ચોખાનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે, સાથે જ તેનું પાણી પણ આપણા માટે ઘણુ જ ફાયદાકારક છે. પરંતુ અજાણતા આપણે તેને ફેંકી દઈએ છીએ. ચોખા ધોતી વખતે આપણે જે પાણી ફેંકીએ છીએ તે ખરેખર આપણા આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. ચોખાનું પાણી અનેક ગુણોથી ભરપુર છે, તેના કારણે તેનું મહત્વ ખુબ જ છે. ચોખાનું પાણી આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, માટે તે પાણી દરરોજ પીવાથી ઘણી બધી બીમારીઓને હંમેશાં માટે દુર કરી શકાય છે. સાથે તેમાં કાર્બોહાઇડ્રેટની ઊંચી માત્રાને કારણે, તે શરીરને તાત્કાલિક શક્તિ આપવાનું પણ કાર્ય કરે છે. ચાલો જાણીએ ચોખાના પાણીના સેવનથી થતા ચમત્કારિક ફાયદાઓ વિષે.
બ્લડપ્રેસર: ચોખાનું પાણી હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ચોખાના પાણીમાં પોટેશિયમની માત્રા પૂરતા પ્રમાણમાં હોય છે જે હાઈ બ્લડપ્રેશર અને હાઈપરટેન્શનના દર્દીઓ માટે ખુબ જ જરૂરી છે. જો તમને હાઈ બીપીની સમસ્યા હોય તો ચોખાના પાણીનું દરરોજ સેવન કરવું જોઈએ. આમ કરવાથી હાઈ બ્લડપ્રેશરથી ખુબ આરામ મળે છે. તમારા સ્વાસ્થ્ય માટે હાઈ બીપીનું જોખમ ઘટે છે.
એનેર્જી માટે: ચોખાનું પાણી તમારા શરીર માટે ખુબ જ ઉર્જાનો સ્ત્રોત છે. જે કાર્બોહાઈડ્રેટથી ભરપુર છે. સવારે આ પાણી પીવાથી ખુબ જ મોટા પ્રમાણમાં ઉર્જા મળે છે. ચોખાના પાણીમાં ઘી અને મીઠું નાખીને પણ પી શકો છો, તે સ્વાસ્થય માટે ખુબ જ શ્રેષ્ઠ છે.
કબજિયાત: ચોખાનું પાણી ફાઈબરથી ભરપુર છે અને તે મેટાબોલીઝમને વધારવામાં મદદ કરે છે. આ સિવાય તે તમારા પાચનતંત્રને બહેતર કરીને ડાઈઝેશનને પણ સુધારે છે અને સારા બેક્ટેરિયાને પણ એક્ટીવ કરે છે. જેનાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે.
ઝાડા: આ સમસ્યા બાળકોથી માંડીને વૃદ્ધો બધાને થતી સમસ્યા છે. આ સમસ્યા માટે ચોખાનું પાણી ખુબ જ ફાયદાકારક છે. સમસ્યાની શરૂઆતમાં ચોખાનું પાણી સેવન કરવાથી ઝાડાની ગંભીર સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે.
તાવ: વાયરલ ઈન્ફેકશન અથવા તાવ થવા પર તમે ચોખાના પાણીનું સેવન કરી શકો છો, તો શરીરમાં પાણીની ઉણપ નહિ થાય, સાથે જ તે તમારા શરીરને જરૂરી આરોગ્ય માટે જરૂરી તત્વો પુરા પાડશે અને તે તમને યોગ્ય રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે.
ડી-હાઈડ્રેશન: શરીરમાં પાણીની ઉણપ હોવી ડી-હાઈડ્રેશનના રૂપમાં સામે આવે છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં આ સમસ્યા વધારે હોય છે. ચોખાનું પાણી શરીરમાં પાણીની ઉણપ થતી અટકાવે છે. ગરમીના દિવસોમાં તમે ચોખાનું પાણી પી શકો છો. ગરમીમાં, શરીરના પરસેવાના માધ્યમથી પાણી ઉડી જાય છે જયારે ચોખાના પાણીમાં ભરપાઈ કરવાના પોષકતત્વો અને પાણીની જરૂરીયાત આપનારા ગુણ ધરાવે છે. જેનાથી નિર્જળીકરણની સંભાવના ઓછી હોય છે.
ચામડીનો નિખાર: ચામડીની ચમક કે નીખાર વધારવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરી શકાય છે. ચોખાના પાણીથી તમે ચમકદાર ચામડી બનાવી શકો છો. આ માટે રૂના પોતાને ચોખાના પાણીમાં ડુબાડીને ચહેરા પર લગાવીને ચામડીને ચમકીલી બનાવી શકો છો. ચોખામાં ઓરીજેનોલ નામનું તત્વ મળી આવે છે જે ચામડીને UV કિરણોથી સુરક્ષિત રાખવામાં મદદગાર હોય છે. સૂર્યની ગરમીથી બચવા માટે ચોખાનો માંડ પીવો જોઈએ.
પેટની સમસ્યા: જો તમને પેટની સમસ્યા રહે છે તો તેના માટે ચોખાનુ પાની પીવું જોઈએ. પરંતુ ચોખાના પાણીનું બનાવેલું માંડ ખાવાથી ખોરાક સરળતાથી પચે છે. ચોખાને દુધમાં ભેળવીને 20 મિનીટ સુધી ઢાંકીને રાખી દો. આ પછી તેને ખાવાથી પેટની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
મગજના વિકાસ માટે : જો તમે ચોખાના પાણીનું દરરોજ સેવન કરો છો તો તે મગજ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેનાથી મગજનો વિકાસ થાય છે અને તે તમને અલ્ઝાઈમર જેવા રોગોથી છુટકારો અપાવે છે. એ માટે તમારે તેનું દરરોજ સેવન કરવું જોઈએ.
શરીર સ્વસ્થ રાખે: ચોખાનું પાણી પીવાથી એક્જિમાં, તાવ અને અન્ય બેકટેરીયલ સંક્રમણને ઠીક કરવામાં ખુબ જ મદદ મળે છે. તે ઉર્જાથી ભરપુર હોય છે અને તેમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. જેના લીધે શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
વાળ: ચોખાના ધોવરાવણનું સેવન વાળ માટે ખુબ જ લાભકારી છે. તેના સેવનથી તમે વાળની ઘણી સમસ્યાથી બચી શકો છો. તમે તેને વાળમાં પણ લગાવી શકો છો. તેને તમે વાળમાં લગાવીને 20 મિનીટ સુધી છોડી દો અને બાદમાં ધોઈ લો. આમ કરવાથી વાળ ખરવાની કે વાળ તૂટવાની અને પાતળા થવાની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
કેન્સરથી બચાવે: તમને અમે બતાવી દઈએ કે ચોખાના પાણીનું સેવન આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે તમને કેન્સર જેવી સમસ્યાથી બચાવે છે. એટલા માટે તમારે તેનું સેવન કરવું જોઈએ.
વજન ઘટાડે: ચોખાનું પાણી પીવાથી મેટાબોલીઝ્મ બેક્ટેરીયલ બુસ્ટ કરે છે. સાથોસાથ ફાઈબરથી ભરપુર હોવાના કારણે તેનાથી ભૂખને પણ કન્ટ્રોલમાં કરી શકાય છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
ટ્યુમર: જો ટ્યુમરની સમસ્યા થવાની સંભાવના હોય તો ચોખાના પાણીથી ટ્યુમરની સમસ્યાને રોકી શકાય છે. ચોખાના પાણીનું સેવન ટ્યુમરની સમસ્યાને દબાવે છે અને તેના સેવનથી ટ્યુમર થતો નથી.
આમ, ચોખાનું ધોવરાવણ ખુબ જ ઉપયોગી છે. એ ઉપરોક્ત તમામ સમસ્યાઓને ખુબ જ સરળતાથી અસર કરે છે. આશા રાખીએ કે આ માહિતી ખુબ જ ઉપયોગી થાય અને ચોખાના પાણી એટલે કે ચોખાના ધોવરાવણનો ઉપયોગ કરીને તમે ઉપરોક્ત તમામ સમસ્યાઓને દુર કરી શકો અને તમે નીરોગી રહી શકો.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com