દ્રોણપુષ્પીને અનેક નામોથી ઓળખવામાં આવે છે. દ્રોણપુષ્પીને ગુમાડલેડોના, ગોયા, મોરાપાતી, ધુરપીસગથી પણ ઓળખવામાં આવે છે. દ્રોણપુષ્પી ઘરોની આસપાસ, વાડીઓમાં અને જંગલોમાં બધે જ જોવા મળતી વનસ્પતિ છે. વરસાદની ઋતુમાં તે બધી જ જગ્યાએ પેદા થાય છે. દ્રોણપુષ્પીના છોડને મસળતા તુલસીના છોડની જેમ ગંધ નીકળે છે. આ ખુબ જ ઉત્તમ જડીબુટ્ટી છે અને ઘણા રોગોમાં તેનો ઉપયોગ કરીને રોગોને મટાડી શકાય છે.
દ્રોણપુષ્પીના ફૂલ દ્રોણ (પ્રાણી દોહવાના વાસણ) જેવું હોવાથી એને દ્રોણપુષ્પી કહેવામાં આવે છે. દ્રોણપુષ્પીનો છોડ 60 થી 90 સેમી ઉંચો, સીધો અથવા ફેલાયેલો હોય છે. તેની શાખાઓ ચતુષ્કોણીય, રોમ રુંવાટીવાળી હોય છે. એના પાંદડા સીધા ૩.8 થી 7.5 સેમી લાંબા, અંડાકાર અથવા ભાલાકાર હોય છે. તેના પાંદડામાં ગંધ હોય છે અને સ્વાદ કડવો હોય છે.
દ્રોણ પુષ્પીના ફૂલ નાના, સફેદ રંગના હોય છે. તેના ફળ ૩ મીમી લાંબા, અંડાકાર, ભૂરા રંગના અને ચીકણા હોય છે. તેના મૂળ સફેદ રંગના અને સ્વાદમાં ચરપરા હોય છે. તેના છોડમાં ફૂલ અને ફળ ઓગષ્ઠથી ડીસેમ્બર સુધીમાં આવે છે.
દ્રોણપુષ્પીનું વાનસ્પતિક નામ Leucas cephalotus (Roth) Spreng. (લ્યુક્સ સીફ્લોટુસ) છે. જેને હિન્દીમાં ગુમાડલેડોના, ગોયા, મોરાપાતી, ધુરપીસગ તરીકે ઓળખવામાં આવે છે. જયારે અંગ્રેજીમાં Thumbe તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં સ્થાનિક ભાષામાં આ છોડને ડોશીના કુબો કે કુબી તરીકે ઓળખવામાં આવે છે. આ છોડ ઔષધિય છોડ હોવાથી તેના ઘણાબધા ગુણ છે. માટે અમે તેના ઔષધિય ઉપચારો વિશે જણાવીએ છીએ.
સાપનું ઝેર: દ્રોણપુષ્પીના રસમાં 2 થી ૩ કાળા મરીને ઘૂંટીને પીવો. દ્રોણ પુષ્પીના રસમાં અથવા ચૂર્ણની નાસ લેવાથી ફાયદો થાય છે. દ્રોણ પુષ્પીના ફળ, ફૂલ, મૂળ, બીજ અને છાલને બાળવાથી સાપ નજીક નથી આવતો. જ્યાં પણ દ્રોણ પુષ્પીનો છોડ હોય ત્યાં સાપ આવતો નથી.
માથાનો દુખાવો: આંખોના રોગમાં દ્રોણ પુષ્પીના ઔષધિય ગુણોથી લાભ મળે છે. તેના માટે દ્રોણપુષ્પીના પાંદડાનો રસ કાઢીને તેનો માથા પર લેપ કરો. તેના સાથે નાકમાં થોડા ટીપા પાડો. તેનાથી માથાનો દુખાવો મટે છે. દ્રોણ પુષ્પીને બધાજ અંગોને કાપીને વાટી લો. તેમાં કાળા મરીનું ચૂર્ણ ભેળવીને મસ્તક પર લગાવો. તેનાથી માથાનો દુખાવો ઠીક થાય છે.
શરદી-ઉધરસ: દ્રોણ પુષ્પીનો ઉકાળો બનાવીને તેની વરાળ લો તેમજ તે ઉકાળાથી સ્નાન કરો. તેનાથી શરદીમાં ફાયદો થાય છે. 10 મિલી દ્રોણપુષ્પીના પાંદડાના રસમાં બરાબર માત્રામાં આદુનો રસ તથા મધ ભેળવી લો. તેનાથી શરદી અને ઉધરસમાં લાભ મળશે. 5-10 ગ્રામ દ્રોણપુષ્પીના પાંદડામાં બરાબર માત્રામાં વનક્ષા અને જેઠીમધ ભેળવીને ઉકાળો બનાવી લો. 10 થી 30 મિલી ઉકાળામાં સાકર ભેળવીને પીવાથી શરદી અને સાકરનો ભુક્કો ભેળવીને પીવાથી શરદી અને ઉધરસમાં લાભ થાય છે.
અપાચન: તમે અપાચનની સમસ્યાના ઇલાજમાં દ્રોણ પુષ્પીનું સેવન કરી શકો છો. દ્રોણ પુષ્પીના પાંદડાની ભાજી કે શાક બનાવીને ખાઓ. તેનાથી બદ-હજમીમાં લાભ થાય છે તેમજ ભૂખ પણ વધવા લાગે છે.
એનીમિયા તેમજ કમળો: દ્રોણ પુષ્પીના રસને કાજળની જેમ લગાવવાથી અને નાકમાં 2-3 નાખવાથી એનીમિયા અને કમળામાં ફાયદો થાય છે. તમે 5 મિલી રસમાં બરાબર માત્રામાં મધ ભેળવીને લઇ શકો છો. તેનાથી કમળો મટે છે અને એનીમિયા પણ દુર થાય છે. 5 થી 10 મિલી દ્રોણ પુષ્પીના રસમાં 500 મીલીગ્રામ કાળા મરી ચૂર્ણ અને સિંધવ મીઠું ભેળવી દો. તેનાથી દિવસમાં ત્રણ વખત સેવન કરવાના કારણે એનીમિયા અને કમળામાં લાભ થાય છે.
લીવર અને બરોળ: લીવર અને બરોળ વિકારમાં દ્રોણપુષ્પીના મૂળનું ચૂર્ણ બનાવી લો. તેમાં એક ભાગ પીપળી ચૂર્ણ ભેળવી દો. 1 થી 2 ગ્રામની માત્રામાં સેવન કરવાથી લીવર અને બરોળમાં લાભ થાય છે. આ વનસ્પતિય ઔષધી સોજો મટાડવાના ગુણ ધરાવતી હોવાથી તે બરોળ અને યકૃતનો સોજો પણ મટાડે છે.
તાવ: દ્રોણપુષ્પીના 12 મિલી રસમાં 5 કાળા મરીનું ચૂર્ણ ભેળવીને પીવાથી તાવ ઉતરી જાય છે. દ્રોણપુષ્પીના લીલા પાંદડા સાથે કાળામરી ભેળવીને ૩-૩ ગ્રામની ગોળી બનાવીને પીવાથી તાવ ઉતરી જાય છે. દ્રોણપુષ્પીના ફળને 125 મિલી પાણીમાં વાટીને તેમાં 20 ગ્રામ મિશ્રી ભેળવીને પીવાથી ટાઢિયો તાવ ઉતરે છે. દ્રોણ પુષ્પ પાંદડાના રસમાં 300 મિલીમાં પિત્તપાપડો અને નાગરમોથા ચૂર્ણ 10-10 ગ્રામ તથા કરિયાતું ચૂર્ણ 20 ગ્રામ ભેળવીને એક-એક ગ્રામની ગોળી બનાવો. તેની ગોળીઓનું સેવનથી દરેક પ્રકારના તાવમાં લાભ થાય છે.
શ્વાસ: દ્રોણ પુષ્પીના ફૂલ અને કાળા ધતુરાના ફૂલને ચલમ ભરીને ધુમ્રપાન કરવાથી શ્વાસ ધીમો પડે છે. દ્રોણપુષ્પી રસમાં આદુંનો રસ એન મધ ભેળવીને સેવનથી શ્વાસમાં લાભ થાય છે. દ્રોણપુષ્પીના પાંદડાનો અડધો ભાગ સિંધવ મીઠું ભેળવીને દાટી દીધા બાદ તેની રાખનું ચૂર્ણ બનાવીને ૩-૩ ગ્રામ લઈને તેમાં મધ અને આદુનો રસ ભેળવીને સેવન કરવાથી શ્વાસ લેવામાં ફાયદો થાય છે. 5 મિલી દ્રોણપુષ્પીના પાંદડાના રસમાં બરાબર માત્રામાં મધ ભેળવી દો. તે પાણી પીવાથી ખાંસી અને શરદી તેમજ ઉધરસમાં લાભ થાય છે.
કમળો: દ્રોણપુષ્પીના 10 મિલી રસમાં કાળા મરીના 6 દાણા અને સિંધવ મીઠું 2 ગ્રામ ભેળવીને દેવાથી અને દિવસમાં ત્રણ વખત લેવાથી કમળામાં લાભ થાય છે. દ્રોણપુષ્પીના પાંદડાના રસને આંખોમાં નાખવાથી આંખની પીળાશ મટે છે. આ ઉપાય એક અઠવાડિયા સુધી કરવાથી ફાયદો થાય છે.
સોજો: દ્રોણ પુષ્પીના પંચાંગ 25 ગ્રામનો કવાથ બનાવીને મધ ભેળવીને સેવન કરવાથી સોજો મટી જાય છે. દ્રોણપુષ્પીના પાંદડા તથા લીમડાના પાંદડા બંનેને પાણીમા ઉકાળીને તેનો શેક લેવાથી એટલે કે ગરમાટો લેવાથી સોજો ઉતરી જાય છે. જો ગાંઠ થઇ હોય તો ગાંઠ પણ બેસી જાય છે.
ગાંઠિયો વા: દ્રોણપુષ્પીનો ઉકાળો બનાવીને શેક કરવાથી ગઠીયો વા પણ મટે છે. દ્રોણ પુષ્પીના ફળ, ફૂલ, મૂળ, છાલ અને પાન લઈને વાટીને ઉકાળો બનાવી લો. તે ઉકાળાના 10 થી 30 મિલી માત્રામાં 1 થી 2 ગ્રામ પીપળી ચૂર્ણ ભેળવીને પીવડાવવાથી ગાઠીયો વા મટે છે.
ટાઈફોડ: 10 થી 30 મિલી ફળ, ફૂલ, મૂળ, છાલ અને પાનનો ઉકાળો બનાવીને સેવન કરવાથી ફાયદો થાય છે. દ્રોણપુષ્પીના બધા જ અંગોનો ઉપયોગ કરીને તેમાં પિત્તપાપડો, સુંઠ, ગળો અને કરિયાતું બરાબર માત્રામાં ભેળવીને ઉકાળો બનાવીને તે ઉકાળાનું 10 થી 30 મિલી ઉકાળો પીવાથો ટાઈફોડ તાવ મટે છે.
આમ, દ્રોણપુષ્પી ખુબ જ ઉત્તમ ઔષધી છે અને ઉપરોક્ત બધા જ રોગો અને સમસ્યામાં ઉપયોગી છે. આ રોગ સહીત તે ટાઢિયો તાવ, ખંજવાળ, એકાંતરો તાવ, મેલેરિયા, જૂ, મલ્લવિષ, અફીણનું ઝેર, ખાંસી, ડાયાબીટીસ, સન્નિપાત, પેટફૂલવું, અજીર્ણ, પેટ દર્દ, કૃમિ રોગ, આંખનો રોગ, દાંતનો રોગ, શરીર કળતર, વીંછીનું ઝેર, વાની તકલીફ, મગજના રોગો, હિસ્ટીરિયા વાઈ, અનીન્દ્રા વગેરે સમસ્યાઓમાં પણ તે ઉપયોગી છે.
આથી જ, તેના પરિણામે આ દ્રોણપુષ્પીને આયુર્વેદિક જડીબુટ્ટીમાં ગણના કરવામાં આવે છે. તે રોગના ઈલાજમાં સચોટતાથી કાર્ય કરે છે. માટે અમે અહિયાં તમારા ઉપચારમાં ઘાસ પ્રકારની વનસ્પતિને તમે ઉપયોગમાં લઈ શકો અને રોગોને મટાડી શકો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી સમસ્યામાં રાહત આપે અને તેને નાબુદ કરે.
Image Source : www.google.com