મોઢામાં પાણી લાવી દેનાર અને ખાટા સ્વાદ માટે પ્રસિદ્ધ ખાટી આંબલીનું સેવન તમે કોઈને કોઈ વાર જરૂર માણ્યું હશે. ખાસ કરીને તેનો પ્રયોગ ઘણા ખોરાકમાં ખાટા ફલેવરનો સ્વાદ આપવા માટે થાય છે. આ સિવાય આંબલીથી બનનારી ચટ્ટણી પણ તેના સ્વાદ માટે ખુબ જ પ્રખ્યાત છે. સમોસા સાથે કે બીજા ખોરાક માટે આંબલીની ચટ્ટણી ખુબ જ ઉપયોગી છે. આમલીની ચટ્ટણી જ નહિ પરંતુ તેનાથી મળનારા અનેક લાભો સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. સ્વાદમાં ખાટી આમલી મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. આ સિવાય આંબલીમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીઓક્સીડેંટ હોય છે. આયુર્વેદમાં આમલીના ફાયદા કોઈ ઔષધીથી ઓછા નથી. અમે અહિયાં આમલીથી થનારા ઔષધીય ફાયદાઓ વિશે જણાવીશું. ચાલો જાણીએ ખાટી આંબલીના સેવનથી થતા ફાયદા વિષે.
હ્રદયના સ્વાસ્થ્ય માટે : આમલીમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હ્રદયને હેલ્ધી રાખવા માટે ખુબ જ ઉપયોગી છે. તેમાં આવેલા ફ્લેવોનોઈડસ અને હાઈપોકોલેસ્ટરોલમિક કોલેસ્ટ્રોલના સ્તરના નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે. આમલીના અર્કનું સેવન કરવાથી એથેરોસ્કલેરોસિસ પ્રક્રિયામાં વિક્ષેપ કરવાનું કાર્ય કરે છે, જેનાથી હ્રદય રોગનો ખતરો ઘણી હદે ઓછો થઈ જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરીને સ્વસ્થ હ્રદય માટે આમલીનું સેવન ખુબ જ ઉપયોગી છે.
કેન્સર: આમલીનું જ્યુસ પીવાથી કેન્સર સાથે લડવાની શક્તિ મળે છે. આમલીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં મળી આવે છે. આમલીના બીજ કીડની પર ફેલાતા કેન્સરને રોકવામાં ઉપયોગી છે. માટે કેન્સર જેવી બીમારી સામે લડવા આમલી ખુબ જ ઉપયોગી છે.
માઈક્રોબીયલ રોગો: આમલી ખાવાની વાત કરવામાં આવે તો તે માઈક્રોબીયલ રોગોથી પણ બચાવ કરે છે. આમલીમાં એન્ટીવાયરલ, એન્ટીમાઈક્રોબીયલ, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે. માઈક્રોબીયલ રોગોથી જોડાયેલી સમસ્યાના ઈલાજમાં તેનો પ્રયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે.
કબજિયાત અને ઝાડા: કબજિયાત અને ઝાડાની સમસ્યામાં આમલીનું સેવન ફાયદાકારક છે. ઝાડાની સમસ્યા રોકવા માટે તે એક સારી પારંપરિક ઔષધિની જેમ કાર્ય કરે છે, ઝાડાની સમસ્યામાં આમલીના થોડા પાંદડાને અડધા લીટર પાણીમાં ત્યાં સુધી ઉકાળો કે તે પાણી અડધું થઇ જાય, જયારે બચેલા પાણીને પી લો. કબજીયાતની સમસ્યામાં આમલીના ગર્ભથી બનેલા અર્કનું સેવન કરવાથી ખુબ જ ફાયદો મળે છે.
વજન ઘટાડવા માટે : વજન ઘટાડો કરવામાં આમલી ખુબ જ ફાયદાકારક છે. આમલીમાં આવેલા હાઈડ્રોક્સિલ એસિડ પ્રાકૃતિક રીતે પેટની ચરબી બાળવાનું કાર્ય કરે છે. આ સિવાય આમલીના બીજમાં એવા એન્જાઈમ આવેલા હોય છે જે ભુખ લગાડવાની ક્ષમતાને ઘટાડે છે. વજન ઘટાડવા માટે આમલીના ગર્ભનું સેવન ફાયદાકારક છે.
આંખો માટે: આંખોમાં સોજો, જલન વગેરે સમસ્યાઓમાં આમલીનું સેવન ફાયદાકાર છે. તેમાં એન્ટી-ઈન્ફ્લામેટ્રી ગુણ મૌજુદ હોય છે. આમલીના પાંદડાનો પ્રયોગ આંખોમાં જલન અને સોજાની સમસ્યા થવા પર લાભદાયક છે. તે આંખોની સમસ્યાથી છુટકારો મેળવવા ઉપરાંત આંખોને ઠંડક પણ આપે છે.
દાંતોનું સ્વાસ્થ્ય: દાંતોથી જોડાયેલી સમસ્યાઓના નિદાન માટે આમલી ખુબ ઉપયોગી થાય છે, તેનો પ્રયોગ દાંતને મજબુત અને સ્વસ્થ બનાવવા માટે કરવામાં આવે છે. તેમાં આવેલા એન્ટીમાઈક્રોબીયલ અને એન્ટીબેક્ટેરીયલ તત્વ દાંતનો સડો અને દાંતમાં કીડા પડવાની સમસ્યાથી દુર રાખે છે. દાંતોથી જોડાયેલા તેના ફાયદાઓ માટે આમલીના પાવડરનો પ્રયોગ કરવો ફાયદાકારક છે.
ચામડી માટે: આમલી શરીરની ચામડી અને ચામડીના રોગો માટે પણ ખુબ જ ઉપયોગી છે. ચામડી માટે તેના ફાયદાની વાત કરવામાં આવે તો ખીલની સમસ્યા અને ચામડીને સાફ કરવા માટે તેના ગુણ ઉપયોગી થાય છે. ચામડી પર આમલીનો ઉપયોગ કરવાથી આમલીનો અર્ક દહી અને હળદર સાથે મિક્સ કરો અને તેનો એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને 20 મિનીટ માટે રહેવા દો. આ પછી પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી તમારી ચામડી સાફ પણ થઇ જશે અને તેનાથી છુટકારો મળશે.
વાળની સમસ્યા: વાળ માટે પણ આમલી ફાયદાકારક છે, તેના ઔષધીય ગુણો વાળને મજબૂતી આપવા માટે કાર્ય કરે છે. આ સિવાય વાળ પર તેનો પ્રયોગ કરવાથી ખોડાની સમસ્યાથી છુટકારો મળે છે. સ્વસ્થ, મજબુત અને ઘેરાવદાર વાળ માટે આમલીનો ઉપયોગ ફાયદાકારક છે. વાળમાં આમલીનો પ્રયોગ કરવાથી તેને થોડાક ગરમ પાણીથી તેને ધોઈ લો. આ પછી તેને માથા પર લગાવી દો. 30 મિનીટ પછી આનાથી માથું ધોઈ લો.
લૂ લાગવી: ગરમીમાં ખાસ કરીને લૂ લાગવાથી તબિયત ખરાબ થઇ જાય છે. લૂ થી બચવા માટે આમલી મદદગાર હોય છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં 25 ગ્રામ આમલી પલાળીને તેનું પાણી પીવાથી લૂ લાગતી નથી. આ સિવાય આમલીનો ગર્ભ હાથપગના તળીએ લગાવવાથી લૂની અસર ઓછી થઇ જાય છે.
શીઘ્રપતન: લગભગ 500 ગ્રામ આંબલીના બીજોને 4 દિવસ સુધી પાણીમાં પલાળીને રાખો. આ પછી તેની છાલોને ઉતારીને છાયડે સુકાવીને વાટી લો. આ પછી 500 ગ્રામ મિશ્રી પાવડર ભેળવીને સુરક્ષિત રાખો. આ પછી એક ચમચીની માત્રામાં દૂધ સાથે દરરોજ દિવસમાં બે વખત સેવન કરો. આ ઉપાય નિયમિત થોડા દિવસો સુધી કરવાથી શીઘ્રપતનની સમસ્યા દુર થશે અને યૌન શક્તિમાં વધારો થશે.
ખાંસી: જયારે કફ સાથે થોડુક લોહી આવે છે તો આમલીના બીજને તવા પર શેકીને ઉપરથી છાલો ઉતારીને વાટીને ચૂર્ણ બનાવી લો. તેને ૩ ગ્રામ ઘી અથવા મધ સાથે દિવસમાં ત્રણ- ચાર વખત ચાટવાથી ખાંસીનો વેગ ઓછો થવા લાગે છે અને કફ સરળતાથી નીકળવા લાગશે અને લોહીમાં ભળેલો કફ જલ્દી નીકળી જાય છે.
કમળો: આમલીના વૃક્ષની બળેલી છાલની રાખ 10 ગ્રામ બકરીના દૂધ સાથે દરરોજ સેવન કરવાથી કમળો એટલે કે જોન્ડીસ રોગ પણ ઠીક થાય છે. કમળાના રોગને ઠીક કરવા માટે આમલીમા રહેલા શરીરને શુદ્ધ કરવામાં અને લોહીને શુદ્ધ કરવાના ગુણો કાર્ય કરે છે.
વીંછી: જો કોઈ વ્યક્તિને વીંછી ડંખ મારે તો આમલીનો ઉપયોગ કરી શકાય છે. વીંછીનું ઝેર ઉતારવા માટે આમલીના બીજ આમ્બીલીયા ટુકડા કરીને તેના ટુકડાને ડંખ મારેલી જગ્યા પર લગાવી દો. આ જગ્યા પર લગાવવાથી ખુબ જ રાહત મળે છે અને ઝેર ઉતરે છે અને ઘાવ પણ રૂઝાય છે.
બાળકના વિકાસ: આમલીના નિયમિત સેવનથી તેમાં નિયાસીન હોય છે જેમાં વિટામીન બી-3,4 હોય છે જે પ્રેગ્નેટ મહિલાઓને દરરોજ પોષકતત્વની 10 ટકા આવશ્યકતા પૂર્ણ કરે છે, એ આગળ બાળકોની નસો, મસ્તિષ્ક અને પાચન તંત્રના વિકાસમાં મદદ કરે છે.
આમ, આમલી ખુબ જ ઉપયોગી ઔષધી છે, જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક સમસ્યાઓને ઠીક કરે છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તમે આમલીનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com