મિત્રો, આજનો માનવી કમાવાની હોડ માં અને આર્થિક રીતે સદ્ધર થવા માટે રાત દિવસ કામ કરતો રહે છે. જેથી કરી ને પોતાની જરૂરિયાત અને મોજ શોક પુરા કરી શકે. પણ ઘણી વાર આજ બાબત એક સ્વાસ્થ્ય ને લગતી ચિંતા નો વિષય પણ બની જાય છે. આજે માણસને બીજા માણસ સાથે વાત કરવાનો ટાઈમ નથી. અરે, એની ક્યાં વાત કરવી એને તો પોતાના માટે પણ સમય નથી, ફેમિલી માટે પણ સમય નથી. બસ આખો દિવસ બસ કામ કામ ને કામ. અને એના લીધે માનસિક શ્રમ નો બોજ લઇ ને ફરતો હોય છે. અને અંતે એ બોજ માનસિક તણાવ માં પરિવર્તન થાય છે.
છેલ્લા કેટલા વર્ષોથી ઘણાં લોકો સ્ટ્રેસ ને ઓછો કરવા માટે આયુર્વેદ તરફ વળ્યાં છે. એ ઉપરાંત જાત જાત ના આયુર્વેદ નુસખા યોગ, મેડિટેશન અને કરસત કરતા થયા છે જે એક સારી વાત છે. આજના આ આર્ટિકલ માં વાંચન થી કઈ રીતે સ્ટ્રેસ ઓછુ કરી શકાય તેની થોડી રજુઆત કરવામાં આવી છે.
તમારામાંથી કોણે એક સરસ મજાનો આર્ટિકલ કે એક સારું પુસ્તક વાંચ્યું હતું ? જો એ સવાલ પુછવામા આવે તો 50 % લોકો સરખો જવાબ નહી આપી શકે. આજ ની આ યંગ જનરેશને તો વાંચવા ની ટેવ ફક્ત ને ફક્ત ફેસબૂક, ટ્વિટર કે વોટ્સઅપમાં જ પડી છે. જોકે ડિજિટલ પ્લેટફોર્મ પર વાંચવું એ ખરાબ પણ નથી પણ ઘણી વાર આજ ડિજિટલ ગેજેટ્સ માં આપણે એટલા ખોવાઈ જતા હોઈએ છીએ કે તેના લીધે આપણું માથું અને આંખો દુખાવા લાગે છે જેના લીછે મગજ પર સ્ટ્રેસ પડતો હોય છે. તો એ વાંચન નો પણ શું લાભ જેનાથી સ્ટ્રેસ ઘટવાની જગ્યા એ વધી જાય.
મિત્રો કઈ રીતે રોજ ના 7 થી 10 મિનિટ વાંચનની ટેવ થી સ્ટ્રેસમાં 60 % નો ઘટાડો કરી શકાય એ આજે આપણે જાણીશું. અને વાંચતી વખતે કઈ બાબતો ધ્યાન માં રાખવી એ પણ જાણીશુ ઘરમાં સારા પુસ્તકો અચૂક વસાવવા જોઈએ. જેમ કે ધાર્મિક પુસ્તકો, નવલ કથા, સારી સારી વાર્તાઓ, તેમજ કોઈ એક સારી લવ સ્ટોરી, સાહિત્ય કે કવિતા સંગ્રહ પર આધારિત અથવા તો તમને જે વિષય પસંદ હોય એ વિષય ના પુસ્તકો વસાવવા જોઈએ. જેથી કરી ને તમને વાંચવા નું મન થયા કરે.
વંચાતી વખતે ધ્યાન માં રાખવા જેવી બાબત : જયારે પણ તમે વાંચતા હોવ ત્યારે વાતાવરણ શાંત હોવું જોઈએ જેથી કરીને તમારું મન વાંચવા માં એકાગ્રત રહે અને જો મન શાંતચિતે વાંચન કરશે તો એની સીધી અસર તમારા મગજ પર થશે અને તમારું મગજ શાંત રહેશે. અને હૃદય ના ધબકારા ને ધીમા અને સ્ટ્રેચ થયેલા સ્નાયુઓને ઓછા કરી ને માનસિક સ્થિતિ ને વધારે સારી બનાવી શકશે.
એક સંશોધનના અનુસાર ધાર્મિક કે આધ્યાત્મિક વાંચનથી આપણું બ્લડપ્રેશર ઓછું થાય છે. માટે, જયારે પણ તમે વધુ માનસિક તણાવ માં હોય ત્યારે બની શકે તો ધાર્મિક પુસ્તક નો વાંચન સ્વરૂપે ઉપયોગ કરવો. દરેક મનુષ્ય ને ધર્મ પ્રત્યે અને ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા હોય છે, જો ધાર્મિક પુસ્તક નો વાંચન કરવામાં આવે તો એમાં આવતી ભગવાન ની છબી, ચિત્ર જોઈ ને એક ચિતે વાંચવાનું મન થાય છે અને એકચિત્તે કરેલું વાંચન પણ મગજ ને શાંત કરીને માનસિક સ્થિતિ સારી બનાવી શકશે કેમ કે આ એક સાયકોલોજી ઇફેક્ટ છે.
જેમને રાત્રી દરમિયાન ડરામણા સ્વપ્ન આવતા હોય કે ઊંઘ માં જાગી જતા હોય તો એવા લોકોએ ક્રાઇમ, ભૂત પ્રેત કે પછી અન્ય ડરામણા સાહિત્ય વાંચવા નહિ કે જેથી કરી ને તમને એ ડરામણા સ્વપ્ન ના આવે. એટલા માટે જયારે પણ તમે સ્ટ્રેસ માં હોય તો બની શકે તે દરમિયાન કોઈ એવું સાહિત્ય નઈ વાંચવું જેનાથી સ્ટ્રેસ ઘટવા ના બદલે વધી જાય. જયારે પણ તમે કોઈ પણ પ્રકારના સહિત્ય વાંચતા હોય ત્યારે હમેંશા સકારાત્મક વિચારો રાખી ને વાંચન કરવું જોઈએ. સકારાત્મક અભિગમ મગજને શાંત રાખે છે અને ચિંતા માં ધટાડો કરવામાં પણ મદદ મળે છે.
કઈ રીતે વાંચન સ્ટ્રેસ ધટાડવા માટે અસરકારક છે :
માણસ માં ધણી બધી ટેવો રહેલી છે. જેમકે જમવાની ટેવ, લખવા-વાંચવાની, રમત રમવાની, મ્યુઝીક સાંભળવાની વગેરે વગેરે. એક સર્વે મુજબ વાંચનની ટેવ બીજી બધી ટેવો કરતા 600 ગણી અસરકારક રહી છે. વાંચન ની ટેવ મ્યુઝીક ની ટેવ ની સરખામણી એ 68% અસરકારક રહી છે. એક કપ ચા પીવાની ટેવ ની સરખામણી એ વાંચન 100% અસરકારક રહી છે. ચાલવા જવાની ટેવ ની સરખામણી એ વાંચન 300% અસરકારક રહી છે. વિડીયો ગેમ્સ કે અન્ય ડિજિટલ સાધનો ની સરખામણી એ 600% અસરકારક રહી છે.
વાંચન મગજ માટે કરી રીતે લાભકારક છે.-Benefits of Reading
વાંચન કરવાથી મગજ ને કસરત (Brain Exercise) મળતી હોય છે. વાંચનથી પણ વૃદ્ધો માં પણ માનસિક નબળાઈ ને 30 % સુધી ધટાડો થતો જોવા મળ્યો છે. વાંચન કરવાથી શોટ-ટર્મ મેમરી અને યાદ રાખવાની કાર્ય ક્ષમતામાં વધારો થતો જોવા મળ્યો છે. કવિતાઓ વાંચવાથી મગજ શાંત અને એક્ટિવ રહી શકે છે.
વાંચવાના ફાયદા – Reading Benefits :
વાંચવાની ટેવ થી તમે નવી-નવી વસ્તુઓ શીખી શકો છે. અને તમને તમારા મિત્રોથી પણ તમે આગળ પણ રહી શકો છો. પુસ્તક વાંચનથી ટેવથી વ્યક્તિની કલ્પનાશક્તિ મજબૂત બનતી હોય છે. પુસ્તક વાંચનથી આપણું દિમાગ વધારે સક્રિય બનાવી શકીયે છીએ અને દિમાગનો સારો વિકાસ પણ થાય છે. રોજ રાત્રે સૂતા પહેલાં એક સારું પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. આ સલાહ પાછળનું તાર્કિક કારણ એ છે કે પુસ્તકનું વાંચન સારી ઊંઘ લેવામાં પણ મદદગાર સાબિત થાય છે. વાંચવાના ફાયદા માનો એક ફાયદો એ પણ છે કે વાંચવાની ટેવ તમારી બુદ્ધિમા વધારો કરે છે.
વાંચનની ટેવ તમારા મગજને હમેશા પ્રફુલ્લિત બનાવી રાખે છે. વાચવાથી અને લખવાથી મગજ ને તેજ રાખી શકાય છે, અને વૃદ્ધાવસ્થામાં સ્મરણ શક્તિને નબળી પડતી રોકી શકાય છે. વાંચવાની ટેવ તમારા મગજને હમેશા ફ્રેશ બનાવી રાખવામાં મદદ કરે છે.
એક સંશોધન મુબજ લાઈબ્રેરી માં જઈને નિયમિત વાંચનારા લોકોનું સ્વાસ્થ્ય અન્ય લોકો કરતાં 20 ટકા વધારે સારું જોવા મળ્યું હતું. સંશોધનોમાં એ પુરવાર થઈ ચૂક્યું છે કે નિયમિત રીતે પુસ્તક વાંચન વ્યક્તિના મનને શાંત કરે છે અને મનની વ્યગ્રતાને ઓછી કરીને તમને શાંતિની અનુભૂતિ કરાવે છે.
જો તમને આ વાંચવાના ફાયદા (Benefits of Reading) આર્ટીકલ વાંચીને સ્ટ્રેસમાં ઘટાડો કરી શકાય છે એ તમને પસંદ આવ્યો હોય અને એના સંદર્ભ માં કોઈ સલાહ કે સૂચન હોય તો અમને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને જરૂર જણાવજો તથા તમારા મિત્રો અને સગા-સબંધીઓ જોડે શેર કરવા વિનંતી.
Image Source : www.google.com