આજની આ અનિયમિત અને ખરાબ જીવનશૈલીના કારણે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં લોકો ઈચ્છીને પણ પોતાના આરોગ્યનું ધ્યાન નથી રાખી શકતા નથી અને ઘણી બધી બીમારીઓનો ભોગ બનતા જાય છે. આ સ્થિતિમાં પેટનો દુખાવો થવો એ લગભગ ઘણા લોકોની ફરિયાદ રહે છે. જેમાં ગેસ, અપચો, કબજિયાત, પેટ સાફ ન થવું વગેરે જેવી સમસ્યા થતી હોય છે, આ બધી જ સમસ્યા તમારી પાચનક્રિયા ખરાબ હોવાનું સૂચવે છે. આ બધી જ સમસ્યાને ઘરેલું આયુર્વેદિક ઉપાયો દ્વારા મટાડી શકાય છે.
પેટના દુખાવાના કારણો : ઘણી વાર કોઈ દુષિત ખોરાક અથવા વાસી ખોરાક ખાવાથી પણ પેટનો દુખાવો થતો હોય છે. આયુર્વેદ અનુસાર શરીરમાં ઉપસ્થિત વાત દોષ અસંતુલિત થવાના કારણે પાચનક્રિયાને નબળી પાડી ડદે છે જેના પરિણામ સ્વરૂપે પેટમાં દુખાવો થાય છે. કેટલીક વાર ઉતાવળમાં અધકચરું ખાવાથી પણ પેટનો દુખાવો થાય છે. ઘણી વાર ખુબ ભારે ખોરાક ખાધા પછી તરત જ ખુબ વધારે પાણી પીવાથી અથવા તો અન્ય પ્રવાહી લેવાથી શરીરમાં બ્લોટિંગ થાય છે જેનાથી પણ પેટનો દુખાવો થઇ શકે છે.
હાલની પરિસ્થિતિમાં પેટનો દુખાવો થવો એ સામાન્ય થઇ ગયું છે પરંતુ ઘણી વાર આ દુખાવો તીવ્ર હોવાથી ખુબ જ પીડાદાયક બને છે અને ઈમરજન્સી ઉભી થાય છે. પેટના દુખવામાં લોકો સૌથી પહેલા ઘરેલું નુસખા અપનાવતા હોય છે અને આ દર્દને મટાડતા હોય છે. આજના આર્ટીકલમાં અમે તમને એક એવો જ ઘરેલું નુસખા વિષે જણાવવાના છીએ તેનાથી તમે તાત્કાલિક રીતે પેટના દુખાવામાં રાહત મેળવી શકો છો. ચાલો જાણીએ આ ઘરેલું ઉપાય વિષે.
અજમો અને સંચળ : પેટના દુખાવાને તરત જ મટાડતો આ ઘરેલું ઉપાય ખુબ જ અસરકારક માનવામાં આવે છે. પેટના દુખાવાને તાત્કાલિક દુર કરવા સૌપ્રથમાં થોડો અજમો લેવો. ત્યારબાદ એક ચપટી જેટલું સંચળ લેવું. આ બંનેને હથેળીમાં લઇ બરાબર ચોળીને મિક્સ કરો. બરાબર મિક્સ થઇ જાય એટલે તરત જ તેને મોઢાની અંદર નાખી દો અને તેના ઉપર થોડું હુંફાળું ગરમ પાણી પી લેવું. આમ કરવાથી માત્ર 5 મીનીટમાં જ પેટનો દુખાવો મટી જશે. જો તમારી પાસે સંચળ ના હોય તો તમે માત્ર અજમાને મોઢામાં નાખી તરત જ હુંફાળું ગરમ પાણી પીવાથી પણ પેટનો દુખાવો મટી જાય છે.
આદું : આદુમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઇન્ફલેમેન્ટરી ગુણ હોય છે, માટે પેટનો દુખાવો, પેટ ખરાબ રહેતું હોય તો આદું ફાયદાકારક માનવામાં આવે છે. ભોજન કર્યા પહેલા એક નાનો આદુનો ટુકડો ચાવવાથી અથવા આદુના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પણ પેટના દુખાવામાં ફાયદો થાય છે.
હિંગ : હિંગ પાચન માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં હિંગને ઔષધી માનવામાં આવે છે. પેટનો દુખાવો, અપચો કે ગેસ જેવી સમસ્યામાં એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હિંગ નાખીને પીવાથી રાહત થાય છે. તમે પેટના દુખવામાં હિંગનો પેટ પર લેપ પણ કરી શકો છો.
દહીં : પાચન સંબધિત સમસ્યામાં દહીં શ્રેષ્ઠ માનવામાં આવે છે. દહીંમાં સારી ગુણવત્તા વાળા બેક્ટેરિયા હોય છે જે પાચનની સમસ્યાને દુર કરે છે. એક કપ દહીંમાં મીઠું અને કોથમીરનો રસ નાખી જમતા પહેલા એક કલાકમાં આ મિશ્રણ પીવાથી પેટનો દુખાવો દુર થાય છે.
તુલસી પાન : તુલસીના પાનમાં અનેક રોગોને દુર કરવાના મહત્વના ગુણ હોય છે. તુલસીના થોડા પાનને એક કપ પાણીમાં નાખી ઉકાળો, ત્યારબાદ આ પાણીને પીવાથી પેટનો દુખાવો મટી જાય છે.
ફુદીનો : પેટના દુખાવામાં ફુદીનો પણ અસરકારક ઉપાય સાબિત થાય છે, ફુદીનાના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. આ ઉપાય કરવાથી લાંબા સમયથી થતો પેટનો દુખાવો પણ દુર થાય છે.
જાયફળ અને લીંબુ : જાયફળ અને લીંબુનો રસ મિક્સ કરીને સેવન કરવાથી પેટનો દુખાવો મટી જાય છે. સૌપ્રથમ જાયફળને બરાબર વાટી લો, ત્યારબાદ તેમાં લીંબુનો રસ મિક્સ કરીને જ્યુસ બનાવો આ જ્યુસ પીવાથી પેનો દુખાવો તરત જ મટી જાય છે.
આમ આ ઘરેલું ઉપાય દ્વારા તમે પેટના દુખાવાને ટૂંક સમયમાં જ દુર કરી શકો છો. આ ઉપાયો દ્વારા તમે ખુબ જ સરળતાથી પેટના દુખાવાને દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો જરૂર મિત્રો જોડે શેર કરવા વિનંતી.