આમ તો દરેક મોસમમાં નાની મોટી બીમારીઓ કોઈને પણ થઈ શકે છે, પરંતુ ગરમીની ઋતુ પોતાની સાથે અનેક ખતરનાક બીમારીઓ લઈને આવે છે. આ મોસમમાં થોડી પણ બેદરકારી રાખી તો સ્વાસ્થ્ય પર ભારી પડી શકે છે. વાસ્તવમાં કેટલીક બીમારીઓ છે જે મોસમ પ્રમાણે જ આવે છે, જેમ કે શિયાળમાં ઠંડી, કફ, ફ્લૂ સામાન્ય લક્ષણ છે, ત્યારે ચોમાસુ આવાત જ ડેગ્યુ મેલેરિયા વગેરેનો ખતરો વધી જાય છે તે જ પ્રમાણે ગરમીમાં ડાયરિયા, ફૂડ પોયજનિંગ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. એટલું જ નહીં આ મોસમામ જ તીવ્ર તડકો અને પરસેવાના કારણથી હીટ સ્ટોક, ડિહાઈડ્રેશનથી પણ લોકો બીમાર પડે છે. એવામાં અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે ગરીમમાં તમે કઈ સિજનલ બીમારીની ઝપેટમાં આવી શકો છો અને તેનાથી કઈ રીતે બચી શકાય.
લૂ લાગવી : લૂ લાગવી એટલે હીટ સ્ટ્રોક. તેને મેડિકલ ટર્મમાં હાઈપરથર્મિયા કહેવામાં આવે છે. ગરમીની ઋતુમાં થનારી સૌથી સામાન્ય બીમારીમાંથી આ એક છે. જો તમે લાંબા સમય સુધી તેજ ધડકામાં રહો છો તો તમે લૂની ઝપેટમાં આવી શકો છો. ઈન્ડસ હેલ્થ પ્લસના મુજબ, લૂ લાગવાથી માથામાં તીવ્ર પીડા, તાવ, ઉલ્ટી, તેજ શ્વાસ લેવી, ચક્કર આવવા, નબળાઈ અનુભવવી અથવા બેભાન થવું જવું, યૂરિન ઓછું થવું, જેવા લક્ષણ આવે છે. લૂથી બચવા માટે ક્યારેય પણ ખાલી પેટ બહાર ન નીકળો. હાઈડ્રેટ રહોઅને જ્યા સુધી બની શકે પોતાને ઢાંકીને તડકામાં જાઓ.
ફૂડ પોઈજનિંગ : ફૂડ પોઈજનિંગ પણ ગરમીઓમાં થનારી એક સામાન્ય સમસ્યા છે. વાસી ભોજનના સેવનથી ફૂડ પોઈજનિંગ થાય છે. આ મોસમમાં બેક્ટરિયા, વાયરસ અને ફંગસ ઝડપથી ગ્રોથ કરે છે. એવામાં શરીરની અંદર જો કોઈ પ્રકારના બેક્ટેરીયા, વાયરસ, ટોક્સિન ગળી જાય તો ફૂડ પોઈજનિંગ થઈ શકે છે. તેના લક્ષણની વાત કરીએ તો તેમાં પેટ પીડા, તાવ, જીવ મૂંજાવવો, અને શરીરમાં પીડા થાય છે, તેમાં ન ફક્ત પેટ મરોડવા સાથે પીડા કરે છે, પરંતુ ડાયરિયા, ઉલ્ટી જેવી સમસ્યા પણ જોવા મળે છે. એટલા માટે આ ઋતુમાં લારીનું ભોજન, રો મીટ, ખુલ્લામાં વેચાય રહેલા ભોજન, ઠંડુ ભોજન આ બધું ખાવાથી દુર રહેવું જોઈએ.
ટાઈફોડ : ટાઈફોડ એક વોટર બોર્ન બીમારી છે જે પ્રદૂષિત પાણી અથવા જ્યૂસ પીવાથી થાય છે. સામાન્ય રીતે સંક્રમિત બેક્ટેરીયા પાણી સાથે શરીરમાં પ્રવેશ કરી જાય છે ત્યારે ટાઈફોડના લક્ષણ જોવા મળે છે. ટાઈફોડમાં તીવ્ર તાવ, ભૂખ ન લાગવી, પેટમાં તેજ પીડા થવી, નબળાઈ અનુભવવી જેવા લક્ષણ જોવા મળે છે. ટાઈફોડથી બચવા માટે બાળકોને ટાઈફોડ રસી પણ લગાવવામાં આવે છે. આ ઉપરાંત ઉપચાર માટે દવાઓની મદદ લેવી પડે છે.
હેપેટાઈટિસ એ (પીળિયો) : ગરમીમાં આ બીમારી પણ ખૂબ જ સામાન્ય છે, આ પણ દૂષિત પાણી, વાસી ભોજન લેવાથી થાય છે, પીળિયામાં દર્દીની આંખ અને નખ પીળા થવા લાગે છે. અને પેશાબ પણ પીળા રંગનો થાય છે. તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ જીવલેણ પણ થઈ શકે છે. પીળિયાથી બચવા માટે સૌથી જરૂરી છે લિવરને હેલ્દી રાખવું. જો પીળિયા મટી જાય છે તો પણ થોડા મહિના સુધી સાદુ ભાજન એટલે ખીચડી, ઓટમીલ વગેરે ખાવાની સલાહ આપવામાં આવે છે.
મીજલ્સ : ગરમીમાં થનારી એક અન્ય સામાન્ય બીમારી જેને રૂબેલા અથવા મોરબિલીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેનુ ફેલાવવાની રીત ચિકનપોક્સની જેમ હોય છે, આ પેરામાઈક્સો વારયસથી ફેલાય છે જે ગરમીમાં સક્રિય થાય છે. લક્ષણોમાં બતાડીએ તો, કફ, તીવ્ર તાવ, ગળામાં પીડા, આંખોમાં બળતરા થાય છે. તેમાં આખા શરીર પર સફેદ જેવી ફોલ્લી થઈ જાય છે. આથી બચવાનો એકમાત્ર ઉપાય એમએમઆર રસી છે.
ચિકનપોક્સ (અછબડા) : ચિકનપોક્સ વાયરસથી થનારી બીમારી છે. આ બીમારીમાં આખા શરીરની સ્કિન પર નાની મોટી ફોલ્લી થાય છે. જે મટી ગયા પછી પણ ડાઘ રહી શકે છે. જે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે તે સરળતાથી આ બીમારીની ઝપેટમાં આવી શકે છે. વૈરીલેસા જોસ્ટર વાયરસના કારણે ચિકનપોક્સ થાય છે. પર્યાવરણમાં જો દર્દીનું ડ્રોપલેટ ઢળી જાય તો આ તેનું ફેલાવવાનુ કારણ બને છે. આ દર્દીનું છીંકવું અથવા ખાંસીથી ફેલાય છે. આથી બચવા માટે નવજાત શિશુઓને એમએમઆરની રસી લગાવવામાં આવે છે જે મોટા પણ લાગવી શકે છે. ચિકનપોક્સથી બચવા માટે હાઈજીનની ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે.
સ્કિન પર રૈશ અને ફોલ્લીઓ થવી : ગરમીમાં પરસેવો વધું આવે છે. એવામાં જો તમે ટાઈટ કપડા પહેરતા હોય અથવા પરસેવો યોગ્ય રીતે શરીરથી બહાર ન નીકળી શકે તો સ્કિન પર રૈશ અને ફોલ્લીઓ થાય છે. જેના કારણે ખંજવાળની સમસ્યા થાય છે, એવામાં ગરમીમાં હળવા રંગવાળા ઢીલા કોટનના કપડા પહેરો.
આમ, આ બાબતનું ધ્યાન રાખવાથી ગરમીમાં થનારી આ બીમારીઓથી બચી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું “Like Button” દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com