કોરોના કાળમાં ખાંસી, શરદી વગેરે થવું એક ચિંતાનો વિષય બની ગયો છે. સુકી ખાંસી શરીરને કમજોર પાડી દેતી હોય છે. તેમજ ગરમીની ઋતુમાં શરદી-ઉધરસ હોવાથી શરીરને અત્યંત પીડા આપે છે. જોકે ખાંસી અસ્થાયી હોય છે અને ગળામાં કણ નષ્ટ થવા પર ખાંસી પણ જતી રહે છે. ઘણીવાર આ સ્થાયી રીતે રહી જાય છે, તે સ્થિતિમાં સારવારની જરૂરિયાત હોય છે, આ પાછળ તડકો, માટી, પ્રદૂષણ, વગેરે ઘણાં કારણ હોય થઈ શકે છે.
સુકી ખાંસીની સાથે ગળામાં બળતરા, માથાનો દુખાવો, છાતીનો દુખાવો ગળું અને મો સુકાય વગેરે જેવી સમસ્યા થાય છે. આ બધી સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જણાવવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ કરીને સુકી ખાંસીથી છુટકારો મેળવી શકાય છે.
આદુ : આદુથી ખાંસીની સમસ્યા નષ્ટ થઈ શકે છે. 1 ચમચી આદુનો રસ લઇ તેમાં થોડા ટીપા મધના મિક્સ કરીને ચાટવાથી ફાયદો થાય છે. કાળા મરી અને આદુની ચા પીવાથી ખાંસીમાં આરામ મળે છે. મધ સાથે પણ આદુની ચા પી શકાય છે. વધું આદુની ચાથી પેટ ખરાબ થઈ શકે છે એટલા માટે તેને પૂરતા પ્રમાણમાં જ પીવી જોઈએ. તમે નાસ અથવા સ્ટીમ પણ લઇ શકો છો જેનાથી ફેફસા સ્વસ્થ રહે છે.
મધ : ખાંસીમાં મધને ઘરેલુ ઉપચારના રૂપમાં ઉત્તમ માનવામાં આવે છે. તેના એન્ટીઓક્સીડેન્ટ રોગાણુથી લડવામાં મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત ખાંસીને ખતમ કરવામાં પણ મધ ઉત્તમ છે. મધ અને ત્રિફળા ચૂર્ણ સમાન માત્રામાં લઇ મિક્સ કરીને લેવાથી ખાંસીથી છુટકારો મળે છે. હર્બલ ટી અથવા લીંબુ પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે વાર તેને પીવાથી ખાંસીમાં આરામ મળે છે.
કાળા મરી : કાળા મરી શરદી અને ખાંસી દુર કરવા ખુબ જ ઉપયોગી છે. કાળા મરીમાં રહેલું પીપેરીન શરદીથી રાહત આપે છે. વારવાર થતી ખાંસીને દુર કરવા અડધી ચમચી કાળા મરીના પાવડર સાથે અડધી ચમચી મધ મિક્સ કરીને દિવસમાં 2-4 વાર ચાટવાથી કફ દુર થાય છે. નિયમિત સવારે અનુકુળ હોય તો કાળા મરીવાળી ચા પીવાથી કફ તથા ખાંસી માં રાહત મળે છે.
બહેડા : ખાંસીની સમસ્યામાં બહેડા ખુબ જ લાભદાયક છે, બહેડાના 10 ગ્રામ ચૂર્ણમાં મધ ભેળવીને તેને નિયમિત સવાર અને સાંજ ભોજન પછી ચાટવાથી સુકી ખાંસીમાં લાભ થાય છે. બહેડાની છાલને સુચવાથી ખાંસીમાં આરામ મળે છે. બકરીના દુધમાં અરડૂસી, બહેડા અને કાળું મીઠું નાખીને ગરમ કરી પકવીને ખાવાથી દરેક પ્રકારની ખાંસી દુર થાય છે.
લસણ : લસણ સુકી ખાસીની સમસ્યામાં લાભકારક છે, 2 કપ પાણી લો અને તેમાં 4-5 લસણની કળીઓ નાખો. તેને ખૂબ જ ઉકાળો જ્યાં સુધી અડધું પાણી વધે. ત્યારબાદ તેને ગાળીને ઠંડુ પડ્યા પછી પીવાથી ખાસીની સમસ્યામાં રાહત થાય છે.
મીઠાના પાણીના કોગળા : મીઠાના પાણીથી કોગળા ગળામાં ઠંડક આપે છે. ગળાની ખંજવાળ દૂર કરવા ઉપરાંત મીઠાના પાણીથી કોગળા કરવા પર ફેફસામાં લાળ પણ ઓછી થઈ શકે છે. એક કપ ગરમ પાણીમાં મીઠું મિક્સ કર્યા બાદ તેનાથી દિવસભર વારંવાર કોગળા કરવા જોઈએ. ગળામાં થનારા ટોન્સિલમાં પણ તેનાથી ફાયદા થાય છે.
નીલગિરીનું તેલ : નીલગિરીના તેલથી શ્વાસ લેવાની નળીની સફાઈ થાય છે. નારિયળ તેલ અથવા જૈતૂનના તેલમાં નીલગિરીના ટીપા મિક્સ કરીને છાતી પર માલિશ કરો. આ ઉપરાંત ગરમ પાણીની વાટકીમાં નીલગિરીના તેલના બે ટીપા મિક્સ કરીને નાસ પણ લઈ શકો છો. નીલગિરીથી છાતી હળવી થઈને શ્વાસ લેવામાં સહેલાય મળે છે.
હળદર વાળું દૂધ : સુકી ખાંસીની સમસ્યામ હળદર વાળું દૂધ ખુબ જ લાભદાયક છે, નિયમિત રાત્રે સુતા પહેલા હળદર વાળું દુધના સેવનથી સુકી ખાંસીની સમસ્યામાં રાહત થાય છે. એક ગ્લાસ દુધમાં અડધી ચમચી હળદર નાખી તેને ગરમ કરો, ત્યાર બાદ પીવાથી ફાયદો થાય છે. હળદરમાં મળતા એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ગળાનો ચેપ પણ દુર કરે છે. હળદરવાળું દૂધ સુકી ખાંસી, શરદી માટે ખુબ જ ઉપયોગી છે.
લવિંગ : ખાંસીની સમસ્યામાં લવિંગ પણ લાભદાયી છે, રાત્રે સુતી વખતે ખાસીની વધારે પડતી તકલીફ થાય તો લવિંગને મોઢામાં રાખો અને ધીમેં ધીમે ચાવાવથી ખાંસી બંધ થાય છે. વધારે પડતી ખાંસી ની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લો.
આમ, આ ઘરેલું ઉપચાર દ્વારા તમે સુકી ખાંસી, શરદીને હંમેશા માટે દુર કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા વિનંતી.
Image Source : www.google.com