નસોતરને સંસ્કૃતમાં ત્રીવૃત કહે છે. નસોતરના વેલાઓ ઘણા વર્ષો સુધી જીવિત રહે છે. તેના મૂળ મોટા, માંસલ, ડાળીઓથી ભરપુર તથા સ્થૂળ હોય છે. તે બે પ્રકારના હોય છે. કાળા અને સફેદ, સફેદ નસોતરના મૂળ સફેદ રંગના તેમજ કાળી નસોતરના મૂળ કાળા રંગના હોય છે. નસોતર ઔષધીય ગુણો વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. નસોતર ઘણા પ્રકારના રોગો માટે ઉત્તમ જડીબુટ્ટી છે. આયુર્વેદમાં નસોતર (નિશોથ)ના ફાયદાઓ વિશે બતાવવામાં આવ્યું છે. નસોતરનું વાનસ્પતિક નામ Ipomoea Turpethum છે. અમે અહિયાં આ લેખના માધ્યમથી અમે નસોતર વિશે જણાવીશું.
કફ: નસોતરના સેવનથી કફ પાતળો થઈને નીકળી જાય છે. સુંઠ વગેરે સાથે લેવાથી તે ઘટ્ટ અને જામેલા કફને પણ કાઢી નાખે છે. નસોતરના ચૂર્ણને વધારે બારીક વાટવું ન જોઈએ તેમજ કપડામાં ગાળવું ન જોઈએ કારણ કે વધારે બારીક થવાથી તે ચરબી અને આંતરડામાં છોટી જાય છે. નસોતર જામેલા કફને કાઢવામાં ફાયદાકારક છે.
ટીબી રોગ: નસોતરના ફાયદાથી ટીબી રોગમાં લાભ થાય છે. કાળી નસોતરના ચૂર્ણને સાકર, મધ અને ઘી અથવા અંગુર રસ, સવણનો રસ તેમજ વિદારીકંદ રસ વગેરે સાથે આપવાથી ટીબી રોગનો ઈલાજ થાય છે. આ ઈલાજ કરવાથી ટીબી રોગના લક્ષણોમાં ઘટાડો થાય છે.
ખાંસી: આમાશયની ખરાબીથી જે ખાંસી થાય છે તે નસોતરના સેવનથી મટી જાય છે. નસોતરને કાબુલી હરડે સાથે દેવાથી વાઈ અને પાગલપન રોગોમાં લાભ થાય છે. આ માટે તે ઉપયોગી વસ્તુ છે અને દરેક લોકો તેનો ઉપયોગ કરે છે.
જળોદર: નસોતરને થોડાક થોરના દુધમાં તર કરીને સુકાવીને જળોદર વાળા વ્યક્તિને આપવાથી મોટો લાભ થાય છે. ઘણા તાકતવર આદમી ઉપર કરવામાં આવેલા પ્રયોગ અનુસાર જેને વારંવાર જળોદર થતો રહ્યો. પરંતુ તે પ્રયોગ કમજોર આદમીઓએ ન કરવો જોઈએ. કારણ કે આનાથી વધારે ઝાડા લાગે છે.
કાળી નસોતર એક ઝેરીલી વસ્તુ છે. તેને લેવાથી ખુબ જ જોરથી ઝાડા આવે છે. માથામાં ચક્કર અને બળતરા થાય છે અને અવાજ ખરાબ થઇ જાય છે. ભારતમાં ખુબજ પ્રાચીન સમયથી આ વનસ્પતિનો લુંઆબમાં ઉપયોગ થાય છે. ગઠીયો વા અને લકવામાં તેનો લુઆબ ખુબ જ ખ્યાતિપ્રાપ્ત છે અને તેને કાબુલી હરડે સાથે ભેળવીને લેવામાં આવે તો લકવો પણ મટાડે છે.
આંખોની બીમારી: કાળી નસોતરના ચૂર્ણમાં મધ અને સાકર ભેળવી દો. તેને આંખોમાં કાજળની જેમ લગાવવાથી આંખોની ફૂલવાની બીમારીમાં લાભ થાય છે. કાળી નસોતરના મૂળનો રસ કાઢી લો. તેમાં બરાબર માત્રામાં મધ ભેળવી દો અને આંખોમાં કાજળની જેમ લગાવવાથી પાંપણો સાથે જોડાયેલી બીમારી ઠીક થાય છે.
પિત્તજ વિકાર: પિત્તજ વિકારમાં નસોતરના ઔષધીય ગુણોથી ફાયદાઓ મળે છે. નસોતરનો પેસ્ટ બનાવીને એરંડાના મૂળ અને ઉકાળો બનાવો. તેના માટે બંનેને દૂધ અને પાણીમાં પકાવો, તેને પીવાથી પેટ સાફ થાય છે તેમજ પિત્તજ વિકાર મટે છે.
વા નો વિકાર: નસોતર, મધુશિગ્રુ અને જડીના બીજને તેલમાં પકાવીને તેને પી લો. તેને પીવાથી અને તેનાથી મસાજ કરવાથી વાના દોષના કારણે થનારા વિકાર ઠીક થાય છે. આ ઉપાય માટે કોઈ આયુર્વેદિક વેદની સલાહ લેવી જરૂરી છે.
પાચનશક્તિ: નસોતર એક ઉત્તમ રેચક વસ્તુ છે. પેટની અંદર તેની ક્રિયા પાણીના સમાન હોય છે. તેનાથી પાણીના સમાન પીળા રંગના ઝાડા થાય છે. તેને એકલા આપવાથી પેટમાં મરોડ ઉત્પન્ન થાય છે. એટલા માટે તેને સુંઠ સાથે લેવું જોઈએ.
પેટનો રોગ: જો પેટની બીમારીના કારણે વ્યક્તિને કબજિયાત થઈ જાય તો ખાતા પહેલા યવતીત્કા, થોર, નસોતર, દંતી અને ચીરબીલ્વના પાંદડાની શાકભાજી ખવરાવવી લાભદાયક છે. રોગીની બીમારી અને પાચનશક્તિ અનુસાર નસોતર અને સુંઠસાથે 1 થી 2 ગ્રામ ચૂર્ણને દૂધ અથવા અંગુરના રસ સાથે સેવન કરવાથી પેટ ફૂલવાની બીમારીમાં લાભ થાય છે.
કબજીયાત: 1 થી 2 ગ્રામ નસોતરના ચૂર્ણ લો, તેમાં તેના ચોથાભાગનો તજ, તમાલ પત્ર અને મરીનું ચૂર્ણ ભેળવી દો. તેને સાકર અને મધ સાથે સેવન કરવાથી કબજીયાતની સમસ્યા ઠીક થાય છે. આ કબજીયાત માટે ખુબ જ અસરકારક ઈલાજ છે.
ટાઈફોડ: ત્રિફળા, ત્રાયમાળ, અંગુર અબે કુટકીનો ઉકાળો બનાવીને 10 થી 20 મિલી માત્રામાં આ ઉકાળાના ચોથા ભાગમાં સાકર અને નસોતરનું ચૂર્ણ મેળવી શકાય છે. તેનું સેવન કરવાથી ટાઈફોઈડ તાવ મટે છે. નસોતરના ચૂર્ણમાં મધ ભેળવીને સેવન કરવાથી ટાઈફોઈડનો ઉપચાર થાય છે.
ઉંદરનું ઝેર: થોરના દુધમાં વાટેલી નસોતર અને મજીઠના ચૂર્ણને 1 થી 2 ગ્રામની માત્રામાં સેવન કરો. તેનાથી ઉંદર કરડવાનું ઝેર અથવા ઝેરના કારણે થનારા નુકશાન ઠીક થાય છે. મજીઠ ઝેર ઉતારવાનો ગુણ ધરાવે છે, સાથે તે શરીરના ઝેરને નાબુદ કરવામાં પણ ઉપયોગી છે. ઝેરીલા જીવજંતુ કરડતા સમયે બરાબર માત્રામાં તાંદળજાના મૂળ અને 1 થી 2 ગ્રામ નસોતરના ચૂર્ણ લો. તેમાં ઘી ભેળવીને પીવું જોઈએ. જેનાથી જીવજંતુ કરડવાનો ઈલાજ થાય છે.
રક્તપિત્ત: રક્તપિત્ત જેમાં આંખ, નાક, કાન વગેરે જગ્યાએથી લોહીનો સ્ત્રાવ થાય છે. જેમાં નસોતરનું 1 થી 2 ગ્રામ ચૂર્ણ લો, 10 મિલી અથવા 10 થી 20 મીલીમાં અધિક માત્રામાં મધ અને સાકર સાથે સેવન કરવાથી રક્તપિત્ત મટે છે.
તાવ: તાવ ઉતારવા માટે મધ, ઘી યુક્ત 1 થી 2 ગ્રામ નસોતર ચૂર્ણ લો. આ ચૂર્ણને પાણી કે દૂધ સાથે લેવાથી તાવ ઉતરે છે.
ફોલ્લીઓ: આયુર્વેદ અનુસાર કાચા ગુમડાની અવસ્થામાં નસોતરના પ્રયોગ કરવાથી ફાયદો મળે છે. જ્યારે નાની નાની ફોલ્લીઓ થવા પર નસોતર અને 1 થી 2 ગ્રામ હરડેના ચૂર્ણમાં મધ ભેળવીને સેવન કરો. તેનાથી કાચી ફોલ્લીઓની સમસ્યામાં લાભ મળે છે. વિર્સપ રોગ કે જેમાં પાણી ભરાયેલા ફરફોલા શરીરમાં થઈ જાય છે, આ રોગથી રાહત માટે 1 થી 2 ગ્રામ નસોતરના ચૂર્ણને ઘી, દૂધ, અંગુરના રસ સાથે પીવાથી આ વિસર્પ રોગમાં લાભ થાય છે.
ગઠીયો રોગ: ગઠીયા રોગમાં નસોતર, વિદારીકંદ અને ગોખરુંનો ઉકાળો બનાવીને 10 થી 20 મિલી માત્રામાં સેવન કરો. તેનાથી ગઠીયાના ઉપચારમાં મદદ મળે છે. વધારે લાભ માટે આયુર્વેદિક ઉપચારો કરી શકાય છે.
કમળો: 2 થી 3 ગ્રામ નસોતરના ચૂર્ણને ત્રિફળાના ઉકાળા સાથે સેવન કરો. તેનાથી કમળાની બીમારીમાં લાભ મળે છે. તેના વધુ લાભ માટે મિશ્રી સાથે સેવન કરી શકાય છે. આ ઉપયોગ માટે નસોતર ખુબ જ ઉપયોગી થાય છે અને જલ્દી ફાયદો મળે છે.
હરસમસા: 20 મિલી ત્રિફળાના ઉકાળામાં 2 ગ્રામ નસોતરનું ચૂર્ણ ભેળવીને પીવાથી પેટ સાફ થઈ જાય છે. તેનાથી મળ દ્વારથી જોડાયેલો રોગ હરસમસાનો ઈલાજ થાય છે. નસોતરના પાંદડાની શાકભાજીને ઘી અથવા તેલમાં તળીને દહી સાથે સેવન કરો. તેનાથી હરસમસાનો ઉલાજ થાય છે. દરરોજ ત્રિફળાના ઉકાળા સાથે ચૂર્ણનું સેવન કરો તેનાથી હરસમસા મટે છે. નસોતર અને દંતીના પેસ્ટનું સેવન કરો. જેનાથી ગેસની અને હરસમસાની સમસ્યા મટે છે.
આંતરડાના રોગ: તમે પેટમાં કીડા પડવા પર નસોતરના ફાયદા લઇ શકો છો. 1 થી 2 ગ્રામ નસોતરનો પેસ્ટ બનાવીને છાશ સાથે સેવન કરીને પેટના કીડાનો નાશ કરી શકો છો. રાત્રે 2 થી ૩ ગ્રામ ભૂરા રંગના નસોતરના ચૂર્ણને કલાકંદ સાથે સેવન કરો. જેનાથી સવારે પેટ સાફ થઈ જાય છે અને આંતરડાથી જોડાયેલા રોગમાં પણ લાભ થાય છે.
આમ, આ નસોતર નામની વનસ્પતિ આરોગ્યની દ્રષ્ટીએ ખુબ જ ઉપયોગી ઔષધી છે. જેનાથી આ રોગની બીમારીમાં લાભ મળે છે. ઉપરોક્ત તમામ સમસ્યાઓ દુર કરવાની સાથે તે અન્ય ઘણી બધી બીમારીઓનો ઈલાજ કરે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.