કિડનીમાં પથરી તમારા સ્વાસ્થય પર ખરાબ અસર નાંખે છે. પથરી થવી એ આજકાલ સામાન્ય થઇ ગઈ છે, ખોટા ખાન પાન અને જરૂરિયાત કરતા ઓછું પાણી પીવું પથરી થવાનું મુખ્ય કારણ છે. કિડની આપણાં શરીરનું મહત્વનું અંગ છે, માનવ શીરમાં બે કિડની હોય છે. જેનું કામ શરીરથી હાનિકારક ટોક્સિનને બહાર નીકળી શરીરમાં પાણીનું સ્તર અને અન્ય તરલ પદાર્થો, કેમિકલ અને મિનરલનું સ્તર યોગ્ય બનાવી રાખવાનું છે. કીડની શરીરમાં ફિલ્ટર તરીકે કામ કરીને પેશાબ દ્વારા વધારાના કચરાને બહાર નીકાળે છે જેથી લોહી શુદ્ધ થાય છે.
પથરી થવાનું જોખમ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધારે જોવા મળે છે, એક સર્વે મુજબ કિડનીની પથરી હોય તેવા દર્દીમાં 75 ટકા અને મૂત્રાશયની પથરી હોય તેવા દર્દીમાં 95 ટકા પુરુષોની સંખ્યા હોય છે. કિડનીમાં પથરી થવી એક ગંભીર બીમારી છે. તેમાં કિડનીની અંદર નાના-નાના અથવા મોટા સ્ટોનનું નિર્માણ થાય છે. કિડનીમાં એક સમયમાં એક અથવા વધું પથરી પણ થઈ શકે છે. નાની પથરી સામાન્ય રીતે તકલીફ વગર મૂત્રાશય દ્વારા શરીરથી બહાર નીકળી જાય છે. પરંતુ પથરી મોટી થઈ જાય (2-3 મિમી આકારની) તો તે મૂત્રવાહિનીમાં અડચણ લાવી શકે છે.
આ સ્થિતિમાં મૂત્રમાર્ગ, કમર અને પેટની આજુબાજુ અસહ્ય દુખાવો થાય છે જેને રીનલ કોલિક કહેવામાં આવે છે. આજના સમયમાં પથરીની સમસ્યા ખૂબ જ વધી રહી છે. પથરી ઘણી ખોટી ટેવના કારણે થાય છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે, તો આજના આ આર્ટીકલમાં તમને કીડનીની પથરીના લક્ષણો અને પથરી થવાની અમુક ખરાબ આદતો વિશે જણાવીશું.
કિડનની પથરી થવાના લક્ષણ : કિડનની પથરી થવા પર તમે પેટ, પીઠ અથવા કમરમાં અત્યંત દુખાવાનો અનુભવ કરો છો. આવું ત્યારે બને છે જ્યારે પથરી હલવા લાગે છે અને કિડનીમાં દબાણ બનાવનારા સંકીર્ણ પેશાબની નળીમાં અટકી જાય છે. જેવી જ રીતે પથરી હલે છે તો આ દર્દ પીઠથી કમર સુધી જઈ શકે છે. ઉપરાંત પેશાબનો રંગ બદલાવો, તાવ અને ઠંડી લાગવી, ઉબકા અને ઉલટી થવી, ખૂબ વધું થાક લાગવો વગેરે પણ પથરી હોવાના લક્ષણ છે. ચાલો જાણીએ કિડનીમાં ખૂબ ઝડપથી પથરી બનાવતી આ ખરાબ આદતો વિષે.
ચા-કોફીનું વધું સેવન : એક સશોધન અનુસાર જોવામાં આવ્યું છે કે જે લોકોમાં ચા-કોફી પાવીની આદત વધું હોય છે. તેને કિડનીમાં પથરી થવાની શક્યતા વધું રહે છે. ચા અને કોફીમાં ઓક્સોલેટનું પ્રમાણ વધું હોય છે અને આ પથરીનું નિર્માણ કરવામાં વધારે ભાગ ભજવે છે. તમારે ચા-કોફી બને ત્યાં સુધી ઓછી પીવી જોઈએ અને તેની જગ્યાએ પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન વધું કરવું જોઈએ.
ઓછું પાણી પીવું : ગરમીઓના દિવસોમાં તમારે ખુબ જ વધારે માત્રામાં પાણી અવશ્ય પીવું જોઈએ. ગરમીઓમાં લોકો ઘણીવાર આટલું પાણી પી પણ લે છે પરંતુ ઠંડીના દિવસોમાં લોકો પાણી નથી પીતા અથવા ખૂબ ઓછું પીવે છે. જ્યારે શરીરમાં પાણીનું પૂરતુ પ્રમાણ નથી હોતું તો કિડનીની યોગ્ય રીતે સફાઈ નથી થઈ શકતી અને સ્ટોન બનવા લાગે છે. દરેક લોકોને કિડનીમાં નાના નના કિડની સ્ટોન જરૂર હોય છે, જે રોજ યોગ્ય માત્રામાં પાણી પીવાથી સાફ થતુ રહે છે. પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી તે જ કિડની સ્ટોન ભેગુ થાય છે અને એક વિકરાળ રૂપ લઈ લે છે અને દુખાવાનું કારણ બને છે.
ફાસ્ટ ફૂડ : આજના સમયમાં ફાસ્ટ ફૂડનું ચલણ વધી ગયું છે, જુવાન લોકો સ્વાદની તરફ આગળ વધી રહ્યાં છે અને કેમિકલ અને મસાલેદાર વાળુ ભોજન ખાઈ રહ્યાં છે જે લાંબા સમયમાં તેની હેલ્થને ખરાબ કરી રહ્યું છે, વધું નમક, મસાલા વાળો ખોરાક લેવાથી સૌથી પહેલા તે કિડનીને નુકસાન પહોચાડે છે અને કિડનીમાં પથરીનું કારણ બને છે. માટે તમારે પ્રયત્નો કરવા જોઈએ કે તમે જ્યાં સુધી બને ફાસ્ટ ફૂડનું ઓછું સેવન કરો. ઘરનું ભોજન તમારા માટે સહુથી ઉત્તમ છે અને ઘરનું ખાવાનું ખાવું તંદુરસ્ત હોય છે અને તમારા શરીરને કોઈ પ્રકારની આડઅસર નહીં થાય.
વધારે પડતું પેકેજ્ડ ફૂડ ખાવાથી : યુવાઓ અને બાળકોમાં પેકેજ્ડ ફૂડનું ચલણ પણ ખૂબ વધી રહ્યું છે, પેકેજ્ડ ફૂડ પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે જેમાં ઘણાં પ્રકારના કેમિકલ, મીઠું, મસાલા નાંખવામાં આવે છે. એક અન્ય પ્રકારનું મીઠું હોય છે જેને અજીનો મોટો કહેવામાં આવે છે જે ખાવાનો સ્વાદ તો વધારે છે પણ કેન્સરની ગંભીર બીમારી પણ ગણાય છે. તેનો ઉપયોગ આ પેકેડ ફૂડમાં થઈ રહ્યુ છે અને આ કિડની સ્ટોન બનાવવાનું એક મુખ્ય કારણ પણ હોય છે એટલા માટે તમારે પેકેજ્ડ ફૂડનું સેવન બને તો ઓછું જ કરવું જોઈએ અથવા સાવ છોડી દેવું જોઈએ.
આમ, આ ખરાબ આદતોને ત્યજીને તમે કીડનીની પથરી જેવી ગંભીર સમસ્યાઓથી બચી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.