રતનજોત આયુર્વેદિક ઔષધીય વનસ્પતિ છે, તેના ફાયદા ઘણા પ્રકારના રોગોની સારવાર માટે થાય છે. રતનજોતના ફાયદા હૃદયને સ્વસ્થ રાખવા, વજન ઘટાડવા, માથાનો દુખાવો દુર કરવા, અનિદ્રાની સારવાર, વાળ અને ત્વચાને સ્વસ્થ રાખે, તાવ ઓછો કરે, બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે અને ખંજવાળથી છુટકારો અપાવે છે. રતનજોતના દરેક અંગો ઔષધીય ગુણોથી સમૃદ્ધ હોય છે, આજના આ આર્ટિકલમાં અમે તમને રતનજોતના ફાયદા વિશે જણાવીશું.
રતનજોતમાં મળતા કેટલાક મુખ્ય સંયોજનો ઇથેન, 1-ડાઇક્લોરો, 1-એચ-એન્ઝોટ્રિયાઝોલ, 4-નાઇટ્રો અને 4-ડાયઝો વગેરે છે. આ સિવાય નેપ્ટાક્વિનોન પણ હાજર છે. રતનજોત એક છોડ છે, જેના મૂળ આયુર્વેદિક દવા બનાવવા માટે વપરાય છે. ઘણા અભ્યાસ જણાવે છે કે રતનજોત ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે. જેના કારણે રતનજોતના ફાયદાઓ આરોગ્યની અનેક સમસ્યાઓને અસરકારક રીતે દૂર કરી શકે છે. આ છોડના લગભગ તમામ અંગો ઔષધીય ફાયદા માટે વાપરી શકાય છે. પરંતુ ખાસ કરીને તેના મૂળનો સૌથી વધારે ઉપોયગ થાય છે. ચાલો જાણીએ રતનજોતથી થતા આયુર્વેદિક ફાયદા વિષે.
સાંધાનો દુખાવો : સાંધાનો દુખાવો ખૂબ જ પીડાદાયક સમસ્યા છે જેમાં સામાન્ય રીતે શરીરના સાંધા અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રતનજોત સાંધાના દુખાવાનો ઈલાજ કરી શકે છે. દુખાવા અસરગ્રસ્ત વિસ્તાર પર રતનજોતના તેલથી મસાજ કરવાથી નસોને આરામ મળે છે. આ ઉપરાંત તમે નિયમિતપણે રતનજોતના મૂળિયાના પાવડરનું સેવન કરી શકો છો. જે તમને સંધિવાથી સંબંધિત સમસ્યાઓથી બચાવી શકે છે.
માથાનો દુખાવો દૂર કરે : રતનજોતમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરમાં યોગ્ય રક્ત પરિભ્રમણ જાળવવા માટે મદદરૂપ થાય છે. શરીરમાં યોગ્ય રક્ત પ્રવાહના અભાવને લીધે શરીરમાં અને માથામાં દુખાવો થઈ શકે છે. જો તમે માથાના દુખાવોથી પરેશાન છો તો તમે રતનજોતના મૂળનો ઉપયોગ કરી શકો છો. રતનજોતના મૂળનું સેવન કરવાથી માથાનો દુખાવાની સાથે માઈગ્રેનની સમસ્યાને પણ દૂર કરી શકાય છે.
ખંજવાળ-ધાધર : ધાધરને મટાડવા માટે રતનજોતના મૂળનો ઉપયોગ કરી શકાય છે. ધાધર એવી ચામડીની સમસ્યા છે જે ત્વચામાં ખંજવાળ અને ઘાને બનાવી શકે છે. આ પ્રકારની સમસ્યા બેક્ટેરિયાની અસરને કારણે થાય છે. જેની અસર ઘટાડવા માટે એન્ટી-વાયરસ ઇફેક્ટ્સની જરૂર છે. રતનજોતના મૂળમાં એન્ટી-વાયરસની અસર છે, જેના કારણે તમે ધાધરનો ઉપચાર કરી શકો છો. આ માટે તમે રતનજોતના મૂળનો પાવડરની પેસ્ટ બનાવી અને તેને અસરગ્રસ્ત ભાગમાં લગાવો. થોડા દિવસમાં જ તમને ધાધરથી છુટકારો મળશે.
તાવ માટે : રતનજોતના મૂળિયામાં કુદરતી ઠંડકનો ગુણ ઊંચી માત્રામાં છે. આથી શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે આયુર્વેદનો ઉપયોગ પરંપરાગત દવામાં તાવની સારવાર માટે થાય છે. આ ઉપરાંત રતનજોતમાં પરસેવો પ્રેરિત કરનારા ગુણ પણ છે. આથી વ્યસ્ત વ્યક્તિની સારવાર પ્રક્રિયાને વેગ આપવા માટે મદદ કરે છે. કારણ કે પરસેવો દ્વારા, બેક્ટેરિયા અને શરીરના તાપમાનમાં બહાર કાઢવામાં મદદ કરે છે.
હૃદયને તંદુરસ્ત રાખે : રતનજોતના મૂળિયાના લાભ હૃદયને તંદુરસ્ત રાખે છે. રતનજોતની ઔષધીય ગુણધર્મો શરીરમાં હાજર ઝેરી પદાર્થોને દૂર કરે છે, જે હૃદયની સમસ્યાઓનું કારણ બની શકે છે. માટે તમે પાણીમાં રતનજોતના મૂળને પલાળી રાખો પછી આ પાણીનું સેવન કરો. આમ કરવાથી રતનજોતની મૂળ શરીરથી ઝેરી પદાર્થ નીકાળી અને લોહીને શોષવામાં મદદ કરે છે. જેના દ્વારા તમે તમારા હૃદયને તંદુરસ્ત રાખી શકો છો.
વજન ઓછું કરવા : જો તમે વજન ઓછું કરવા માંગો છો તો રતનજોતનો ઉપયોગ કરી શકો છો. કારણ કે રતનજોતનું ચૂર્ણ વજનને ઘટાડવામાં મદદ કરી શકે છે. માટે તમે નિયમિતપણે રતનજોતના મૂળના પાવડરનો ઉપયોગ કરો. જે તમારા શરીરને કોઈપણ આડઅસર વગર વજનને ઘટાડવા માટે મદદ કરી શકે છે.
બ્લડ પ્રેશર : રતનજોતમાં હાજર ઔષધીય ગુણધર્મો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. હાઈ બ્લડ પ્રેશર એક ગંભીર સમસ્યા છે જેની કાયમી સારવાર શક્ય નથી. પરંતુ કુદરતી દવાઓનો ઉપયોગ કરીને તમે તેના લક્ષણોને નિયંત્રિત કરી શકો છો. રતનજોતના મૂળમાં હાયપો-ટેન્સ અસર છે જે તમારી હૃદય પ્રણાલીને તંદુરસ્ત રાખવામાં સહાય કરે છે. જેના દ્વારા તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરી શકો છો. આ ઉપરાંત રતનજોતના ગુણધર્મો રક્તમાં અવરોધને અટકાવવામાં મદદ કરે છે. આથી હૃદયરોગના હુમલાની શક્યતા ઘટાડી શકાય છે.
આમ, રતનજોત અનેક સમસ્યાને દુર કરવા ખુબ જ ફાયદાકારક થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે રતનજોતનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર શેર કરવા વિનતી.