં શર્કરા ભેળવીને ગરમ દૂધ સાથે પીવાથી વાંઝીકરણ ગુણોની વૃદ્ધિ થાય છે.
જળોદર: આ ઔષધી મૂત્રરેચક ગુણ ખુબ જ પ્રભાવશાળી રૂપથી આ રોગનો ઈલાજ કરે છે. તેના મૂળનો ઉકાળો બનાવીને આપવાથી જળોદર રોગમાં આશ્વર્યજનક લાભ થાય છે. આ જડીબુટ્ટી એક રોગીને 6 દિવસ સુધી દરરોજ 2-2 કલાકના અંતરમાં તેનો કવાથ બનાવીને આપવામાં આવે છે. તેના લીધે પહેલા 1 દિવસમાં 400 ગ્રામ થી 800 ગ્રામ સુધી મૂત્ર નીકળવાની જગ્યાએ 1 દિવસમાં 4500 ગ્રામ પેશાબ ઉતરી શકે છે. આમ જળોદર રોગમાં આ ઔષધી ખુબ જ અસરકારક પરિણામ આપે છે. જળોદરના 250 ગ્રામ મૂળને ખાંડીને તેને 500 ગ્રામ પાણી સાથે લેવું જોઈએ.
અનિંદ્રા: અનિંદ્રાની સમસ્યા આજના જીવનમાં વધતી જાય છે, વ્યક્તિના જીવન અને તેના માનસિક ભારના કારણે અનિંદ્રાની સમસ્યા સર્જાય છે, જેના લીધે ઊંઘ આવતી નથી, અને આવે તો જલ્દી જાગી જવાય છે. આ સમસ્યામાં એખરાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
સોજો મટાડે: શરીરના કોઈ અંગમાં સોજો અને દર્દ થવા પર એખરો અસરકારક રૂપથી કાર્ય કરે છે. ગોમૂત્ર અથવા પાણી સાથે 65 અથવા 125 મીલીગ્રામ એખરાની રાખનું સેવન કરવાથી સોજો ઓછો થાય છે.
કમર દર્દ: દિવસભર બેસીને કામ કરવાથી અથવા વારંવાર ઉઠવા અને બેસવાની રિત બરાબર ન હોવાના કારણે અથવા બીજી કોઈ બીમારીના કારણે કમરમાં દર્દ થઈ રહ્યું હોય તો એખરાનો પ્રયોગ કરવાથી આ બીમારીમાંથી જલ્દી આરામ મળે છે. એખરાના પાંદડાને વાટીને લેપ કરવાથી કમર દર્દ અથવા સાંધાના દર્દમાં અસરદાર રૂપથી આરામ મળે છે.
આમવાત- મોટા સાંધાનો વા: ઘણા લોકોને વા ની અલગ અલગ પ્રકારની તકલીફો રહેતી હોય છે. જેમાં સંધિવાત, ગાઠીયો વા, આમવાત વગેરે તકલીફો રહે છે. આ તકલીફોમાં એખરાના ઉપયોગથી ખુબ જ લાભ મળે છે. આમવાત ખોરાકના અપાચનના કારણે તે પદાર્થ સાંધામાં આમ લોહીમાં ભળીને સાંધામાં જમા થવાથી થાય છે. આ બીમારી માટે એખરાના પાન, છાલ, ફળ, ફૂલ, બીજ વગેરેને વાટીને લેપ કરવાથી સાંધાનો દુખાવો આમવાત મટે છે.
ગાઠીયો વા: આ વામાં શરીરના અંગોમાં વાને કારણે ગાંઠો થાય છે. આ બીમારી ખાસ કરીને ઉમર વધવાની સાથે થાય છે. જેમાં એખરાના સેવન કરવાથી આરામ મળે છે. એખરો અને ગળાને સમાન માત્રામાં લઈને તેનો ઉકાળો કરી, 10 થી 20 મિલી ઉકાળામાં 500 મીલીગ્રામ લીડી પીપર ચૂર્ણ મિશ્રીત કરી સેવન કરવાથી તથા પાચન થાય તેવું ભોજન કરવાથી ગાંઠના વામાં જલ્દી લાભ થાય છે. આ સિવાય 5 થી 10 મિલી એખરાનો રસ તથા એખરાના શાકનું સેવન કરવાથી લોહીનો વા એટલે ગાઠીયો વા મટે છે.
આમ, ગુપ્ત સમસ્યાનો શ્રેષ્ઠ ઈલાજ એટલે એખરાના ઔષધિય ગુણો. આ છોડ ઝાડીઓ ઝાંખરા અને વાડોમાં તેમજ જંગલી વિસ્તારમાં મળી રહે છે, અને ખુબ જ ઉપયોગી છોડ છે. જે વાંઝપણ દુર કરવાની સાથે અનેક બીમારીઓને પણ ઠીક કરે છે, માટે અહિયાં અમે તેના વિશેની માહિતી રજૂ કરી છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારે આવી કોઈ બીમારી હોય તો તેમાં ઉપયોગી બને અને તમે સ્વસ્થ રહો.
Image Source : www.google.com