કોરોના મહામારીમાં આખી દુનિયા તેની ઝપેટમાં આવી ગઈ છે, સૌ કોઈ લોકો તેનાથી બચવા માટે અવનવા ઉપાય અઝમાવી રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં પહેલી લહેરની સરખામણીમાં બાળકો પણ સંક્રમિત થવા લાગ્યા છે. જો બાળકોમાં કોરોનાના લક્ષણો દેખાય તો જરા પણ મોડું કર્યા વગર તરત જ રિપોર્ટ કરાવવો આવશ્યક છે. અને પોઝીટીવ જણાય તો ડોકરની સલાહ સુચન મુજબ સારવાર કરવી જરૂરી છે.
નાના બાળકોને મોટાભાગે કોરોના ઘરના વ્યક્તિઓથી જ લાગે છે માટે કામકાજ માટે બહાર નીકળતા વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું કે જાહેર જગ્યાઓ પર સોશિયલ ડીસ્ટન્સ જાળવવું, બરાબર નાક અને મોઢું ઢંકાય એ રીતે માસ્ક પહેરવું અને વારંવાર હાથને સેનેટાઈઝ કરવા. ઘરમાં પવેશ કરે ત્યારે બાળકોને દુર રાખવા અને સ્નાન કરીને કપડા બદલવા જોઈએ. આ કરવાથી તમે અને તમારા બાળકોને કોરના સંક્રમણથી બચાવી શકાય છે.
જો બાળકોમાં કોઈ પણ સામાન્ય લક્ષણો જણાય જેમ કે શરદી, ખાંસી, તાવ કે અશક્તિ લાગે તો તરત જ અન્ય કોઈ દવા ચાલુ કરો એ પહેલા તેનો રિપોર્ટ કરવો જરૂરી છે. રીપોર્ટ કરાવ્યા બાદ જો પોઝીટીવ આવે તો તે સ્થિતમાં બાળકનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં ગભરાયા વગર બાળકની આ રીતે સંભાળ રાખો.
દિવસની શરૂઆતમાં સવારે બાળકને ગરમ હુંફાળા પાણીથી કોગળા કરાવો અને જેમ બને તેમ ફળ અને તેના જ્યુસને વારવાર અપાતા રહો. બાળકને હળદર વાળું દૂધ પીવડાવવું અને ખાંડનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો.
બાળકને વિટામીનથી ભરપુર ફળો અને શાકભાજી વધારે પ્રમાણમાં આપવા, લીંબુ, મોસંબી, સંતરા, કાકડી, પાલક, ટામેટા વગેરે વધારે આપવા જેથી તેની ઈમ્યુનીટી સ્ટ્રોંગ થાય. બાળકને ઘરનો ચોખ્ખો, પૌષ્ટિક અને ગરમ ખોરાક જ આપવો, બહારની કોઈ પણ વસ્તુ ખવડાવવી નહિ.
બાળકને જો કફ અને ખાંસી હોય તો એક કપૂરી પાન લઇ તેની ઉપર થોડા ઈજમેટના ફૂલ લઇ સાધારણ ગરમ કરો જેથી ઈજમેટના ફૂલ બરાબર પીગળી જાય અને પ્રવાહી રૂપમાં આવી જાય. ઇજમેટ પીગળી જાય કે તરત જ આ પાન બાળકને છાતીએ મુકવું આમ કરવાથી કફ છુટો પડી જાય છે, આ પ્રયોગ બાળક જયારે સુતું હોય ત્યારે કરવું જેથી આ પાન થોડો સમય સુધી છાતી પર રહે અને કફ છૂટો પડી જાય.
બાળક જયારે સુતું હોય તે રૂમમાં કપૂરદાનીમાં કપૂર અને ગુગળ ઉમેરીને ચાલુ રાખવું, કપૂર અને ગુગળના ધુમાડાથી બાળકનું ઓક્સીજન લેવલ નોર્મલ રાખવામાં મદદ કરે છે. દિવસ દરમ્યાન બાળકને બને એટલું વધારે પાણી પીવડાવવું જેથી તેના શરીરમાંથી પાણીની માત્રા ઘટી ન જાય. શક્ય હોય તો બાળકના ગળામાં કપૂર અને અજમાની પોટલી બનાવીને બાંધવી જે તેનું ઓક્સીજન લેવલને વધારમાં મદદ કરશે, અને તેનું ઓક્સીજન લેવલ જળવાઈ રહેશે.
બાળકને પોઝીટીવ આવ્યાના તે જ દિવસથી સ્પાયરોમીટરથી દિવસમાં બે વાર કસરત કરાવવી, કસરતમાં 25-25 ના બે સેટ કરાવવા જેથી તેના ફેફસાને કસરત મળી રહે અને આમ કરવાથી તેનું ઓક્સીજન લેવલ પણ વધે છે. બાળકને તમે ફુગ્ગા પણ ફુલાવા આપી શકો છો, તે પણ ફેફસા માટે સારી કસરત છે, બાળકને આ એક રમત જેવું લાગશે જેથી તે સહેલાઈથી કસરત કરશે અને તેનું ઓક્સીજન લેવલ વધશે.
બાળકના શરીરનું તાપમાન દિવસ દરમ્યાન અને રાત્રે પણ ચેક કરતા રહેવું જોઈએ. બાળકને ઠંડુ પાણી કે ઠંડા પીણા બિલકુલ આપવા નહિ તેમજ વધારે તેલ-મરચા વાળો ખોરાક પણ ન અપાવો જોઈએ.
દિવસ દરમિયાન બાળકને બે વાર થોડા તુલસી પણ ખવડાવવા તેમજ વિટામીન-C ની ટેબ્લેટ પણ આપવી. બાળકને બને તો વારવાર મોસંબી કે સંતરાનું જ્યુંસ આપતા રહેવું, તેમજ ઓછી ખાંડ વાળું લીંબુ શરબત પણ આપવું.
બાળકની આ બધી જ સારવાર ડોકટરની સલાહ અને તેના કેહવા પ્રમાણે કરવી જરૂરી છે. બાળકની તબિયતને ધ્યાનમાં લઇ આ બાબતોનું ધ્યાન રાખવાથી કોરોના તથા તેના લક્ષણોને દુર કરી શકાય છે.
આમ, આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી બાળકોને કોરોનાથી બચાવી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે કોરના સક્ર્મિતથી બચી શકો. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનતી.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com