ઘઉના જવારા છોડને પોષકતત્વોનું ઘર માનવામાં આવે છે, તે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે, માટે જ આયુર્વેદમાં તેનું ખુબ જ મહત્વનું છે. ઘઉના જવારામાં આયોડીન, સેલેનીયમ, ક્લોરોફીલ, જિંક, લોહ અને ઘણાબધા વિટામીન હોય છે. જે શરીરમાં કોઈ ઝેરી પદાર્થ ઘર કરી ગયો હોય તો ઘઉના જવારાના રસનું સેવન કરવાથી આ તકલીફ દુર થાય છે. મોટાપણાની સમસ્યાથી તમે પરેશાન છો તો તે ખુબ જ ઉપયોગી ઔષધી છે. ઘઉંના જવારાના રસના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. ઘઉંના જવારાથી થતા આ અઢળક ફાયદાથી પોષકતત્વોનું ઘર કેહવામાં આવે છે.
ઘઉંના જવારાનું વિજ્ઞાનિક નામ ટ્રીટીકમ એસ્થિવમ (Triticum aestivum) છે. જ્યારે તેને અંગ્રેજીમાં વીટ ગ્રાસ (wheatgrass) કહેવામાં આવે છે. જે વિશેષ રૂપથી રોગ પ્રતિકારક પ્રણાલીને સશક્ત કરવામાં અને કેન્સર જેવી બીમારી સામે લડવા માટે મદદ કરે છે. પહેલી વખત ઘઉના જવારાનો ખ્યાલ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે પશ્વિમી દેશોના લોકોએ 1930માં તેનું સેવન કર્યું. ઘઉના જવારા મોટાભાગે ઘઉના છોડના વધવા પર અને ભૂરા રંગમાં બદલતા પહેલા કાપી લેવામાં આવે છે.
આ રીતે બનાવો ઘઉંના જવારાનું જ્યુસ : ઘઉંના જવારાને કાપીને બરાબર ધોઈ નાખો, ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરીને મીક્સરમાં બ્લેન્ડ કરી લો, ત્યારબાદ તેને સ્વસ્છ કપડા વડે ગાળીને પીવો, આ રસ હમેશા તાજો જ પીવો જોઈએ કારણ કે ત્રણ કલાક પછી તેના પોષક તત્વો નાશ પામે છે. ચાલો જાણીએ ઘઉંના જુવાર તથા તેના જ્યુસના સેવનથી થતા ફાયદા વિષે. (Health Benefits of Wheatgrass).
કેન્સર : કેન્સર જેવી ખતરનાક બીમારીઓથી બચવા માટે રોજ કરો ઘઉંના જુવારના જ્યુસનું સેવન. જવારાના રસપાનથી કેન્સર જેવી બીમારીને મટાડી શકાય છે. આ જ્યુસના સેવનથી કેન્સર સેલ્સ ખુબ જ જલ્દીથી નષ્ટ થઇ જાય છે અને નવા સારા સેલ્સ ખુબ જલ્દી શરીરમાં બનવા લાગે છે, લોહીનું કેન્સર હોય તો પણ ઘઉંના જવારાના રસથી એ કેન્સરનો દર્દી સારો થાય છે. પરંતુ આ પ્રયોગ છ મહિના સુધી ચાલું જ રાખવો જોઈએ. કેન્સરના દર્દીને જો નિયમિત 2-2 કલાકના અંતરે સો ગ્રામ સુધી ઘઉંના જવારાનો રસ પીવામાં આવે તો આ રોગ ઘણા અંશે નાબૂદ થાય છે. લાંબા સમય સુધી આ જ્યુસનું સેવન કરવાથી કેન્સરની બીમારીમાં ખુબ જ લાભ થાય છે.
બ્લડપ્રેસર: તે લોહીમાં લાલ રક્તકોશિકાઓની સંખ્યાને વધારે છે અને બ્લડપ્રેસરને નિયંત્રિત કરીને લોહીના સ્તરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઘઉંમાં જ્વારમાં આવેલા ક્લોરોફિલ વધારે બ્લડપ્રેસર અને ધમનીઓનો સખ્ત રાખવામાં મદદ કરે છે. તેમાં ઓક્સિજનની માત્રા વધારે હોય છે, તેના સાથે તે લોહીની વાહિકાની દીવાલોને સાફ કરવામાં પણ મદદ કરે છે. તેના અતિરિક્ત, તે લોહીન શુદ્ધ કરે છે જેનાથી બ્લડપ્રેસર ઓછું કરવામાં સહાયતા મળે છે. તે શરીરમાં હ્રદયરોગ થવાની સંભાવનાને ઓછી કરે છે.
એસીડીટી: ઘઉંના જવારા સ્વાભાવિક રીતે ક્ષારીય હોય છે જે પેટમાં સમસ્યા ઉત્પન્ન કરી રહેલી એસીડીટીનો નાશ કરીને તમારી પરેશાનીનું સમાધાન કરે છે. તે શરીરમાંના પી.એચ. સ્તરને સંતુલિત કરીને સમગ્ર સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે. ઘઉંના જવારાનું જ્યુસ પીવાથી એસીડીટીની સમસ્યા ઠીક થઈ શકે છે. તે ઝાડા જેવી પરેશાનીને ઠીક કરવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા: ઘઉના જવારામાં ખુબ જ માત્રામાં ફાઈબર હોય છે જેના કારણે તે શરીરનું વજન ઓછું કરવામાં મદદ કરે છે. તે શરીરમાં જંકફૂડ દ્વાર વધી ગયેલી ચરબીને ઘટાડવામાં ઉર્જા પ્રદાન કરે છે. જેનાથી તમે વધારે કસરત કરી શકશો અને વજન ઓછું કરવામાં સહાયતા થશે. માટે તમાર ડાયટ પ્લાનમાં આ ઘઉંના જવારાને સામેલ કરો અને સ્વસ્થ વજનનો લાભ ઉઠાવો. આ સિવાય તેનો પાવડર તમારી થાઈરોઈડ ગ્રંથીને ઉત્તેજિત કરીને વજનને નિયંત્રિતમાં રાખવામાં મદદ કરે છે. ઘઉંના જ્વારાનો પાવડર જ્યુસમાં ભેળવીને પી શકાય છે, જે સ્વાદિષ્ટ પણ છે અનેક સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે.
કબજિયાત: તે ફાઈબરનો સારો સ્ત્રોત છે જે કબજીયાત માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘઉંના જવારા શરીરમાં મેટાબોલીઝમ ક્રીયાઓને ઉત્તેજિત કરીને મળત્યાગ ક્રિયાઓને આસાન બનાવે છે. તે મળત્યાગ ક્રિયાને વિનીયમિત કરીને કબજીયાત પર રોક લગાવે છે અને તે રેકટલ બ્લીડીંગથી બચાવે છે. અમેરીકન કેન્સર સોસાયટી અનુસાર ઘઉના જ્વારના પાવડરમાં ઘણા એલ્કલાઈન ખનીજ હોય છે, જે અલ્સર, કબજીયાત અને ઝાડાથી રાહત આપવામાં મદદ કરે છે. ઘઉંના જુવારામાં મેગ્નેશીયમની વધારે માત્રા હોય છે જે કબજીયાતને ઠીક કરે છે.
ચામડી સ્વાસ્થ્ય: અલ્ટ્રાવાયોલેટ કિરણના વધારે સમ્પર્કમાં આવવાથી તમારી ચામડીમાં નુકશાન પહોંચી શકે છે. તે સૂર્યના તાપનું કારણ બની શકે છે. સુર્યતાપ દર્દનાક હોવાની સાથે તે લાંબા સમય સુધી રહેવાથી કેન્સરનું કારણ પણ બની શકે છે. આ માટે આ પ્રકોપથી બચવા માટે ઘઉના જ્વારાનો પાવડર પાણી સાથે ભેળવો. જેને પ્રભાવિત આ મિશ્રણને લગાવો. લગાવ્યા બાદ તેને 5 થી 10 મિનીટ સુધી ચહેરા પર રહેવા દો. અને પછી મોઢાને ધોઈ લો. સૂર્યના આ સનબર્નથી રાહત મેળવવા માટે અઠવાડિયામાં બે વખત આ પ્રક્રિયા કરવી. ઘઉંના જવારાના રસથી ચામડીના બધા જ રોગો સારા થાય છે. ખંજવાળ, સૂકું અને લીલું ખરજવું, ચામડી કાળી પડવી, દાદર-દરાજ વગેરે ચામડીના રોગો પણ ઘઉંના જવારાના રસથી મટે છે.
સોજો ઉતારે: શરીરમાં ઈજા કે સંક્રમણથી રક્ષણ મેળવવા માટે રોગ પ્રતિકારક શક્તિ દ્વારા સોજો, હ્રદય રોગ અને ઓટોમ્યુન્યૂન જેવી સ્થિતિઓમાં હોય છે. ઘઉના જવારા અને તેમાં સામેલ ઘટક, સોજાને ઓછો કરવામાં મદદ કરી શકે છે. આંતરડામાં સોજો જેવી સમસ્યા ધરાવતા લોકોમાં ઘઉના જવારાનું જ્યુસ પીવાથી સારો પ્રભાવ પડે છે.
સાઈનસ રોગ: ઘઉના જવારા સાઈનસના ઈલાજ માટે પ્રભાવશાળી થઇ શકે છે કારણ કે તે રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. ઘણા લોકો સાઈનસના ઈલાજ માટે ઘઉના જ્વારાનો રસ નાકમાં નાખે છે. કારણ કે તે ટોક્સીન્સને ખેંચીને સાઈનસને સાફ કરી શકે. આ રોગના ઈલાજમાં તમે ઘઉના જ્વારાનો જ્યુસ પણ પી શકો છો અને સાઈનસમાં રાહત મેળવી શકો છો.
ઝેરીલા પદાર્થોની અસર ઘટાડે : શરીરને ઝેરીલા પદાર્થોથી મુક્ત કરવું ખુબ જ મહત્વનું છે. નહિતર તે અન્ય શરીરની બીમારીઓનું ઘર બની જાય છે. ઘઉંના જ્વારાનું જ્યુસ અથવા પાવડરના રૂપમાં સેવન કરવાથી જેમાં વધારે પ્રમાણમાં ક્લોરોફીલ હોય છે. જે શરીરમાં ડીટોકસીફીકેશનની ક્રિયાને અંજામ આપવામાં સહાયક હોય છે, તે લોહીમાંથી ઝેરી પદાર્થને દુર કરે છે અને સાથે તે શરીરની બધીજ કોશિકાઓમાં ઓક્સિજનની આપૂર્તિને વધારે છે.
મુખના રોગ: ઘઉંમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીમાઈક્રોબીયલ ગુણ હોય છે જે મોઢાના સવાસ્થ્યને સુધારી શકે છે, ઘઉના જ્વારના રસથી કોગળા કરવાથી મોઢું, દાંત અને પેઢામાં ઉપસ્થિત બધા જ કીટાણુંઓનો નાશ થઇ જાય છે અને ખુબ જ તાજગી મહેસુસ થાય છે. ઘઉના જ્વારમાં ક્લોરોફીલ આવેલું હોય છે, જે માઈક્રોબીયલ ગુણોનો એક સ્ત્રોત છે. તમે મોઢાની દુર્ગંધથી પરેશાન છો તો 4 થી 5 ઘઉના જવારા મોઢામાં રાખીને ચાવો અને દિવસમાં બે વખત અવશ્ય બ્રશ કરો. તેનાથી તમારી આ સમસ્યાનું સમાધાન માત્ર 5 જ દિવસમાં થઇ જશે. ઘઉના જ્વારાનો પાવડરથી માલીશ કરવાથી પેઢામાંથી નીકળતું લોહી બંધ થઇ જશે.
ઉલ્ટી-ઉબકા: ઘઉના જ્વારાના સેવનથી શરીરને સ્વચ્છ અને ઝેરીલા પદાર્થોથી દુર રાખે છે. ઘઉના જવારાનું જ્યુસ પીવાથી બધો જ કફ મળ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. જ્યારે કફ અને શરદી વખતે થતા ઉબકા આ ઈલાજથી ઠીક થાય છે.
ઘડપણના લક્ષણોને ઘટાડે: ઘડપણ એક એવી સમસ્યા છે જેને આવવાથી કોઈ રોકી શકતું નથી અને લોકોને સમયના બદલાવનું નામ આપીને તેને અપનાવવું જ પડે છે. પરંતુ તે સ્થિતિ ખુબ જ દુઃખદાયક છે જ્યારે સમય થયા પહેલા જ ઘડપણના લક્ષણો વર્તાવા લાગે. જો કે આ સમસ્યાથી મુંઝાવાની કોઈ જરૂરીયાત નથી કારણ કે આ સમસ્યા ઘઉના જવારા દ્વારા દુર કરી શકાય છે. ઘઉંના જ્વારમાં ક્લોરોફીલ હોય છે જે શરીરને કાર્ય કરવાની ક્ષમતા આપે છે અને ઘડપણને દેખાડનારા પદાર્થોની રફતારને ધીમી કરે છે.
આમ, ઘઉના જુવારા ખુબ જ ફાયદાકારક છે, જે ઘણીબધી બીમારીઓને ઠીક કરે છે. આ સમગ્ર રોગો સહીત બીજા ઘણા રોગો માટે પણ ઘઉના જુવારાનો રસ ઉપયોગી થાય છે, માટે જ વ્રતમાં વર્ષોથી ઘઉના જુવારાનું પૂજન કરવામાં આવે છે. સાથે ઘઉં કુદરતી વનસ્પતિ હોવાથી કોઈ આડઅસર કરતા નથી. આશા રાખીએ કે આ ઘઉના જુવારાના આટલા ફાયદાઓ વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને તમે આ માહિતી દ્વારા ઉપરોક્ત રોગમાંથી રાહત મેળવી શકશો.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.