ગરમીની સીજનમાં મોટા ભાગના લોકો લીંબુપાણી પીવાનું પસંદ કરતા હોય છે. લીંબુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. લીંબુ પાણી શરીરને ઠંડક આપે છે સાથે જ શરીરની ચરબીને ઓછી કરીને વજન પણ ઘટાડે છે. જો તમારે વજન ઓછુ કરવું હોય તો લીબું એક એવું ફળ છે જે વજન ધટાડવા માટે ખુબ જ ઉપયોગી થશે. લીંબુમાં વિટામીન-C, સીટ્રીક એસીડ અને મિનરલ્સ વધારે માત્રામાં હોય છે. સવારે ખાલી પેટ લીંબુપાણી પીવાથી ઘણા પ્રકારના લાભ થાય છે, તેનાથી પાચનતંત્ર સારું રહે છે અને રોગપ્રતિકારક ક્ષમતા મજબુત બને છે. લીંબુ માત્ર વજન ધટાડવા જ નહિ પરતું પાચન સબંધી અનેક સમસ્યામાં લાભદાયી ફળ છે.
લીંબુપાણીનું સેવન વજન ઘટાડવા માટે ઘણા લોકો કરતા હોય છે. કારણ લીંબુપાણીમાં રહેલા પેક્ટીન ફાયબર શરીરમાં ભૂખ મટાડે છે, જેના કારણે વ્યક્તિ ભોજન, નાસ્તા અને ઓવરઈંટિંગ પર અંકુશ રાખી શકે છે અને વજનને નિયત્રણ કરી શકે છે. પાણીમાં લીંબુ નીચોડીને પીવાથી શરીરને વિટામીન-C, પોટેશિયમ અને ફાયબર મળે છે. (Benefits of Lemon Water).
સવારે લીંબુપાણીનું સેવન કરવાથી વજન ઘટે છે. ઘણા લોકો લીંબુપાણીમાં ખાંડ તથા મધ મિક્સ કરીને સેવન કરે છે, તો ઘણા લોકો ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવે છે પણ ચરબીમાં ઘટાડો થતો નથી. પરંતુ ત્યાં સુધી તમારી ચરબી નહિ ઘટે જ્યાં સુધી તમે લીંબુપાણીનું સેવન સાચી રીતે નહી કરો. તો ચાલો જાણીએ લીંબુપાણી બનાવવાની સાચી રીત અને તેનાથી થતા ફાયદા વિષે.
લીંબુપાણી બનાવતી વખતે ન કરો આ ભૂલો : જયારે તમે લીંબુપાણી બનાવો છો ત્યારે ખાંડ ઉમેરતા હોય છે, ખાંડ લીંબુપાણીનો સ્વાદ વધારે છે અને લીંબુની અસરને ઘટાડે છે જેનાથી વજનમાં ઘટાડો થવાના બદલે વધારો પણ થઇ શકે છે, માટે તમે ખાંડની જગ્યાએ મધ પણ ઉમેરી શકો છો.
જયારે તમે લીંબુપાણી બનાવો છો ત્યારે ગરમ પાણીમાં મધને સીધું જ મિક્સ ન કરવું જોઈએ, જયારે પાણી ઠંડુ પડી જાય ત્યારબાદ જ મધ ઉમેરવું, અને પછી જ તેમાં લીંબુનો રસ ઉમેરવો. અને હા આ પાણી ઠંડુ થઇ ગયા પછી ફરી ગરમ કરવું નહી એ વાતનું ધ્યાન રાખવું. આ બાબત નું ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે.
આ રીતે બનાવો લીંબુપાણી : તો ચાલો જાણીએ લીંબુપાણી બનાવવાની રીત વિષે. તમે જાણીને હેરાન થઇ જશો કે લીંબુની છાલ પણ વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. આ વાત ઘણા લોકો નથી જાણતા કે લીંબુની જેમ લીંબુની છાલ પણ ખુબ જ ઉપયોગી છે. ઘણા બધા લોકો લીંબુનો રસ કાઢીને છાલને ફેકી દેતા હોય છે, પરંતુ લીંબુની છાલમાં પણ 5 થી 10 ગણું વિટામીન-C હોય છે. આજે અમે તમને લીંબુની છાલ વજન ઘટાડવા માટે કેટલી મહત્વની છે એ જણાવવાના છીએ.
લીંબુને કાપતા પહેલા લીંબુની છાલને છીણી નાખો, આવું કરવા માટે જાડી છાલ વાળા લીંબુ પસંદ કરો જેથી છાલનો ભાગ વધારે મળે. લીંબુની છાલમાં રહેલું ઓઈલ જ વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. લીંબુ છીણતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે લીંબુની ઉપર રહેલી પીળા કલરની છાલને જ છીણવાની છે સફેદ કલરની પરત છે તેને છીણવાની નથી.
લીંબુની છાલને છીણ્યા બાદ તેને લગભગ 250 ml પાણીમાં ગરમ કરો. ગરમ પાણીને બીજા વાસણમાં લઇ તેમાં લીંબુની છાલનું છીણ ઉમેરી દો. ત્યાર બાદ તેને ઢાંકીને 5 મિનીટ ઠંડુ પાડવા દો. આ પાણી ઠંડુ પડ્યા બાદ તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી અને તેનું સેવન કરો. તેમાં સ્વાદ માટે અડધી ચમચી મધ પણ ભેળવી શકો છો. સવારે ખાલી પેટ સેવન કરવાથી વધારે ફાયદો થાય છે. લીંબુની છાલ પણ વજન ધટાડવા માટે એક ઔષધી સમાન જ છે.
લીંબુપાણી તો વજન ઘટાડવા માટે ઉપયોગી જ છે પરંતુ લીંબુપાણી કરતા લીંબુની છાલ વાળું પાણીના સેવનથી વધારે વજન ઘટાડવા માટે વધારે અસરકાર છે. રોજે સવારે આ રીતે લીંબુપાણી બનાવીને પીવાથી શરૂઆતના 10 દિવસમાં તમારા શરીરમાં અસર જોવા મળશે. માટે લીંબુની છાલનો ઉપયોગ કરીને તમે વજન ઘટાડી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આમ, નિયમિત લીંબુપાણીનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, આવી રીતે લીંબુ પાણી બનાવીને સેવન કરવાથી ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com