કહેવાય છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. સાથે જ કહેવાય છે એક એક બૂંદથી સમુદ્ર બને છે, આ શબ્દ બિલકુલ અહીં બંધ બેસે છે. કોઈ પણ વસ્તુ રાતો રાત નથી બની શકતી. જો તમે કહેશો કે તમે આજે મહેનત કરો અને આગલી સવારે ધનવાન બની જાઓ? તો આવું તો બસ ફિલ્મોમાં બને છે, હાં તમે મહેનત કરતા જાઓ અને તમને તેનું ફળ એકને એક દિવસ અવશ્ય મળશે. આજે અમે તમને જે મહિલાની કહાની જણાવી રહ્યાં છે તેના માટે જીવન જીવવું સરળ ન હતું પરંતુ તેણે હાર ન માની અને આજે તે કરોડોની માલકિન છે.
આ આર્ટીકલમાં અમે વાત કરવાના છીએ કમાની ટ્યૂબ્સ લિમિટેડ કંપનીના ચેરમેન કલ્પના સરોજ વિષે. કલ્પના સરોજનો જન્મ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના સાવ નાના ગામ રોપરખેડમાં થયો હતો. તે જે પરિવારમાં જન્મી તે ખૂબ ગરીબ હતો. ઘરનો ખર્ચ પણ ખૂબ મુશ્કેલથી ઉઠાવી શકતાં હતાં. કલ્પના સરકારી સ્કૂલમાં ભણતી હતી અને તે હંમેશા અભ્યાસમાં આગળ હતી. પરંતુ તે એક દલિત હતી જેના કારણે સ્કૂલમાં તેને અનેક સમસ્યાઓ સામે ઝઝૂવવું પડ્યું.
12 વર્ષની ઉંમરમાં થઈ ગયાં લગ્ન
સમાજના લોકોની વાતોમાં આવીને કલ્પનાના પરિવાર લોકોએ તેના લગ્ન સાવ નાની ઉંમર કરી નાંખ્યાં. ત્યારે તે 7માં ધોરણમાં હજુ તો અભ્યાસ કરતાં હતાં. લગ્ન પછી તેનો અભ્યાસ પણ છોડાવી દેવામાં આવ્યો. જે યુવક સાથે તેના લગ્ન કરાવવામાં આવ્યાં તે ઉંમરમાં પણ તેનાથી ક્યાંય મોટો હતો.
સાસરિયા વાળાએ કર્યો અત્યાચાર
કલ્પનાના જણાવ્યાં પ્રમાણે, તે જ્યારે પોતાના સાસરિયામાં ગઈ તો તેને ત્યાં અનેક અત્યાચાર સહન કરવા પડ્યા. તે લોકો તેને ખાવાનું પણ નહતાં આપતાં. વાળ પકડીને મારતા હતાં. એવું વર્તન કરતાં હતાં કે કોઈ જાનવર સાથે પણ આવું ન કરતું હોય. આવા તમામ અત્યાચારથી કલ્પનાની હાલત ખૂબ ખરાબ થઈ ચૂકી હતી. પરંતુ ફરી એક દિવસ કલ્પનાના પિતા તેને મળવા આવ્યા તો દીકરીની આ દશા જોઈ તેમણે સમય બગાડ્યો નહીં અને ગામ પરત લઈ આવ્યાં.
કલ્પના પરત પોતાના ગામ આવી ગઈ પરંતુ તે સમય એવું હતું જ્યારે જો એક મહિલા લગ્ન પછી આમ ઘર છોડીને આવે તો તેની સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરવામાં આવતો હતો. કલ્પના સાથે પણ કઈક આવું જ થયું. સમાજવાળા અને ગામવાળા તેને એવી નજરથી જોવા લાગ્યાં હતાં કે તે સમાજથી અલગ હોય. પિતાએ અભ્યાસ કરવા માટે ફરીવાર કહ્યું તો કલ્પનાનું તેમાં પણ મન ન લાગ્યું. એકવાર કલ્પનાએ ઝેરની બોટલ ખરીદી અને તેને પી લીધી. કલ્પનાના મોંમાંથી ફીણ નીકળતા જોઈ તેના ફઈ તેને ડોક્ટર પાસે લઈ ગઈ. મોતના દરવાજાથી પરત આવેલી કલ્પનાના જીવનમાં મોત ક્યાં લખ્યું હતું અને તે તો બચીને આવી.
ફરી શરૂ થઈ નવી જિંદગી અને નીકળી પડી મુંબઈ
આ એક ઘટના પછી કલ્પનાનું જીવન ખૂબ બદલાય ગયું હતું. તેણે એ વાતની સમજ આવવા લાગી કે ભગવાને તેને કઈક કરવાનો મોકો આપી દીધો હોય. એટલા માટે તેણે નોકરીની શોધ કરી પરંતુ અભ્યાસ ઓછો હોવાના કારણ ક્યાય નોકરી ન મળી તેના માટે તે મુંબઈની નગરમાં નીકળી પડી.
16 વર્ષની ઉંમરમાં 2 રૂપિયાની કરી શરૂઆત
મુંઈબમાં કલ્પના પોતાના કાકાના ઘરે રહેવા લાગી હતી. ત્યાં તે એક કપડાના મિલમાં કામ કરવા લાગી. ત્યાં તે દોરા કાપવાનું કામ કરતી હતી. તેના માટે તેને 2 રૂપિયા મળતાં હતાં. કલ્પના પછી તેના પરિવાર પણ મુંબઈમાં આવીને રહેવા લાગ્યો. બધું યોગ્ય ચાલી રહ્યું હતું કે એક દિવસ એવો આવ્યો જેણે ફરી કલ્પનાના જીવનમાં દુખનો ડુંગર ઢાળી દીધો. બીમારીના કારણ થયું બહેનનું મોત, વાસ્તવમાં કલ્પનાની બહેન ખૂબ બીમાર રહેવા લાગી અને ગરીબીના કારણ તેની સારવાર પણ સંભવ નહતી જેના કારણે તેનું મોત થઈ ગયું. તે દિવસ કલ્પનાને આ વાતની સમજ આવી કે પૈસાની શું કિંમત છે. અને તે હવે હંમેશા માટે ગરીબી ખતમ કરવામાં માંગતી હતી.
વ્યવસાયની તરફ આગળ વધી
ગરીબીને દૂર કરવા માટે કલ્પનાએ 16-16 કલાક કામ કરવાનું શરૂ કર્યું. તેણે પોતાના ઘરમાં મશીનો લગાવ્યાં અને દિવસ રાત મહેનત કરી બિઝનેસ માટે તેણે લોન લેવાનું વિચાર્યું પણ ત્યાં પણ પૈસા દેખાડવા કહેવામાં આવ્યું, પરંતુ કલ્પના તેના માટે ન માની. પછી એક દિવસ કલ્પાનાએ તેની સમસ્યાને દૂર કરવા માટે લોકો સાથે મળીને એક સગંઠન બનાવ્યું જે લોકોને લોન અપાવવામાં અને સરકારી યોજનાઓ વિશે જણાવવામાં મદદ કરવા લાગી.
22 વર્ષની ઉંમરમાં ફર્નીચરનો બિઝનેસ કર્યો શરૂ
તેના પછી જ્યારે કલ્પના 22 વર્ષની થઈ તો તેણે 50 હજારની લોન લીધી અને ફર્નીચરનો બિઝનેસ શરૂ કર્યો. આ એક પ્રકારથી કલ્પનાના જીવનમાં વળાંક આવ્યો હતો. તેમાં તેને ખૂબ સફળતા મળી. કલ્પના ત્યાં જ ન અટકી પરંતુ તેણે એક બ્યૂટી પાર્લર પણ ખોલ્યું હતું.
જ્યારે રાતો-રાત બદલી કિસ્મત
એકવાર એક વ્યક્તિ કલ્પના પાસે આવી અને પોતાનો પ્લાન 2.5 લાખનો વેચવા માટે કહ્યું. જે સમય કલ્પના પાસે એટલા પૈસા નહતાં પરંતુ તેણે પોતાના જમા કરેલા પૈસાથી અને ઉધાર માંગીને 1 લાખ રૂપિયા આપ્યાં પરંતુ બાદમાં તેને ખબર પડી કે તે એક જમીન પર કઈ નહી બનાવી શકે, કારણ કે તે વિવાદસ્પદ જમીન છે. કલ્પનાએ હાર ન માની અને તે તેના માટે અને જમીનથી જોડાયેલા આ મુદ્દો પણ ઉકેલ્યો અને તે જમીન રાતો રાત જ 5 લાખની થઈ ગઈ. એટલું જ નહીં તેની સુપારી પણ આપવામાં આવી હતી પરંતુ તે ગુંડા પકડાય ગયાં હતાં. ત્યાર બાદ કલ્પાનએ કંસ્ટ્રક્શન લાઈનમાં જવાનું વિચાર્યું.
જ્યારે કલ્પનાએ કંપનીની બદલી તસવીર
કમાની ટ્યૂબ્સ લિમિટેડને ખોટમાંથી નફાના માર્ગ પર લઈ જનારી કલ્પના માટે જીવનનો આ સમય ખૂબ બદલાવ ભર્યો હતો. આ કંપનીની સ્થાપના પ્રખ્યાત ઉદ્યોગપતિ રામજી ભાઈ કમાનીએ 1960ના રોજ કરી હતી છતાં કેટલાક પારિવારિક ઝઘડા અને યૂનિયન બાજીના કારણે કંપની ખોટમાં જવા લાગી, ધીમે ધીમે કંપની સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ. પછી વર્ષ 2000માં કંપનીના કેટલાક મજૂર કલ્પના પાસે આવ્યાં અને કંપનીને ચલાવવાની વાત કહીં. કલ્પનાએ હાં તો પાડી દીધી, પરંતુ આ તેના માટે સરળ ક્યાં હતું? તેને સમજમાં નહતું આવી રહ્યું કે તે આટલા પૈસા ક્યાંથી લાવશે. તેના માટે તેણે 10 લોકોની એક ટીમ બનાવી અને યોજના તૈયાર કરી અને આઈડીબીઆઈ બેંકને દેખાડ઼ી. પછી વર્ષ 2000થી 2006 સુધી કેસ કોર્ટમાં ચાલતો રહ્યો અને 2006ના યોજના કામ આવી અને પછી કાનૂની રીતે કંપનીને ચેરપર્સન જાહેર કરવામાં આવ્યાં. ત્યારબાદ તે જ આ કંપનીના કામને જોવા લાગી અને આજે કંપની કરોડોમાં કમાણી લાગી છે.
મળી ચુક્યો છે પદ્મ શ્રી સન્માન
તમને જણાવી દઈએ કે કલ્પનાને તેની હાજરી માટે પદ્મ શ્રી સન્માન પણ મળી ચુક્યું છે. જોકે કલ્પનાનો ઈતિહાસ કોઈ બેંકિંગ લાઈનનો નથી રહ્યો છતાં તેણે કંપનીને ખૂબ યોગ્ય રીતે સાચવી. એટલા માટે સરકારે તેને ભારતીય મહિલા બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ કર્યાં. ખરેખર કલ્પનાની કહાની આપણે ઘણું બધું શીખાડે છે. જરૂરી નથીં કે સફળતા માટે તમારી પાસે ઉચ્ચ અભ્યાસ હોય કે પછી તમે અમીર હોય. બસ તમારી અંદર કઈ કરવાની ઈચ્છા અને સકારાત્મક વિચાર હોવા જોઈએ. ત્યારે તે તમે સપના પૂરા કરી શકો છો.