મનુષ્યના શરીરની રચનામાં ખૂબ વિવિધતા જોવા મળે છે. માનવ શરીરના જુદા જુદા અંગોમાં ક્યાક ને ક્યાક તમને કોઈ પણ ભાગ પર નાના-કાળા અથવા ઝાંખા રંગના ઉપસેલા તલ અને મસ્સા જોવા મળે છે. જેમ કે સ્ત્રી માથા પર સૌંદર્ય વધારવા માટે ચાંદલો કરે છે. ઠીક તેવી જ રીતે ચાંદલાથી પણ નાના તલ હોય છે. આટલું જ નહીં તેની આકૃતિ એક નાના બિંદુ માત્રની હોય છે. પરંતુ આ તલ એટલો પણ સૂક્ષ્મ નથી હોતો કે આપણે સમજી ન શકીએ કે આ શું છે? ઉલ્લેખનીય છે કે તલ વ્યક્તિની સુંદરતાને વધારવામાં પણ મદદરૂપ થાય છે. ખાસ કરીને હોંઠની આજુબાજુ તલ વ્યક્તિના વ્યક્તિત્વને નિખારવામાં સહાયક છે, પરંતુ ક્યારેક ક્યારેક આ વ્યક્તિને કદરૂપુ પણ બનાવી દે છે. જેમ કે ચહેરા પર મોટી મોટી આકૃતિના ઉપસેલા મસ્સા ચહેરાની સુંદરતામાં ગ્રહણ લગાડવાનું કામ કરે છે.
સ્વાસ્થ્ય વિજ્ઞાનની વાત કરીએ તો તલ બનવાનું એકમાત્ર કારણ પિગમેન્ટ મેલાનિન હોય છે. જે વ્યક્તિના શરીરમાં જુદા જુદા પ્રકારના રંગો માટે જવાબદાર માનવામાં આવે છે. ચાલો આપણે જાણીએ, શરીરમાં એક ટપકુના રૂપમાં દેખાતા રચનાના વિષયમાં કેટલીક અત્યંત રોચક જાણકારી જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ત્યારબાદ જાણીશું કે કેવી રીતે એક ઘરેલુ નુસખાની મદદથી આ તલ અને મસ્સા ચહેરાની સુંદરતા માટે સમસ્યા બને તો તેને હટાવી શકાય છે.
માનવ શરીરમા મેલાનિન નામનું એક પ્રકારનું પિગમેન્ટ હોય છે. જે શરીરના જુદા જુદા ભાગમાં કોશિકા દ્વારા બને છે. તેને આપણે મેલાનોસાઇટ્સના નામથી જાણીએ છે. આ શરીરમાં કલર સાથે જ કોમ્પલેશન માટે જવાબદાર માનવામાં આવે છે. સામાન્ય રીતે મેલાનોસાઇડ્સ સૂર્યથી ઉપલબ્ધ કિરણથી પ્રક્રિયા કરીને ફળ સ્વરૂપે શરીરના કોઈપણ ભાગ પર તલ બનાવે છે. તેના સિવાય ગર્ભાવસ્થા સમય આપણાં હોર્મોન્સમાં ઘણું પરિવર્તન આવવાના કારણે ડાયાબિટીઝ તેમજ અનુવાંશિકી વગેરે કારણોથી પણ શરીરમાં તલ ઉપસી આવે છે. તેમજ ઘણીવાર તલ અને મસ્સા જન્મજાતથી પણ હોય શકે છે. જોકે આ વસ્તુ મોટાભાગે કોઈ નુકસાન નથી પહોચાડતું, તેમ છતાં લોકોને પોતાના ચહેરા અથવા ત્વચા પર તલ અને મસા સારા નથી લાગતા અને તે તેને હટાવવા ઈચ્છે છે. તો ચાલો જાણીએ તલ અને મસ્સા દૂર કરવાનો ઘરેલું ઉપાય વિષે. (Skin Tag Removal Tips).
શરીર પરના અણગમતા તલ અને મસ્સાને કાયમ માટે દુર કરવા માટે લસણનો ઉપયોગ થાય છે, લસણના ઉપયોગથી ત્વચામાં મેલાનિનનું સ્તર ઓછું થાય છે અને તલ તેમજ મસ્સાનો રંગ હળવો પડવા લાગે છે અને તે ધીમે ધીમે દેખાતો બંધ થઇ શકે છે. તલ અને મસ્સાને દૂર કરવા માટે તમે ફક્ત 1 લસણની મદદ લઈને અનેક પ્રકારથી તેનો ઉપયોગ કરીને તેનાથી છુટકારો મેળવી શક્ય છે.
લસણની મદદથી તલ હટાવવાની રીત : ચહેરા પર હાજર તલ હટાવવા માટે તમારે ફક્ત એક લસણ લેવાનું છે. હવે 3-4 લસણની કળીને ફોલીને બરાબર પીસી લો. ત્યાર પછી આ પેસ્ટને તલ પર લગાવીને સ્વચ્છ કપડા વડે બાંધી દો. આ કપડાને 4-5 કલાક માટે લગાવી રહેવા દો. ત્યારબાદ આ કપડાને હટાવીને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આવું દિવસમાં બે વાર અપનાવી શકો છો. આ નુસખાથી તલ જાતે જ ગાયબ થઈ જશે.
લસણ અને એપલ વિનેગર : તલ અને મસ્સા હટાવવા માટે તમે એપલ વિનેગરનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા લસણની થોડીક કળીઓને પીસીને પેસ્ટ બનાવી લો અને તેમાં એપલ વિનેગર મિક્સ કરી લો. હવે લસણ અને એપલ વિનેગરની પેસ્ટને તલ અથવા મસ્સા પર લગાવીને 30 મિનીટ પછી તેને પાણીથી ધોઇ લો. આ ઉપાય પણ મસ્સા દૂર કરવામાં મદદરૂપ છે.
ઘી : ઘી અને ચૂનાનો ઉપયોગ કરીને મહ કે મસ્સાને દુર કરી શકાય છે, ઘી અને ચૂનો સરખા પ્રમાણમાં મિક્સ કરી દો. તેને બરાબર મિક્સ કર્યા બાદ મસ્સાવાળા ભાગ પર દિવસમાં ત્રણથી ચાર વખત લગાવો. આ ઉપાય માત્ર થોડા દિવસ સુધી કરવાથી મસ્સા થોડા જ દિવસમાં જડમૂળમાંથી નાબુદ થઈ જશે.
બટાકા: બટાકાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને મસ્સા પર લગાવી દો. દિવસમાં બે થી ત્રણ વખત આ ઉપાય કરો. આ ઉપાયથી મસા સુકાઈ જશે અને એક દિવસમાં ઉખડી જશે. તમે ઈચ્છો તો આ રસને આખી રાત માટે પણ લગાવી શકો છો.
ડુંગળી અને લસણનો ઉપયોગ : મસ્સા અને તલ હટાવવા માટે તમે ડુંગળી અને લસણનો ઉપયોગ પણ કરી શકો છો. આ બંને યોગ્ય રીતે પીસીને જ્યૂસ નીકાળી લો. ત્યાર પછી આ બંનેને મિક્સ કરીને કોટન બોલની મદદથી તલ અથવા મસા પર 15 મિનીટ માટે લગાવી રહેવા દો. ત્યારપછી ચહેરા પર ત્વચાને શુદ્ધ પાણીથી ધોઇ લો. તમે દિવસમાં બે વાર આ ઉપાયને અપનાવી શકો છો.
ગાયની પૂંછનો વાળ: જો તમને શરીરના કોઇપણ ભાગમાં મહ કે મસા થયો હોય અને તે મહ શરીરમાંથી ગોટી કે ગોળીની માફક લટકી રહ્યો હોય, જેમકે ચહેરા પર હોય તો ચહેરા પર બીજા લોકોની નજરમાં ખરાબ લાગે છે. જયારે આવા ગોળીવાળા મહને દેશી ગીર ગયાના પૂંછનો વાળ લઈને તે જગ્યા પર મહની ડોક પર તણાવીને બાંધી દો. જેના દ્વારા મહ કપાઈને તૂટી પડશે. ગીર ગાયનો આ વાળ મહને દુર કરી શકે છે. માટે આ ઈલાજ દ્વારા મસ્સા કે મહને મૂળમાંથી દુર કરી શકશો.
કોથમીર: મસ્સાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે કોથમીરનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઈલાજ તરીકે કોથમીરના પાંદડાને વાટીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને મહ કે મસ્સા વાળી જગ્યા પર લગાવો. આ ઉપાય સતત કરતો રહેવાથી મહ મટી જશે. કોથમીરનો ઉપયોગ કરવાથી ત્વચાની સમસ્યા દુર કરી સહાય છે.
આમ, આ ઉપાય દ્વારા તમે શરીર પરના અણગમતા તલ અને મસ્સાને કાયમ માટે દુર શકશો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી સમસ્યામાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com