મિત્રો ઘણા લોકોને ધાધર અને ખુજલી થવાનો રોગ થતો હોય છે અને આ રોગ ઘણા સમય સુધી રહેતો હોય છે. આ રોગમાં લોકોને ખંજવાળ ખુબ આવે છે. જે જગ્યા પર ધાધર થઇ હોય તે જગ્યા પર દાણા જેવી લાલ નાની ફોલ્લીઓ સાથે નાનું એવું ઢીમસુ થયેલું હોય છે. અને તેના ઉપર બળતરા સાથે ખંજવાળ આવતી હોય છે. આ રોગ એકબીજાને ચેપ લાગવાથી થાય છે. બીજા કારણોમાં જોઈએ તો ગરમીના કારણે ,લોહીની ખરાબી અને શરીરના અંગોની વ્યવસ્થિત સફાઈ નહિ કરવાના કારણે થાય છે, સાથે શરીરના બીજા ભાગો અંગો પર ફેલાઈ જાય છે.
ધાધર થવાના કારણો જોઈએ તો આ રોગ સર્કોસિસટીસ અને ફુનગી નામના કીટાણુંઓથી થાય છે અને રોગીની સાથે રહેવાથી અને તે રોગીના કપડા પહેરવાથી થાય છે. આ ધાધરના મુખ્ય લક્ષણો જોઈએ તો હાથ-પગ, મળદ્વાર, પ્રજનન અંગો આસપાસ થાય છે. મોટાભાગે ધાધરમાં બળતરા અને ખંજવાળ ઉપડે છે, રાત્રીના સમયે આ સમસ્યા વધી જાય છે અને ચામડી રફ થઇ જાય છે. આ ચામડીનો રોગ છે અને ગુપ્ત અંગો પર વિશેષ સફાઈ ધ્યાન નહિ દેવાથી થાય છે. ધાધરને મટાડવાના અમે ઘરગથ્થુ ઉપાયો બતાવીશું જેનાથી તમે આ રોગને સંપૂર્ણ જડ્મુળમાંથી નાબુદ કરી શકશો. માણસને થોડીક એવી ધાધર હોય તો સારું લાગતું હોય છે, પણ કહેવામાં આવે છે કે “મજા રાજમાં અથવા મજા ખાજમાં” પરંતુ જ્યાંરે ધીરે ધીરે તેનું પ્રમાણ વધી જાય ત્યારે હેરાન કરી દેતી હોય છે. ચાલો ધાધારને સંપૂર્ણપણે મટાડવાના ઘરેલું ઉપચાર વિષે જોઈએ.
કુવારપાઠું : જેને પણ ધાધરનો રોગ હોય તેને ગળ્યો ખોરાક ખાવાનું બંધ કરી દેવું જોઈએ. લીમડો, ગળો અને કુવારપાઠું લોહીને સાફ કરે છે. કુવારપાઠાંના રસને ધાધર પર લગાડવાથી તરત જ ખંજવાળ દૂર કરે છે. નાની નાની ફોડલીઓ થઇ ગઈ હોય તો કુવારપાઠું 6-7 દિવસ લગાડવાથી મટી જાય છે.
તુલસી : તુલસીનો છોડ પણ ધાધર માટે ઉપયોગી છે. તુલસીમાં ઉપસ્થિત તત્વો ધાધરને જડ્મુળમાંથી દૂર કરે છે. થોડાક તુલસીના પાંદડા લો અને તેને 2 કપ પાણીમાં નાખીને ગરમ કરો. થોડીવાર ઠંડા પડવા દો અને પછી કપાસના રૂ ની મદદથી ધાધર વાળા ભાગ પર લગાવો. વધેલા પાણીને ઢાંકીને મૂકી દો. તેને બીજીવાર પણ ઉપયોગમાં લઇ શકાય છે, આનાથી આરામ મળશે. આ સિવાય તુલસીના પાંદડાને ચોળીને ધાધર વાળા સ્થાન પર લગાડો. થોડીકવાર રહેવા દીધા બાદ ગરમ પાણીથી ધોઈ લો. આમ કરવાથી ધાધરના રોગ પર આરામ મળશે અને ધીરે ધીરે મટી જશે.
લીમડો : લીમડો ચામડીના રોગો માટે ઉત્તમ ઔષધી છે, લીમડાનું એક ચમચી તેલ લઇ તેને નારીયેળના એક ચમચી તેલ સાથે મેળવો, આ મિશ્રણને 1 મિનીટ સુધી હલાવો. ત્યાર બાદ એક કપાસના રૂ નો ટુકડો લઇ આ મિશ્રણમાં બોળીને ધાધરના સ્થાન પર લગાવો. આમ કરવાથી ધાધરના રોગ પર આરામ મળશે અને ધીરે ધીરે મટી જશે. ધાધર થયેલ હોય તેવા લોકોએ લીમડાનું તેલ અથવા તો લીમડાની લીંબોળી પાણીમાં બારીક છૂંદો કરીને લગાડો, ખુબ જ રાહત મળે છે. લીમડાનું તેલ લીમડાના બીજને ઉપરની ફોતરી ઉખાડી બનાવી શકાય છે. લીમડાના સુકાયેલા પાંદડા બાળીને તેની રાખ શરીર પર લગાડવાથી ધાધર મટે છે. લીમડાની છાલને લીમડાના તેલમાં પલાળીને ધાધર પર લગાવવાથી ધાધર જડ્મુળમાંથી દૂર થાય છે. લીમડાના પાંદડાને દહીંમાં બોળીને લગાવવાથી પણ ધાધર કાયમ માટે દૂર થઈ જાય છે.
લસણ : માથામાં ધાધર થઇ હોય તો 25 ગ્રામ પીચેલું લસણ , 50 ગ્રામ પાણી અને ૧૦૦ ગ્રામ સરસવનું તેલ. આ બધાને મિશ્ર કરી પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરો. જયારે ઠંડુ પડી જાય ત્યારે ગાળીને શીશીમાં ભરી લો. આ તેલને માથામાં માલીશ કરવાથી માથામાં રહેલી ધાધર દૂર થાય છે. આ ઉપાય આખા શરીરમાં પણ કરી શકાય છે. લસણને લોટની જેમ બારીક છૂંદો કરી તેમાં મધ ભેળવી ૩-4 વખત ધાધર પર લગાવવાથી ધાધર મટે છે. આ ઉપાયથી તાત્કાલિક ધાધર મટે છે. આ ઝડપી ઘરેલું ઉપાય છે અને તેનાથી જલ્દી ધાધર મટે છે.
લીંબુ : 25 ગ્રામ લીંબુનો રસ સવારે પાણીમાં નાખીને ખાલી પેટ પીવો. આમ કરવાથી લોહી સાફ રહે છે. જેનાથી લોહીની ખરાબીથી થયેલી ધાધર દૂર થાય છે, આ ઉપાય 8 થી 10 દિવસ કરવાથી ધાધર મટી જાય છે. આ ઉપરાંત ધાધરને ખંજવાળી દિવસમાં લીંબુનો રસ ૩ થી ૪ વખત લગાવવાથી ધાધર મટે છે.
કણજી : કણજીના પાનનો રસ ધાધર પર ચોપડાય છે. તેના બી પણ પાણીમાં ઘસીને ખસ કે ધાધર પર ચોપડાય છે. કણજીના બી તથા કુવાડીયાના બી સાથે વાટીને ચોપડવાથી ધાધર મટે છે. કણજીનું તેલ લીંબુના રસમાં મેળવીને ખુબ જ હલાવી, એકરસ કરીને ચોપડવાથી ધાધર મટે છે. કણજીનું તેલ, લીંબુનો રસ અને કપૂર એકત્ર કરીને ચોપડવાથી પણ ધાધર મટે છે.
અજમો : અજમાના ફૂલ ધાધર મટાડવા માટે ઉપયોગી છે. અજમાના ફૂલને 2 કપ પાણીમાં નાખીને ગરમ કરો. પછી થોડીકવાર ઠંડા પાડવા દો. ઠંડા પડ્યા પછી ગાળીને કપાસના રૂ વડે ધાધર પર લગાડો. આમ જેટલીવાર બની શકે તેટલીવાર કરો, ધાધરમાં આરામ મળશે.
નારિયેળનું તેલ : બે ચમચી નારિયેળનું તેલ લઇ અને તેમાં 2 કપુરની ટીકડીના નાના નાના ટુકડા કરીને નાખો. આ બંનેને સારી રીતે મેળવીને પછી એક લીબુનું 2 ભાગ કરી એક ટુકડાને આ મિશ્રણમાં બોળીને જે જગ્યાએ ધાધર હોય તે જગ્યાએ લગાવો. લીંબુની જગ્યાએ કપાસના રૂ ના ટુકડાનો પણ ઉપયોગ કરી શકાય છે.
મિત્રો, આશા રાખીએ કે આ માહિતી તમને ઉપગોગી સાબિત થાય અને તમને શરીરના કોઈ ભાગે ધાધર થઇ હોય તો તમે ઉપર બતાવેલા ઉપાયો કરી શકો છો. આ સાથે શરીરની સાફ સફાઈ કરવાનું પણ રાખો, નહાતી વખતે શરીરના અંગોને વ્યવસ્થિત સાફ કરો અને બની શકે તો બીજાના કપડા પહેરવાનું ટાળો, આટલી તકેદારી રાખવાથી ધાધર નો રોગ દૂર રહે છે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com