ગરમીમાં ચહેરા પરથી પરસેવો છુટવો સામાન્ય વાત છે, પરંતુ શરદી-ખાંસી થવી સામાન્ય નથી. તેમાંથી મોટાભાગના લોકો ગરમીના દિસમોમાં શરદી ખાંસીનો અનુભવ કરે છે, ત્યારે આવી સ્થિતિ તમારી સાથે બને તો સમય મળતા જ ઘરેલુ ઉપચાર અપનાવી લેવા જોઈએ. શરદી-ખાંસીથી રાહત મેળવવા આ ઉપાયો દવાઓથી પણ વધારે અસરકારક છે.
ઠંડીની ઋતુમાં શરદી થવી સામાન્ય વાત છે, પરંતુ ગરમી દરમિયાન શરદી થાય તો તકલીફ વધી જાય છે. તમને જણાવી દઈએ કે શરદી-ખાંસી રાઈનો વાયરસના કારણે થાય છે. રાઈનો વાયરસ છીંકવું, વહેતું નાક અથવા શ્વાસ લેવામાં મુશ્કેલીનું કારણ બને છે. સુકી ખાંસીની સાથે ગળામાં બળતરા, માથાનો દુખાવો, છાતીનો દુખાવો, ગળું અને મો સુકાય વગેરે જેવી સમસ્યા થાય છે. ત્યારે શરદી-ખાંસીથી છુટકારો માટે ઘરેલુ ઉપચારની મદદથી પણ તેને દૂર કરી શકાય છે. ચાલો જાણીએ શરદી-ખાંસીને દુર કરવાના ઘરેલું ઉપચાર વિષે.
લસણ : ગરમીમાં પણ જો તમને શરદી-ખાંસી થાય છે, તો લસણ સારો ઉપાય છે. વાસ્તવમાં લસણ એક પ્રકારનું બ્લડ પ્યૂરીફાઈર છે, લસણ, લીંબુ અને મરચું પાઉડર અને મધના મિશ્રણમાં એન્ટીઈન્ફ્લેમેટ્રી અને એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોય છે. સૌથી પહેલા લણસની થોડી કળીને ફોલીને ક્રશ કરી લો. તેમાં થોડો લીંબુનો રસ, નાની અડધી ચમચી મરચું પાઉડર, અને મધ પણ મિક્સ કરો. શરદી-ખાંસીથી રાહત માટે આ ગાઢા મિશ્રણનું સેવન કરો. એવું ત્યા સુધી કરવું જોઈએ જ્યા સુધી તમે સારૂ મહેસુસ ન કરો.
આદુ : આદુમાં એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે, જે ગરમીની સિઝનમાં થનારી શરદીથી લડવામાં મદદગાર છે. આદુ સાથે લીંબુ અને મધ મિક્સ કરીને સેવન કરવામાં આવે તો, તમારી શરદી-ખાંસી ખૂબ જલ્દી મટી જશે. આદુનું મિશ્રણ બનાવવા માટે સહુથી પહેલા આદુની જીણી જીણી સ્લાઈસ કાપી લો. આ સ્લાઈસને એક કપ પાણીમાં ઉકળવા રાખી દો. હવે આ પાણીને ગાળી લો અને લીંબુનો રસ મિક્સ કરી લો. સ્વાદ માટે તેમા મધ મિક્સ કરીને ગરમા ગરમ પી લો. વાયરસથી લડવા માટે દિવસમાં એકથી બે ઘુંટળા આ મિશ્રણ લેતા રહેવાથી ઘણાં ફાયદા થશે.
મધ : શરદી-ખાંસીમાં મધને ઘરેલુ ઉપચારના રૂપમાં ઉત્તમ માનવામાં આવે છે. તેના રહેલા એન્ટીઓક્સીડેન્ટ રોગો સામે લડવામાં મદદગાર સાબિત થાય છે. હર્બલ ટી અથવા લીંબુ પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે વાર તેને પીવું જોઈએ. આથી ખાંસીમાં આરામ મળે છે. મધ અને ત્રિફળા ચૂર્ણ સમાન માત્રામાં લઇ મિક્સ કરીને લેવાથી ખાંસીથી છુટકારો મળે છે.
તજ : તજ શરદી-ખાંસીને મટાડવામાં રામબાણ ઈલાજ છે. આ વાયરલ હુમલો અને અન્ય સંક્રમણોને ઠીક કરવામાં ખૂબ મદદ કરે છે. તજને થોડા પાણીમાં ઉકાળો. હવે તે પાણીને ગાળીને અને તેમાં એક મચચી મધ મિક્સ કરો અને તેના સેવનથી શરદી-ખાંસીમાં રાહત થાય છે. તજની ચાને દિવસમાં એકવાર પીવાથી પણ શરદીને થોડા જ સમયમાં દૂર કરી શકો છો.
ડુંગળી : શરદી-ખાંસીમાં રાહત મેળવવા માટે ડુંગળી કારગર ઉપાય છે. આ ઉપાય શરીરથી ઝેરી પદાર્થોને બહાર નીકાળવામાં મદદ કરે છે, અને શ્વાસની નળીમાં હાજર બેક્ટેરિયાને પણ નષ્ટ કરે છે. એક વાટકીમાં ડુંગળીની થોડીક સ્લાઈસ કાપી અને મધ સાથે મિક્સ કરો. વાટકીને ઢાંકી દો અને રાતભર રહેવા દો. તેમાંથી નીકળનારા તરલ પદાર્થને સવારે ખાલી પેટે પી લો. શરદી ન મટવા પર આ ઉપાયને તમે સતત સાત દિવસ સુધી લઈ શકો છો.
કાળા મરી : કાળા મરી અને હળદરનું મિશ્રણ ગરમીમાં થનારી શરદીના ઈલાજમાં ચમત્કારથી કમ નથી. વાસ્તવમાં કાળા મરીમાં પેપરિન અને હળદરમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે, જે કફને જમા થવાથી રોકે છે. કાળા મરી, હળદર, દૂધ અને મધનું મિશ્રણ પ્રાકૃતિક રીતે શરદીથી રાહત અપાવે છે. સૌથી પહેલા કાળા મરીને ક્રશ કરો. એક ગ્લાસ દૂધમાં તેને મિક્સ કરી લો અને એક ચપટી હળદર પણ ઉમેરો. હવે દૂધને ગરમ કરવા રાખી દો, જેથી કાળા મરી દૂધમાં સ્વાદ છોડી દે. ગરમ દૂધમાં એક ચમચી મધ ઉમેરી પીઓ. નિયમિત રીતે રાત્રે સુતા પહેલા તેને પીવાથી શરદી-ખાંસીમાં રાહત મળશે.
લવિંગ : શરદી-ખાંસીની સમસ્યામાં લાવીનો ઉપયોગ લાભદાયી છે, રાત્રે સુતી વખતે ખાસીની વધારે પડતી તકલીફમાં લવિંગને મોઢામાં રાધિ ધીમે ધીમે ચાવવાથી ખાંસી આવતી બંધ થાય છે.
જો શરદી ખાંસીની સમસ્યા વધારે પડતી હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. આ ઘરેલું ઉપાયોનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જેથી અન્ય કોઈ સમસ્યાનો ઉદભવ ન થાય.
આમ, નિયમિત આ ઉપાયોનું સેવન કરવાથી શરદી-ખાંસી ની સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે. તમારામાંથી કોઈને શરદી-ખાંસીની સમસ્યા હોય તો આ ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી શરદી-ખાંસીમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનતી.
Image Source : www.google.com