પાગલપણું કે ગાંડપણ એ એક માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ છે જેમાં વ્યક્તિ ડીપ્રેશન તણાવના કારણે ગાંડા જેવો થઇ જાય છે, સ્થાનિક ગામડાના લોકો આ રોગને વળગાડ સમજે છે. આ રોગમાં ખુબ જ ખુશ થવું અને ખુબ જ નારાજ થવાનો મુડ હોય છે. આ રોગમાં વ્યક્તિની વ્યવહાર અને વિચારમાં અચાનક વિરુદ્ધ થઈ જાય છે. આ રોગમાં વ્યક્તિની ભાવનાઓમાં બદલાવ આવે છે. વ્યક્તિનું વર્તન વ્યક્તિએ અજુગતુ લાગે છે.
પાગલપણું કે ગાંડપણના કારણો: ગાંડપણનું દર્દ થવામાં શરીરના વાયુ, પિત, કફદોષ, ત્રિદોષ, માનસિક આઘાત તથા ઝેરની અસરના કારણે થઈ શકે છે. જે તે દોષ સમજી તેનો યોગ્ય ઉપચાર કરવાથી, દર્દીને ધીરે ધીરે સારું થઈ શકે છે. ગાંડપણ એક એવી માનસિક બીમારી છે, જે ડીપ્રેશનના કારણે થાય છે. ચિંતા અને ભયના કારણે પણ આ રોગ થાય છે. અચાનક બનેલી ઘટનાઓથી પણ આ રોગ થાય છે.
પાગલપણું કે ગાંડપણના લક્ષણો: આ રોગમાં વ્યક્તિ પોતાની વાત વધારી વધારીને કરે છે. મોટી મોટી વાતો કરે છે અને તેમજ દેખાડો કરવાની કોશિશ કરે છે. કોઈ તેના વખાણ કરે તો ફુલાઈ જાય છે, તેની વાત ખોટી સાબિત કરવામાં આવે તો તે નિરાશ થઇ જાય છે. અલગ ઢંગથી કપડા પહેરે, અજાણ્યા વ્યક્તિ સાથે વધારે વાતો કરવા લાગે, મામુલી વાતમાં પણ જરૂરથી વધારે ખુશ થઇ જાય, વધારે ખાવાની ઈચ્છા થાય, કામમાં વધારે તત્પરતા દેખાડે, ઊંઘ ન આવવી અને ઊંઘની આવશ્યકતા પણ મહેસૂસ નહિ કરવી, આ સાથે તેના માનસિક ભાવોમાં થોડા સમય બાદ બદલાવ આવે, આ રોગમાં સપડાયેલ વ્યક્તિ ભ્રમ, કાલ્પનિક ઘટના અથવા મિથ્યા વાતોને સાચી માનવા લાગે છે. જે ક્યારેય ચુપ નથી રહી શકતો અને ક્રોધથી ભરાઈ જાય છે. આ રોગનો આયુર્વેદિક ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા મટાડવાના ઉપચારો અમે અહિયાં બતાવીએ છીએ.
કોળું: કોળાનો રસ 10 ચમચી, બ્રાહ્મીના પાનનું ચૂર્ણ કે રસ, તથા કઠ(ઉપલેટ)નું ચૂર્ણ 3-3 ગ્રામ સાથે મેળવી, તેમાં મધ કે સાકર ઉમેરી, રોજ દર્દીને સવારે અને સાંજે આપવાથી આ રોગ મટે છે. દરરોજ કોળાના બીજનું 3 ગ્રામ ચૂર્ણ તાડની ડાળીના રસ અથવા શંખાવળીના ચૂર્ણ 3 ગ્રામ અને વજ ચૂર્ણ 1 ગ્રામ મિલાવી, દૂધ કે મધમાં દિવસમાં 2 થી ૩ વખત દર્દીને નિયમિત લાંબો સમય સુધી આપવાથી પાગલપણામાં લાભ થાય છે.
મરી: વાયુના દોષથી થયેલા ગાંડપણમાં નગોડ રસ 5 ગ્રામ, મરી ભૂકી 5 ગ્રામ, મેથીનો ભૂકો 5 ગ્રામ અને ચોખ્ખી હિંગ 5 ગ્રામ એક કાચની શીશીમાં બધું એકત્ર કરી લો. આ દવા 5 ગ્રામ સવારે અને સાંજે ગરમ દુધ કે પાણી સાથે નિયમિત લાંબો સમય સુધી આપવાથી, ધીરે ધીરે આ રોગમાં લાભ થશે.
બદામ: બદામના 7 થી 8 કળીને લાવીને તેને એક કટોરી દુધમાં રાત્રે પલાળી દો. સવારે ઉઠ્યા બાદ આ બદામને લઈને તેની ઉપરથી છાલો ઉતારી લો. છાલો ઉતારી લીધા બાદ બદામને પાણી સાથે વાટીને દુધમાં ભેળવીને પીવો. જેનાથી પાગલપન કે ઉન્માદનો રોગ નાબુદ થાય છે.
લીંડીપીપર: લીંડી પીપર, કાળા મરી, સિંધાલુણ, ગાયનું ગોલોચન સરખા ભાગે લઈ, તેનું ખુબ જ બારીક ચૂર્ણ બનાવીને તેને મધમાં ભેળવી, દર્દીની બંને આંખમાં દરરોજ અંજન કરવું. આ સાથે ખાવાની દવા પણ આપવાથી લાભ થાય છે.
સર્પગંધા: સર્પગંધાનું ચૂર્ણ 2 ગ્રામ, કિરમાણી અજમો 1 ગ્રામ, જટામાંસી ચૂર્ણ 2 ગ્રામ અને કાળા મરી ચૂર્ણ 1 ગ્રામ લઈને ચૂર્ણ કરી, તેમાંથી 5 ગ્રામ દવા દરરોજ ગુલાબજળ કે કોળાના રસ સાથે અથવા દૂધ સાથે સવારે અને સાંજે રાત્રે આપવું.
બ્રાહ્મી: બ્રાહ્મી, રાસ્ના, કરિયાતું, ચવક, માલ કાંગણી, લીંડી પીપર, સુંઠ, ગંઠોડા, અજમો તથા હિમેજ સરખા ભાગે લઈ જાડો ભૂકો બનાવી, તેનો 20 ગ્રામ ભૂકો 200 ગ્રામ પાણીમાં ઉકાળી, 1 કપ બાકી રાખી, તેના બે ભાગ કરી, દર્દીને તે સવારે અને સાંજે તેમાં મધ કે ગોળ ઉમેરી લાંબો સમય સુધી આપવાથી લાભ થાય છે.
શંખાવળી: શંખાવળી, કોળાના બીજના મીંજ, કઠ (ઉપલેટ), વજ, જેઠીમધ, ગોરખ મુંડી, બ્રાહ્મી તથા હિમેજ સરખા ભાગે લઈ, તેનું ચૂર્ણ કરી, ગોળ અથવા મધ ભેળવીને, તેની ગોળીઓ વટાણા જેવડી બનાવીને, દર્દીને 3-3 ગોળી દિવસમાં 3 વખત આપવી.
ગોરખમુંડી: ગોરખ મુંડી 20 ગ્રામ, છાંયે સૂકવેલ લીંબુનાં છોડા અથવા આમલીના પાન 100 ગ્રામ, વજ 25 ગ્રામ, પીપળાની જટા 25 ગ્રામ, કાળા મરી 25 ગ્રામનું ચૂર્ણ કરી દરરોજ 5 ગ્રામ દવા કોળાના રસ, મધ અને ઘી સાથે વારા ફરતી આપવી. આ ઉપાયની ઔષધિઓનું ચૂર્ણ સવારે મધમાં, બપોરે કોળાના રસમાં, રાત્રે ઘી સાથે આપવાથી ગાંડપણ મટાડે છે.
સફેદ ચંદન: સફેદ ચંદનની કટકીઓ લઈને તેનું ચૂર્ણ બનાવી નાખો. આ ચૂર્ણ 3 ગ્રામની માત્રામાં લઈને 60 ગ્રામ ગુલાબજળમાં નાખીને રાખો. સવારે ઉઠીને આ બધાને ઉકાળીને, મીસરી ભેળવીને પીવાથી ઉન્માદ રોગ મટે છે.
આમ, આ ઉપરોક્ત ઉપચારો કરવાથી પાગલપણ, ઉન્માદ, ગાંડપણ, ચિત્તભ્રમ જેવા રોગો નાબુદ થાય છે. આ મગજની ગાંડપણની તકલીફ દુર કરવા માટે આ ઉપચાર ખુબ જ ઉપયોગી છે અને તે ઉપચાર મગજને શાંતિ આપે છે અને સાથે બીજા મસ્તિષ્ક રોગોને પણ દુર કરે છે. આશા રાખીએ કે આ માહિતીના દ્વારા ગાંડપણ જેવી તકલીફ તમારા પરિવારમાં જે કોઈને થઈ હોય તેમાંથી છુટકારો અપાવશે.