ચા ની શોધ લગભગ 4700 વર્ષ પહેલા ચીને કરી હતી એવું માનવામાં આવે છે ત્યારથી ચા ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે. ચીને ચા ની શરૂઆત કર્યા પછી 1716 માં ચા પ્રથમ વાર કેનેડામાં આવી હતી. વિશ્વભરમાં ચાનો ફેલાવો કરવાનો ફાળો ડચ પ્રજાતિના લોકો ના નામે છે. ચીનના લોકોએ સૌપ્રથમ ચા પીવાનું શરૂ કર્યું, જયારે ભારતમાં ચા પીવાની પરંપરા 1835 થી શરૂ થઈ. સંગીતકાર અનુમલિકે ચા પર ખૂબ જ સરસ ગીત ગાયું છે : “એક ગરમ ચાય કી પ્યાલી હો” આ ગીતે ચાની જેમ ધૂમ પણ મચાવી હતી.
દર વર્ષે સમગ્ર વિશ્વમાં 35 લાખ ટન ચાનું ઉત્પાદન થાય છે. પાણી પછી દુનિયામાં સૌથી વધુ પીવાતું પીણું ચા માનવામાં છે. હાલમાં સૌથી વધુ ચા ઇંગ્લેન્ડમાં પીવાય છે. અને એક માહિતી અનુસાર ઇંગ્લેન્ડના લોકો દરરોજના 15 કરોડ કપ ચા પીવે છે. એક વર્ષમાં ઇંગ્લેન્ડમાં લગભગ 7 બિલિયન ટન કપ ચા પીવાય છે.
વિશ્વની સૌથી વધારે ઉપયોગમાં લેવાથી ચામાં વાઈટ ટી, ગ્રીન ટી, ઓલોંગ ટી, ડાર્ક ટી, પૂઅર ટી, અને મેટ ટી નો સમાવેશ થાય છે. બ્રિટીશ વ્યક્તિ Richar Blechynden એ 1904 માં આઈસ ટીની શોધ કરી હતી. હાલમાં અમેરિકામાં 80% ચા આઇસ ટી ફોર્મમાં પીવાય છે. જો ચાને હવા અને ભેજથી બચાવવામાં આવે તો ચા 2 વર્ષ સુધી ખરાબ નથી થતી અને તેનો સ્વાદ એકસરખો જ રહે છે.
ભારતમાં સૌપ્રથમ ચાનું ઉત્પાદન 1835 માં થયું હતું. બ્રિટીશરોએ ભારતમાં સૌપ્રથમ આસામમાં ચાના છોડ જોયા અને ત્યારબાદ ભારતમાં ચાના ઉત્પાદનમાં ઝડપથી વધારો થયો. વિશ્વમાં સૌથી વધુ ચા નું ઉત્પાદન કરતો દેશ ભારત હતો. સમય જતાં ચીન ચાના ઉત્પાદમાં ભારતને પાછળ મૂકી ચીન દુનિયાનો સૌથી મોટો ચા ઉત્પાદન કરતો દેશ બન્યો. ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન આસામ અને દાર્જિલિંગમાં થાય છે. ભારતમાં બ્લેક ટી સૌથી વધુ ઉપયોગ થાય છે. અફઘાનિસ્તાન અને ઇરાનમાં રાષ્ટ્રીય પીણું ચા ને જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ ચા પીવાના ફાયદા અને નુકશાન વિષે.
ચા પીવાથી થતા ફાયદા (Benefits of Tea) :
વૈજ્ઞાનિકોના કહ્યા અનુસાર, જે વ્યક્તિ દિવસમાં 3 -4 કપ ચા પીવે છે તેને હૃદય સંબંધિત બિમાંરીઓ થતી નથી. ખાંડ વગરની ચા પીવાથી દાંતના પેઢા મજબૂત થાય છે.
ગ્રીન ટી પીવાથી તમારો દિવસભરનો તાણ અને વજન ધટાડવામાં મદદ કરે છે. ચામાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે તમને વૃદ્ધત્વથી બચાવશે. ચા પીવાથી તેમાં રહેલા અમીનો એસીડ મગજને વધારે અલર્ટ અને શાંત રાખે છે.
ચામાં અનેક તત્વો રહેલા છે જે શરીર માટે બહુ જ ઉપયોગી છે જેમ કે ચામાં રહેલું કેફિન અને ટેનિન તત્ત્વ શરીરમાં સ્ફૂર્તિનો સંચય કરે છે, અને ચા પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમજ શરદી-કફ અને માથાના દુખાવામાં રાહત મળે છે.
ચામાં ‘El-Thanine’ નામનો ઘટક હોય છે. આ ઘટક બ્રેઇન પાવર વધારવામાં મદદ કરે છે, અને તેનાથી ટેન્સનમાં ઘટાડો થાય છે, તેમજ બુદ્ધિને વિકાસ કરે છે, તથા શરીરની આળસને દૂર કરે છે.
ચા પીવાથી થતા નુક્શાન (Disadvantages of Tea) :
સામાન્ય રીતે ચા પીધા પછી તરત જ પાણી પીવું ન જોઈએ. આમ કરવાથી લાંબા ગાળે ગંભીર નુકશાન થઇ શકે છે. કોઈ પણ ગરમ પીણા પીધા બાદ અડધી કલાક સુધી પાણી ન પીવું જોઈએ.
ભૂખ્યા પેટે ચા પીવાથી પેટમાં બળતરા, એસિડિટી અને અપચો આવે છે. ભૂખ્યા પેટે ચા પીવાથી ભૂખ પર અસર થાય છે અને ભૂખ લાગતી અટકે છે. તેથી ભૂખ્યા પેટ ચા પીવાને બદલે, તેની સાથે કંઈક અવશ્ય ખાવું જોઈએ.
વધારે પડતી ઉકાળેલી ચા શરીર માટે નુકસાનકારક છે. વધારે કડક કે સ્ટ્રોંગ ચા પીવાથી પાચનતંત્રને નુકશાન પહોચાડે છે. ભૂખ્યા પેટે વધારે દૂધવાળી ચા પીવાથી થાકનો અનુભવ થાય છે. તમે ચામાં દૂધ નાખો છો ત્યારે તેમાં એન્ટીઓક્સિડેન્ડની અસર પૂરી થઈ જાય છે.
વધારે ગરમ ચા પીવાની આદત ખુબ જ નુકસાન કારક નીવડે છે, તેનાથી અન્નનળી કે ગળાનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
એકવાર બનાવેલી ચાને વાંરવાર ગરમ કરીને પીવી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેથી ચા બનાવીને રાખવી નહિ પરંતુ ચા બનાવીને તેને તરત જ ઉપયોગ કરી લેવો.
મિત્રો ચાનો પ્રભાવ વિશ્વભરમાં ખુબ જ છે અને પીવાય પણ છે, કદાચ તમે પણ ચાના દીવાના હશો, આજના આ હરીફાઈયુક્ત જીંદગીમાં કામનો થાક તથા ટેન્સન દુર કરવા ચા પીવી અનિવાર્ય બની ગઈ છે. આશા રાખીએ કે આ માહિતી તમને ઉપયોગી નીવડે.
Image Source : www.google.com