કોરોના મહામારીમાં આખી દુનિયા તેની ઝપેટમાં આવી ગઈ છે, સૌ કોઈ લોકો તેનાથી બચવા માટે અવનવા ઉપાય અજમાવી રહ્યાં છે. ત્યારે સાફ-સફાઈ તો દરેક તબક્કે ખૂબ જરૂરી વસ્તુ છે અને પછી તે તબક્કો કોરોના મહામારીનો હોય તો આ અનેક ગણુ વધુ જરૂરી બની જાય છે. એટલા માટે ઘરની અન્ય વસ્તુની જેમ જ રસોડામાં હાજર કેટલીક વસ્તુની સાફ-સફાઈ રોજ અથવા દર અન્ય દિવસ તો અવશ્ય કરવી જોઈએ. તો આવો જાણીએ રસોડામાં હાજર તે કઈ વસ્તુ છે જેને સ્વસ્છ રાખવી અત્યંત જરૂરી છે.
વોશ બેસીન : ઘણાંખરા લોકો વોશ બેસીનમાં વાસણ ધોતા હોય છે, પરંતુ વોશ બેસીનની ખાસ કરીને સાફ-સફાઈ નથી કરતા. તેને લાગે છે કે વાસણ ધોતા સમય વોશ બેસીન પણ સાફ થઈ જ જાય છે. પણ વોશ બેસીનની સફાઈ રોજ અલગ રીતે કરવી જોઈએ. વાસણ સાથે જ વોશ બેસીનમાં ઘણાં લોકો શાકભાજી-ફળ તો ધુએ જ છે ઘણીવાર હાથ પણ ધુએ છે, જેના કારણે વોશ બેસીનમાં કીટાણુ રહેવાની સંભાવના વધું રહી જાય છે. માટે આ નાની નાની બાબતોનું ખાસ ધ્યાન ખાવું જરૂરી છે.
પ્લેટફોર્મ : રસોડાના પ્લેટફોર્મ પર ભોજન બનાવવા સાથે અનેક પ્રકારની વસ્તુ રાખવાની જરૂર પડે છે. કરિયાણુના પેકેટ, શાકભાજી અને ફળ પણ લોકો હંમેશા પ્લેટફોર્મ પર જ રાખે છે. તેના પગલે પ્લેટફોર્મ પર પણ ગંદગી સાથે કીટાણુ રહેવાનો ભય પણ વધી જાય છે. તેની પણ નિયમિત રીતે સાફ-સફાઈ કરતી રહેવી જોઈએ.
ફ્રિઝ : પકાવેલું ભોજન હોય છે કે શાકભાજી, ફળ અને દૂધ-દહી, શરબત અને કોલ્ડ ડ્રિંક્સની બોટલ્સ, બધી વસ્તુ ફ્રિઝમાં જ રાખવાની હોય છે. એવામાં આ વસ્તુ સાથે પાણી અને બરફ નીકાળવા માટે પણ ફ્રિઝને ઘણીવાર સ્પર્શ કરવાની જરૂર પડે છે. કોઈના હાથથી કે પેકેટ અને બોટલ દ્વારા પણ કીટાણુ ફ્રિઝમાં પહોચી શકે છે. એટલા માટે ફ્રિઝની અંદર અને બહારની સફાઈ અત્યંત જરૂરી છે.
રસોડાનું કપડુ : રસોડામાં કામ કરતા સમય પછી કોઈ વાસણ લુછવાનું હોય કે પછી હાથ, અથવા કોઈ અન્ય સામાન. કિચનનું કપડુ દિવસમાં ન જાણે કેટલી વાર ઉપયોગ લેવાય છે. આ કપડું પછી ગમે તેટલું સાફ કેમ ન હોય તેને દરરોજ ધોઈને જ સાફ કરવું જોઈએ નહીં તેમાં પણ કીટાણુ રહેવાની સંભાવના વધી જાય છે.
ડસ્ટબિન : ડસ્ટબિન ભલે જ રસોડાનું હોય અને તમે કચરો નાંખવા માટે તેમાં હંમેશા પોલીથિનનો ઉપયોગ કરતાં હોય, છતાં ડસ્ટબિનને રોજ સાફ કરવાની આવશ્યકતા અત્યંત વધી જાય છે, કારણ કે તેમાં તમે દૂધ-દહીના પેકેટ, પ્લાસ્ટિકની થેલી, વધેલુ ભોજન, ફળ અને શાકભાજીની છાલ કે અન્ય કચરો નાંખો છો તો ડસ્ટબિનમાં પણ ઘણાં બધાં કીટાણુ જે દેખાતા નથી તે રહેવાની શક્યતા વધી જાય છે. એટલા માટે બધો કચરો ફેંકી દીધાં બાદ ડસ્ટબિનને સાફ કરવું જરૂરી હોય છે.
નમકદાની : દિવસભરમાં નમકદાનીમાં અનેક વાર હાથ લગાવવાની જરૂર હોય છે. ખાવાનું જ નહીં ફળ, દહીં અને છાશનું સેવન કરતા સમય હંમેશા આપણે મીઠુંનો ઉપયોગ કરીએ જ છીએ અને જરૂરી નથી કે દર વખતે આપણાં હાથ ધોયેલા જ હોય. તેની સાથે જ બહારથી આવેલા મહેમાન પણ તેનો ઉપયોગ કરે છે. એટલા માટે નમકદાની રોજ સાફ કરવી જોઈએ.
મિત્રો આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી કોરોના જેવી મહામારીથી બચી શકવાની સંભાવના રહે છે. નિયમિત રસોડાની સાફ સફાઈ થતી જ હોય છે પણ ક્યારેક આવી નાની બાબતથી પણ સાવધાન રેહવું જોઈએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા વિનંતી.
Image Source : www.google.com