ખાણી-પીણી અને પાચનમાં ગડબડ હોવાથી ઉલટી થવી સામાન્ય વાત છે, અને દરેક લોકો સાથે આવું ક્યારેક બનતું પણ હોય છે, પરંતુ ક્યારેક ઉલટી થવા દરમિયાન લોહી પણ નીકળે છે, તે સામાન્ય ક્રિયા નથી કારણ કે તે શરીરની અંદર થઇ રહેલી અવ્યવસ્થાને જાહેર કરે છે. શું તમને પણ વારંવાર ઉલટી થઈ રહી છે અને આ દરમિયાન લોહી પણ નીકળી રહ્યું છે તો આ સ્થિતિને નજરઅંદાજ કરવી તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. આ આરોગ્ય સંબંધીત એક ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે. એક-બે વાર ઉલટી કરતા સમય એક-બે ડ્રોપ્સ લોહીના નજર આવે તો આ લોહીની નળી અથવા ગળામાં કોઈ અલ્સ હોવાના કારણે આવું થઈ શકે છે, જે આપોઆપ મટી જાય છે. પરંતુ ઘણી વાર અન્ન નળીના નીચલા ભાગની દિવાલમાં તિરાડ પડવા પર પણ ઉલટીમાં લોહી આવે છે.
જો વારંવાર ઉલટી આવે અને તેની સાથે લોહી નીકળે તો આ ગંભીર સમસ્યા કહેવાય અને લિવરના રોગોની તરફ ઈશારો કરી શકે છે. ઉધરસમાં લોહી આવવાથી આ સાવ અલગ હોય છે. લોહીની ઉલટી થવી સામાન્ય ક્રિયા નથી કારણ કે ક્યાકને ક્યાક આ તમારા શરીરના અંદર ચાલી રહેલી તકલીફના સંકેત છે. લોહીની ઉલટી દરમિયાન તમને ઉધરસ પણ આવે છે જે લોહી કાંઢવાનું પ્રમાણને વધારે છે.
લોહીની ઉલટી પાચનતંત્રમાં રક્તસ્રાવની હાજરી સૂચવે છે. રક્તસ્ત્રાવ એ પાચનતંત્રના ઉપરના ભાગમાંથી આવે છે, જેમાં અન્ન નળી, પેટ અને નાના આંતરડાના ભાગનો સમાવેશ થાય છે. લોહીની ઉલટી ઘણી જુદી જુદી પરિસ્થિતિઓના કારણે થઈ શકે છે, અને તેની તીવ્રતા દરેક વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે. ઉલટી લાલ અથવા કોફી જેવી કાળા રંગની હોય શકે છે.
લોહીની ગંભીર ઉલટીવાળા લોકોને સામાન્ય રીતે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવાની અને સારવારની જરૂર હોય છે, જેમાં લોહી ચેપ શામેલ હોય શકે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો ઉલટીના લીધે શરીરમાં લોહીની ભયંકર ઉણપ આવી શકે છે. ગંભીર લક્ષણો દેખાવા પર તાત્કાલિક તબીબનો સંપર્ક કરો, જેમ કે પીળા રંગની ત્વચા અથવા પૈલ્લર અને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ, પીળા અથવા વાદળી હોઠ, છાતીમાં દુખાવો અથવા દબાણ સાથે જોડાય શકે છે. તો આવો જાણીએ ઉલટીમાં લોહી આવવાના કારણ, લક્ષણ અને ઈલાજ.
લોહીની ઉલટીના લક્ષણ : લોહીની ઉલટીમાં તેજસ્વી લાલ, કોફી બીન્સ જેવા રંગમાં લોહીના ડ્રોપ્સ નીકળે છે. અન્ન નળી, પેટમાં રક્તસ્ત્રાવના કારણે તેજસ્વી લાલ લોહી ઉલટી કરતા સમય આવી શકે છે. આ ઉપરાંત પેટમાં દુખાવો, જીવ મુંજાવો, ભોજન કરતા જ ખાવાનું બહાર આવી જવું, પેટમાં એઠન વગેરે લોહીની ઉલટીના લક્ષણ હોય શકે છે. ઉલટીમાં લોહી આવવા પર આ બધાં લક્ષણ જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો.
લોહીની ઉલટીના કારણ : લોહીની ઉલટીના અનેક કારણ હોય શકે છે જેમ કે લિવરમાં કોઈ સમસ્યા, ગળામાં કોઈ અલ્સ, પેટની કોઈ ગંભીર સમસ્યા, જઠરાંત્રિય માર્ગમાં રક્ત વાહિનીઓની ખામીઓ, લાંબા સમય સુધી ઉધરસ, સ્વાદુપિંડની સમસ્યાઓ, અન્ન નળીમાં ટ્યૂમર, દારુનું વધું સેવન કરવાથી થનારી સિરોસિસ બીમારી, વગેરે. તેની સારવાર સમયસર કરવામાં ન આવે તો આ જોખમી થઈ શકે છે. આ મુખ્ય ભયકારક હોય છે કે કિડની રોગ, આંતરડામાં કોઈ સમસ્યા, પેટનું કેન્સર, વિટામીન સીની કમી, વગેરે જેવી સમસ્યાઓ પેદા થઇ શકે છે.
લોહીની ઉલટીથી બચવાના ઉપાય, પરીક્ષણ, ઈલાજ
વધારે તેલ અને મસાલા વાળો ખોરાકનું ખાવાનું ટાળવું. ખાટી વસ્તુ નું સેવન કરવાનું ટાળો. જો પેટમાં અલ્સરની સમસ્યા હોય તો ખાસ કરીને ખોરાક સાદો હોવો જોઈએ. ઉલટીની સમસ્યાથી બચવા માટે, આલ્કોહોલ ન પીવો અને સ્મોકિંગ ન કરો. તંદુરસ્ત ખોરાક લેવાની આદત રાખો. બને ત્યાં સુધી બહારની વસ્તુ વધું ન ખાશો. લોહીની તપાસ કરવા માટે ડોક્ટર ઇમેજિંગ સ્કેન જેમ કે અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન, એક્સ રે, એમઆરઆઈ, ઈન્ડોસ્કોપી વગેરે ઉપરાંત બ્લડ ટેસ્ટ વગેરે કરી શકાય છે.
લોહીની ઉલટી બંધ કરવાની સારવાર તેના પરિબળો પર આધારીત છે જેના કારણે આવું થઈ રહ્યું છે. જો તમને પેટમાં અલ્સર હોય, તો તમારે તેની દવા લેવી પડી શકે છે. એન્ટિબાયોટિક્સ આપી શકાય છે. આ સમસ્યાની તીવ્રતાના આધારે તેની સારવાર જુદી જુદી રીતે કરવામાં આવે છે.
આમ, આ બાબતોનું ધ્યાન રાખવાથી ગંભીર બીમારીથી બચી શકાય છે, તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે ઉપર જણાવેલ બાબતોનું ધ્યાન રાખી શકો છો અને સમયસર ડોકટરની સલાહ મુજબ સારવાર કરી શકો છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનતી.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.