ચીકનગુનિયા એક વાયરલ બીમારી છે. જે સંક્રાત્મક રોગ છે. આ રોગમા શરીરનું તાપમાન 39 ડીગ્રી સેલ્સિયસથી વધી જાય છે. આ રોગમાં હાથપગમાં નિશાન બની જાય છે. આ રોગ મચ્છરના કરડવાથી થાય છે. આ રોગ ભારત સહીત અમેરિકા, આફ્રિકા અને યુરોપ જેવા દેશોમાં ખુબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ચીકનગુનિયા શબ્દના આફ્રિકન અર્થ પ્રમાણે હાડકા તુટવા જેવો અર્થ થાય છે. આ રોગમાં સાંધા જકડાય જાય છે. જેથી વ્યક્તિ મરણપથારી પર સુઈ ગયો હોય તેવું લાગે છે. જો આ રોગ વૃદ્ધ લોકોને થયો હો તો તે વ્યક્તિ નબળાઈ સમજીને સારવાર માંડી વાળે જેથી આ રોગમાં મૃત્યુ પણ થાય છે. આ રોગ દરેક ઉમરના લોકોને થાય છે. આ રોગ 1952માં તંજાનીયામાં આ વાયરસની ભાળ મળી હતી અને આ RNA વાયરસ છે. અને 60 થી વધારે દેશોમાં જોવા મળે છે. આ રોગને આયુર્વેદિક જડીબુટ્ટીઓ દ્વારા ઈલાજ કરીને મટાડી શકાય છે.
ચીકનગુનિયાના કારણો: આ રોગ માદા એડીસ ઈજીપ્તિ મચ્છર અને એડીસ એલ્બોપિક્ટસ મચ્છર કરડવાથી થાય છે, આ મચ્છર દિવસમાં કરડે છે, જેમાં મુખ્યત્વે સવારના સમયે કરડે છે, અથવા તો બપોરના સમયે કરડે છે, જે ઘરની અંદર અને બહાર પણ કરડે છે, આ મચ્છર કોઈ આ રોગથી સંક્રમિત વ્યક્તિને કરડે ત્યારે તેની લાળમાં આ વાયરસ આવી જાય છે, અને તે બીજા વ્યક્તિને આ મચ્છર કરડે ત્યારે તે વ્યક્તિમાં ફેલાય છે. આ રોગથી પીડિત આગળના 7 દિવસ સુધી આ સંક્રમણ ફેલાવવા માટે સક્ષમ હોય છે.
ચીકનગુનિયાના લક્ષણો: આ રોગના લક્ષણો ડેન્ગ્યુને મળતા આવે છે, શરીરનું તાપમાન 390 થી વધી જાય છે, હાથ અને પગમાં ચાંદલા બને છે, સાંધા, માથું અને આંખોમાં દર્દ થાય છે, આ રોગમાં તાવ પર 2 થી વધારે દિવસ નથી રહેતો અને ઉતરી જાય, આ રોગ 2 થી 4 દિવસ સંક્રમણ ફેલાવવાનો સમય લાગે છે, પીઠમાં દુખાવો થાય, આંખોમાં પીડા કે દુખાવો થાય, ઊંઘ બરાબર આવતી નથી અને નિર્બળતા પણ આવે છે, ગળામાં ખરોશ પડે, આંગળીઓમાં વધારે દર્દ જોવા મળે છે. સાંધાનો દુખાવો અમુક મહિનાઓ સુધી રહે છે. જીવ મૂંઝાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે, માથાનો દુખાવો થાય છે. આ રોગને આયુર્વેદિક જડીબુટ્ટીઓ દ્વારા ઈલાજ કરીને મટાડી શકાય છે, તો ચાલો જાણીએ.
તુલસી: તુલસીના 10 જેટલા પાંદડાને અડધો લીટર પાણીમાં ઉકાળો. આ પાણી જ્યાં સુધી ઉકાળો કે જેમાંથી ઉકળીને પાણી માત્ર અડધું જ વધે. આ ઉકાળાને ગાળી લો અને આખો દિવસ ઘૂંટો. થોડા દિવસો સુધી આ તુલસીના ઉકાળાનું સેવન કરતા રહો. તુલસીના પાંદડા ખુબ જ પ્રભાવી હોય છે જે ચિકનગુનિયાના ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તે પાંદડા તાવને ઓછો કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ તુલસી વાયરસના જીવાણુંને રોકે છે.
નારિયેળ પાણી: થોડા દિવસો સુધી ૩ થી 4 ગ્લાસ નારિયેળનું પાણી પીવો. નારિયેળનું પાણી લીવર સાથે ચિકનગુનિયા વાયરસના માટે પણ શ્રેષ્ઠ ઉપાય પણ છે. નારિયેળનું પાણી પીવું સૌથી શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર છે કારણ કે તે દર્દીના લીવરને સાફ કરીને તેજીથી ઠીક કરવામાં મદદ કરે છે. તેની મેંગેનીઝ સામગ્રી સાંધામાં દર્દને મદદ કરે છે કારણ કે તે સોજો મટાડવાના એજેંટના રૂપમાં કામ કરે છે.
લસણ: લસણ એક એન્ટીઓક્સીડેન્ટ છે, જેના લીધે તેનાથી સાંધાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. લસણની 10 થી 12 કળીઓ લો અને તેનો પેસ્ટ બનાવીને પાણી સાથે આ પેસ્ટ બનાવી લો. આ પછી આ પેસ્ટને સાંધા વાળા દર્દ પરની જગ્યાએ લગાવો અને થોડા કલાકો સુધી છોડી દો. જેના લીધે તે ચીકનગુનિયાના સાંધાના દુખાવા મટાડીને લોહીના પ્રવાહને બહેતર કરે છે.
અંગુર દૂધ: થોડા બીજ કાઢેલા અંગુરને ચાવો સાથે દુધ પણ પીવો. તમે એક અથવા બે દિવસ સુધી દોહરાવી શકો છો. આ ઉપાય ચિકનગુનિયાના ગંભીર લક્ષણો જેવા કે દર્દ અને તાવથી રાહત આપે છે. અંગુરને ગાયના દૂધ સાથે લેવાથી ચીકનગુનિયા વાયરસ મરી જાય છે. અંગુરમાં આવેલા ફીનાલિકમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીવાયરલ ગુણ હોય છે.
લાલ મરચું: પાણીમાં ૩ મોટી ચમચી લાલ મરચાને 5 થી 10 મિનીટ માટે એક ડબલ બોયલર પર ગરમ કરો. જ્યારે એમાં અડધો કપ મીણ મેળવો અને અને લગાતાર હલાવતા રહો કે જ્યાં સુધીમાં મીણ સરખી રીતે ઓગળી જાય. બરાબર મીણ મિક્સ થયા બાદ આંચથી હટાવો અને અને આ મિશ્રણમાં 1 કપ જૈતુનનું તેલ મિક્સ કરો અને તેને રેફ્રીજરેટરમાં 10 મિનીટ માટે રાખો. આ પછી સાંધામાં લગાવો. આ પેસ્ટને એક વાયુ વિરોધી કન્ટેનરમાં 1 થી 2 અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો. લાલ મરચું કેપ્સેસીઈનમાં પરિપૂર્ણ હોય છે જે એક પ્રભાવી સોજો ઓછો કરવાના ગુણ ધરાવે છે.
હળદર: અડધી ચમચી હળદર પાવડરને એક ગ્લાસ ગરમ દુધમાં ભેળવો. એક ગ્લાસ દુધમાં સવારે અને એક ગ્લાસ દુધમાં સુતા પહેલા પીવો. હળદર મોટી બીમારીઓમાં ખુબ જ પ્રભાવી ઘરેલું ઉપચારમાંથી એક છે. હળદર ભારતનો એક લોકપ્રિય મસાલો છે. હળદરમાં કરક્યુમીન નામનું ઓક્સીડેન્ટ હોય છે જેના લીધે તે સોજો મટાડવાના ગુણ ધરાવે છે. જેના લીધે ચીકનગુનિયા મટે છે.
ગળો: ચીકનગુનીયાથી રાહત મેળવવા માટે ગળોનો જ્યુસ અથવા ગળોની કેપ્સુલ લઇ શકો છો. એક દિવસમાં આ 1 ગ્રામની માત્રામાં આ ઉપયોગ કરી શકાય છે. થોડા અઠવાડિયા સુધી આ જડીબુટ્ટીનો લગાતાર સેવન કરો. ખાસ કરીને તાવના ઈલાજમાં ગળોનો ઉપયોગ થાય છે, જે જીવાણું વિરોધી ગુણ ધરાવે છે જેના લીધે તે સંક્રમણથી રાહત મેળવવામાં સહાયતા કરે છે.
પપૈયાના પાંદડા: પપૈયાના તાજા પાંદડાનો ઉપયોગ ચીકનગુનિયાના લક્ષણોથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે. તેમાં એન્ટીમાઈક્રોબીયલ, એન્ટી મેલેરીયલ અને એન્ટીફંગલ પ્રભાવ મળી આવે છે. જે ચીકનગુનિયાના સંક્રમણને ઓછું કરવાનું કાર્ય કરે છે. સાથે જે તેમાં ઈમ્યુનોમોડ્યુલેટરી પ્રભાવ હોય છે, જે શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. તેના માટે થોડા પપૈયાના તાજા પાંદડાને નાના આકારમાં કાપીને અડધા ગ્લાસ પાણીમાં એક થી બે કલાક સુધી પલાળી રાખો, આ પછી તે પાણીને પીવડાવવાથી ચીકનગુનિયા મટે છે.
આમ, આ ઉપરોક્ત ઉપચાર કરવાથી ચીકનગુનિયાનો ઈલાજ કરવામાં ખુબ જ ઉપયોગી થાય છે. આ ઈલાજ દ્વારા કોઈ આડઅસર વગર શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારીને સાંધાનો સોજો અને જામેલા લોહીને શુદ્ધ કરીને ચીકનગુનિયાને મટાડે છે. આશા રાખીએ કે આ ઉપચારો ચીકનગુનિયાના રોગને મટાડવા ખુબ જ ઉપયોગી થાય.
Image Source : www.google.com