આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોએ શારીરિક અને માનસિક રીતે મજબૂત રહેવું અત્યંત જરૂરી છે. એવામાં જરૂરી છે કે તમારૂ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન યોગ્ય રીતે રાખવામાં આવે. જેથી તમે કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચી શકો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તંદુરસ્તી માટે એક વ્યાખ્યા આપવામાં આવી છે જે ‘તંદુરસ્તી એટલે માત્ર શરીરમાં રોગ કે નબળાઈની ગેરહાજરી નહિ પરંતુ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ સુખાકારીની સ્થિતિ.
જો તમારી શારીરિક તંદુરસ્તી સારી હશે તો તમારી ઈમ્યુનીટી પણ સારી રહેશે, કારણ કે શારીરિક તંદુરસ્તી એ તમારી ઈમ્યુનીટીનો એક ભાગ જ છે. જો તમારી ઈમ્યુનીટી મજબુત હશે તો ઘણી બધી બીમારીઓ તાનારથી દુર જ રહેશે. આજના આ આર્ટીકલમાં અમે તમને કેટલીક માહિતી અને રીત જણાવી રહ્યાં છે જેને અપનાવીને તમે પોતાને ઘણાં અંશ સુધી શારીરિક અને માનસિર તંદુરસ્ત રાખવામાં સફળ થઈ શકો છો.
મેડિટેશન કરો : મેડિટેશન કરવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે, તણાવભર્યા માહોલમાં પોતાને શાંત અને કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારને દૂર રાખવા માટે જરૂરી છે કે તમે રોજ મેડિટેશન કરો. જો ન કરી શકો તો થોડો સમય યોગ અને કસરત પણ કરી શકો છો. આથી તમે શારીરિક રીતે પણ ફિટ રહેશો અને માનસિક રીતે પણ તમને સુકૂન મળશે.
રોજ હળવા ગરમ પાણીથી સ્નાન કરવું : હળવાશ અનુભવવા માટે તમે રોજ સ્નાન કરો. સ્નાન કરવા માટે ઠંડુની જગ્યાએ હળવું ગરમ પાણીએ સ્નાન કરવું વધું સારૂ રહેશે, ઠંડા પાણીથી સ્નાન કરવાથી થોડા સમય તાજગી મળે છે, પરંતુ હળવું ગરમ પાણીથી સ્નાન કરવાથી તમને તે સમય ભલે જ વધું તાજગી મહેસુસ ન થાય, પછી તમે હળવાશ અનુભવશો. સાથે જ પરસેવો અને તનની દુર્ગંધથી પણ રાહત મળશે. તમે ઈચ્છો તો પાણીમાં થોડા ટીપા ગુલાબ જળ અથવા લીંબુને પણ મિક્સ કરી શકો છો.
લૂઝ અને હળવા કપડા પહેરો : ગરમીના આ દિવસોમાં જ્યારે તમારે એ.સી વગર રહેવું છે તો ટાઈટ કપડાની જગ્યાએ લૂઝ અને લાઈટ કપડા પહેરો. સારૂ રહેશે કે કોટનના કપડા વધું પહેરવા. આથી તમારા શરીરમાં હવા પણ લાગતી રહેશે અને પરસેવો પણ ઓછો આવશે. સાથે જ તમે રિલેક્સ મહેસૂસ કરશો.
પોતાને હાઈડ્રેટેડ રાખો : ગરમીની ઋતુમાં જરૂરી છે પોતાને હાઈડ્રેટેડ રાખવા. તમે ભલે જ ઘરથી બહાર ન નીકળો, પરંતુ તમારી બોડીને કોમળતાની જરૂર હોય છે, તેના માટે તમે ખૂબ પાણી પીઓ. જો પાણી ન પી શકો તો તમે લીંબુ પાણી, નારિયળ પાણી, જેવી તમારી પંસદનું પ્રવાહી વસ્તુ રોજ થોડા થોડા સમય લેતા રહો. આથી તમારી બોડી હાઈડ્રેટેડ પણ રહેશે અને તમને એનર્જી પણ મળતી રહેશે.
ફળ અને સલાડનું સેવન કરો : નાસ્તો અને ભોજન યોગ્ય રીતે ખાઓ અને એવું ખાઓ જે પોષક તત્વોથી ભરપૂર હોય. તેની સાથે જ દિવસમાં જ્યારે હળવી ભૂખ લાગે તો જંક ફૂડ, ઓયલી અને કોઈ પ્રકારના સ્નેક્સ ખાવાથી સારૂ રહેશે કે તમે ફળ અને સલાડ જેવી વસ્તુનું સેવન સમય સમય પર કરતા રહો. આ તમારી ભૂખને તો શાંત કરશે જ સાથે ઈમ્યૂનિટી પણ વધારશે.
જાણકારી રાખો પણ નેગેટિવ વસ્તુથી દૂર રહો : હાલના દિવસમાં કોરોના અને તેના પગલે મૃત્યુ પામેલા લોકોના સમાચાર સાંભળવા મળે છે. તમે જાણકારી માટે ધ્યાન આપતા રહો પરંતુ દરેક સમય ટીવી અથવા સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ન્યૂઝ જોવાથી બચો. નકારાત્મક વાતોને ધ્યાનમાં ન રાખીને સકારાત્મક વિચાર આપનારી વસ્તુ વિશે વાત કરો અને વાંચો. આથી તમે માનસિક રીતે ઘણાં અંશે પોતાને શ્રેષ્ઠ રાખવામાં સફળ થઈ શકશો.
ભક્તિમય સંગીત સાંભળો : આ માહોલ મ્યૂઝિક સાંભળવાનો નથી, કારણ કે આ મહામારીના કારણે થઈ રહેલા ભય પગલે ન તો તમને સુકૂન મળશે, ન જ તો સામાજિક તરીકે શ્રેષ્ઠ સાબિત થશે. એટલા માટે સ્વયંને માનસિક રીતે શાંત રાખવા માટે તમે ધીમા અવાજમાં ભક્તિમય સંગીત સાંભળવાની કોશિશ કરો આ તમને ઘણું સુકૂન આપશે.
સારી અને પૂરતી ઉંઘ લો : નેગેટિવિટીના માહોલમાં ઘરના માહોલને પોઝિટિવ રાખો અને રાત્રે સારી અને પૂરતી ઉંઘ લો. સુતા પહેલા કોઈ એવી વાત વ્યક્ત ન કરો જે તમને પરેશાન કરે અને તમારી નિંદર વચવચમાં ઉડી જાય. સાથે જ એવા રૂમમાં નિંદર કરો જ્યાં વધું બારીઓ હોય.
આમ, શારીરિક અને માનસિક રૂપથી સંપૂર્ણ તંદુરસ્ત રહેવા નિયમિત મેડિટેશન કરવાથી અને ઉપર જણાવેલ બાબતોનું ધ્યાન રાખવાથી સ્વસ્થ રહી શકીએ છીએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે શારીરિક અને માનસિક રૂપથી સંપૂર્ણ સ્વસ્થ રહો.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.