આજના આ આર્ટીકલમાં અમે કેસર વિષે વાત કરવાના છીએ, આયુર્વેદની દ્રષ્ટીએ કેસર એ ખુબ જ કીમતી વસ્તુ છે. કેસરને જાફરાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વિશ્વનો સૌથી મોંઘો મસાલો છે. એક અનુમાન મુજબ ભારતમાં કેસરનો ભાવ 100 રૂપિયાથી 400 રૂપિયા પ્રતિ 1 ગ્રામ સુધીનો હોય શકે છે. કેસરના ફૂલનું વૈજ્ઞાનિક નામ Crocus Sativus છે, જેમાંથી સૂકાયેલો આગળનો ભાગથી કેસર નીકાળવામાં આવે છે. કાશ્મીરી કેસરને વિશ્વમાં સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત ઈરાન અને બલખ-બુખારા દેશમાંથી પણ સારી ગુણવત્તાની કેસર પ્રાપ્ત થાય છે. કેસરનો ઉપયોગ ઘણા આરોગ્ય સમસ્યાઓ માટે થાય છે. કેસરનું સેવન યોગ્ય માત્રામાં કરવું જેમ કે દરરોજ માત્ર 1થી 2 ગ્રામ કેસરનું સેવન કરવું જોઈએ. તેનાથી વધારે સેવન કરવાથી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. જેથી વધુ માત્રામાં પણ કેસરનું સેવન ન કરવું.
કેસર ક્રોકસ સેટાઈવસ નામના ફૂલમાંથી નીકળ્યા પછી મેળવવામાં આવે છે. કેસરનો ઉપયોગ હંમેશાં આપણા ઘરોમાં થાય છે પરંતુ ક્યારેય પણ આપણે તેના પર વધારે ધ્યાન નથી આપ્યું. કેસરમાં પ્રોટીન, પોટેશિયમ, ફાયબર, આયર્ન, વિટામીન-C અને વિટામીન-A જેવા પોષકતત્વો મળી આવે છે, માટે જ તેના સ્વાસ્થ્ય લાભ તમને અનેક બીમાર થવાથી બચાવે છે અને ઘણી બીમારીઓથી રક્ષણ પણ આપશે. તમે સુતા પહેલા રાત્રે દરરોજ કેસર અને દૂધનું સેવન કરી શકો છો જે તમને તેના સક્રિય ફાયદા બતાવશે. આયુર્વેદિક ડોક્ટર ડો. અબરાર મુલ્તાનીના મતે, કેસરનું સેવન પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ખૂબ ફાયદાકારક છે. તેમજ, નાના બાળકોમાં કેસરનો ઉપયોગ તેમને શરદી અને ખાંસીથી બચાવવા માટે પણ કરી શકે છે. ચાલો જાણીએ દૂધ સાથે કેસરના સેવનથી થતા ફાયદા વિષે.
માથાનો દુખાવો : કેસર તાવ, શરદીને દૂર કરવામાં મદદ કરે છે. એક ગ્લાસ દૂધમાં ચપટી કેસર અને મધ નાખીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે. માથાના દુખાવાની સમસ્યામાં ઘીમાં કેસર અને ખાંડ નાખીને પકાવો ત્યારબાદ તે ઠંડુ થાય એટલે આ ઘીના 1-2 ટીપાં નાકમાં નાંખો. આમ કરવાથી માથાના દુખાવામાં તરત જ આરામ મળશે.
હેલ્ધી હાર્ટ માટે : કેસરવાળું દૂધ પીવાથી હૃદયને તંદુરસ્ત રાખી શકાય છે, દૂધ અને કેસર એક સાથે પીવાથી તેમાં હાજર ક્રોસેટિન નામનું તત્વ શરીરમાં હાજર કોલેસ્ટ્રોલનું સ્તર જાળવી રાખે છે અને હૃદય સંબંધિત રોગોને રોકવામાં મદદ કરે છે.
જાતીય સ્વાસ્થ્ય : પુરુષોને ઘણી પ્રકારની જાતીય સમસ્યાઓ થાય છે જેના કારણે તેમનું લગ્ન જીવન પણ ખૂબ નિરાશાજનક રહે છે. જ્યારે દૂધ અને કેસરનું સેવન કરવાથી પુરૂષ શક્તિ ઘણી જાળવી શકાય છે. આવું એટલા માટે શક્ય છે કારણ કે કેસરમાં સ્પર્મ મોટિલિટી અને ગતિશીલતાના તત્વને કારણે કેસરમાં જાતીય ઉત્તેજના વધવાના ગુણ પણ છે.
તંદુરસ્ત મન માટે : આયુર્વેદિક નિષ્ણાતોના મતે કેસરનું સેવન કરવાથી તમારું મગજ તીવ્ર બને છે. આ સાથે ઉંમર વધવા સાથે વૃદ્ધોના મગજમાં બનનારા અમીલોઇડ બીટાને અટકાવીને તે અલ્ઝાઇમર અને નબળી યાદશક્તિથી પણ રાહત આપે છે. મનને સ્વસ્થ રાખવા માટે તમે કેસર દૂધનું સેવન કરી શકો છો.
ચહેરાના રંગને હળવા બનાવવા : કેસરમાં રહેલાં ઔષધીય ગુણ સ્કિનને ડિટોક્સ કરે છે અને સાથે જ સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં પણ મદદ કરે છે. કેસરમાં વિટામિન, એન્ટી-ઓકિસડન્ટો વગેરે વિપુલ પ્રમાણમાં હોય છે, જે ચહેરાની ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેના એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ ખીલને અટકાવવામાં મદદ કરે છે. સાથે જ, તે ચહેરાની દાગ પણ હળવા કરે છે. આ માટે કેસરને શુધ્ધ પાણીમાં પલાળો અને ત્યારબાદ તેમાં બે ચમચી હળદરનો પાઉડર ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. કેસરનું દૂધ પીવાથી ખીલ જેવી સમસ્યાઓ જડથી દૂર થઈ જાય છે.
શરદી અને ફ્લૂથી રાહત આપે : ડોક્ટર અબરાર મુલ્તાનીના મતે, જો કોઈને શરદી અથવા ઉધરસ થઈ જાય છે, તો કેસરનો ઉપયોગ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. કેસરની ખૂબ જ ગરમ તાસીર હોય છે અને તેમાં હાજર crocetin, safranal અને kaempferol નામના એન્ટી-ઓકિસડન્ટ્સ તમને ઠંડી અને શરદી સામે લડવામાં મદદ કરી શકે છે.
અસ્થમા : જેમ તમે જાણો છો કે કેસરમાં એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણધર્મો છે, જે ફેફસામાં બળતરા અને સોજા જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે શ્વાસની નળી સોજા અને બળતરાથી મુક્ત થઈ જાય છે, જેથી દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા નથી. કેસરનું સેવન કરવાથી અસ્થમાનું જોખમ પણ ઓછું થઈ શકે છે.
આમ,રાત્રે દરરોજ દૂધ સાથે કેસરનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે, તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે દૂધ સાથે કેસરનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.