કોરોના જેવી મહામારીએ દુનિયા ભરમાં હાહાકાર મચાવી દીધો છે, કોરોનાનો કહેર ચાલુ જ છે જેનાથી બચવા ઘરમાં રહેવું સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે અને મોતના આંકડા પણ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. દેશની તમામ આરોગ્ય સંસ્થા લોકોને સાવચેત રહેવાની સલાહ આપી રહી છે.
એવામાં જો તમને કોરોનાની અસર અથવા હોમ કોરોન્ટાઇન હોવ ત્યારે ઘરે દર્દી, ફેમીલીને સુરક્ષિત, ટેન્શન ફ્રી અને આરામ દાયક રાખવા માટે આ બાબતનું રાખો ખાસ ધ્યાન એટલે જલ્દીથી સાજા થઇ જશો. આવી સ્થિતિમાં ડોકટરના સંપર્કમાં પણ રહેવું અને તેના સલાહ સુચન લેવા પણ જરુરી છે. ચાલો જાણીએ હોમ કોરોન્ટાઇન દરમિયાન ધ્યનમાં રાખવા જેવી બાબતો વિષે.
હોમ કોરોન્ટાઇન દર્દી માટે અલગ વસ્તુ રાખો
સૌપ્રથમ હોમ કોરોન્ટાઇન દરમિયાન ખાવા પીવાથી માંડીને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ અને મેડીસીનને એકઠી કરી લો. જરૂરી વસ્તુ જેમ કે માસ્ક, સારી કવોલીટીનું સેનીટાઝર, ઓક્સીમીટર, જો અનુકળતા હોય તો નાસનું મશીન, ઇલેક્ટ્રિક કીટલી, ડિસ્પોઝેબલ ડીશ, ડિસ્પોઝેબલ ગ્લાસ, પ્લાસ્ટીકની ચમચી, દર્દીના કપડા, નહાવા માટે ડોલ અને ટબ જેવી વસ્તુ અલગ લઇ લો.
ત્યારબાદ દેસી ઓસડીયા જેમ કે સુંઠ, અજમો પાવડર, હળદર, કપૂરની ગોટી, લીંબુ, મીઠું, ગળો જેવા ઓસડીયાને ભેગા કરીને રાખો. પાણી પીવા માટે એક અલગ કોઠી, ગ્લાસ અને જરૂરિયાત મુજબ વાંચન માટે પુસ્તક વગેરે જેવી વાસ્તુને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.
હોમ કોરોન્ટાઇન દરમિયાન દર્દીને દિનચર્યા માટે એક ટાઈમ ટેબલ પ્રમાણે કાર્ય કરવાનું રાખો, જેમ કે સવારે ઉઠીને ફ્રેશ થવું અને બને તો લીમડાનું દાંતણ કરવું અને ત્યાર બાદ નાસ લેવો. નાસ લીધા બાદ એક વાર ઓક્સીમીટરથી ઓક્સીજન લેવલ ચેક કરવું. ત્યારબાદ ઉકાળો પીવો.
ઉકાળો બનાવવાની રીત : ઉકાળો બનાવવ માટે ગળો, સુંઠ, દ્રાક્ષ, હળદર અજમાં તુલસી પાન અને કાળી મરી આ તમામ ઔષધી એકઠી કરો, જેમાં સુંઠ, દ્રાક્ષ, અજમાંને ખાંડી લો. આ બધાને એક ગ્લાસ જેટલું પાણી તપેલીમાં લઈને તેમાં નાખી ગરમ કરો અને સતત હલાવતા રહો, જયારે પાણી અડધા કરતા ઓછુ વધે ત્યારે આ ઉકાળાને ઉતારીને ગાળી લો. આ ઉકાળામાં સ્વાદ અનુસાર લીંબુનો રસ નાખીને પીવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ ઉકાળો પીવાથી કોરોના દરમિયાન ઈમ્યુનીટી વધવાની સાથે કફ અને ગળાને સાફ રાખે છે.
ઉકાળો પીધા બાદ નાસ્તો કરતા પહેલા ભૂખ્યા પેટની ડોકરની દવા લેવી અને નાસ્તો કરવો. થોડી વાર પછી મોસંબી અથવા સંતરાનું જ્યુસ કે લીંબુ સરબત પણ લેવું. બપોરની જમ્યા પહેલાની દવા હોય તો યાદ રાખીને લેવી અને ત્યાર બાદ બપોરનું ભોજન લેવું, જમીને દવા લેવાની હોય તો તે પણ લેવી અને પછી આરામ કરવો.
આરામ કર્યા બાદ હળવો નાસ્તો અને નારિયેળ પાણી પીવું, અને મોસબીનું જ્યુસ અથવા લીંબુ પાણી પણ લેવું અનુકુળતા પ્રમાણે. ત્યારબાદ સાંજે જમ્યા પહેલા ભૂખ્યા પેટની દવા લેવી અને ત્યારબાદ જમવું અને જમીને દવા હોય તો તે પણ લેવી. જમ્યા બાદ થોડી વાર પછી હળદર વાળું દૂધ પીવું અને ત્યારબાદ નાસ લેવો જેથી કફ દુર થાય, અને એક વાર ઓક્સીમીટરથી ઓક્સીજન લેવલ ચેક કરવું. આમ દિનચર્યા પ્રમાણે સારવાર લેવી જરૂરી છે.
દિવસ દરમિયાન ભેગો થયેલો કચરો એક પ્લાસ્ટીકની કોથળીમાં અલગ ભેગો કરવો અને સુરક્ષિત રીતે સળગાવી દેવો અને
નોધ : આ ટાઈમ ટેબલ કોઈ સ્ટાન્ડર્ડ ટાઈમ ટેબલ નથી પણ દર્દીની પરિસ્થિતિ, બીમારી, એલર્જી અથવા જૂની બીમારી હોય તો તે પ્રમાણે ટાઈમ ટેબલ અને ખોરાકમાં ફેરફાર કરવો. આવી સ્થિતિમાં ડોકટરના સંપર્કમાં પણ રહેવું અને તેના સલાહ સુચન લેવા પણ જરુરી છે. આ પોસ્ટ બનાવવા પાછળનો મુખ્ય હેતુ દર્દી અને તેના ફેમીલી મેમ્બેરને ટેન્શન ફ્રી, માર્ગદર્શન મળે અને મનથી મજબુત રહે તે માટે આ પોસ્ટ બનાવવામાં આવી છે.
દર્દી ઘરે હોમ કોરોન્ટાઇન હોય ત્યારે ઘરના સભ્યોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
ઘરના તમામ લોકોએ ફરજીયાત બે ટાઈમ નાસ લેવો અને ઉકાળો પીવો, ઉકાળો કઈ રીતે બનાવો એ તમને જણાવ્યું જ છે. ઘરમાં દર્દીને કઈ પણ આપવા જાવ ત્યારે બીજા ફેમીલી મેમ્બેરને દુર રાખવા અને માસ્ક ફરીજીયાત પહેરવું અને હાથ સેનેટાએઝ કરવા. ઘરના દરેક વ્યક્તિએ માસ્ક ફરીજીયાટ પહેરવું અને પાણી પીવાના ગ્લાસ પણ અલગ રાખવા અને ઘરમાં બને તો સોશિયલ ડીસટન્સ રાખવું અને નિયમિત હાથ સેનેટાએઝ કરતા રહેવું. અમ કરવાથી ઘરમાં બધાની સેફટી જળવાશે અને ઝડપથી કોરોના સારો થઇ જશે.
આમ, હોમ કોરોન્ટાઇન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવાથી ઝડપથી સારું થઇ જશે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીમાં રાહત અપાવે.
જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com