દેશમાં કોરોનાની બીજી લહેર ખતરો મંડરાય રહ્યો છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યાં છે અને મોતના આંકડા પણ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે. દેશની તમામ આરોગ્ય સંસ્થા લોકોને પહેલાથી સાવચેત રહેવાની સલાહ આપી રહી છે.
કોવિડ-19ની બીજી લહેરથી બચવા માટે જરૂરી છે કે વધુથી વધું એલર્ટ રહો અને પોતાના પરિવારને જ્યા સુધી બની શકે પલ્બિક પ્લેસમાં લઇ જવાથી બચો. કોરોનાની આ બીજી લહેર બાળકો અને યુવાનોને પણ પોતાની ઝપેટમાં લઈ રહી છે, એવામાં અમે તમને એ વાત જણાવી રહ્યાં છીએ કે કોવિડ-19ની બીજી લહેરથી બચવા માટે કઈ જગ્યાથી અંતર બનાવી રાખવું તમારા માટે ખૂબ જરૂરી છે.
કરિયાણા-બજારમાં જવાનું ટાળો : મહિનાનું કરીયાણુ ખરીદી કરવા માટે જો તમે સુપર માર્કેટ કે દુકાન પર જઈ રહ્યાં છે તો ત્યાં જવાનું ટાળો. જ્યાં સુધી બની શકે ઓનલાઈન કરીયાણાની ખરીદી કરો. આમ કરવાથી તમે ત્યાંની ભીડથી તો બચશો જ અને કેશ કાઉન્ટરની લાંબી લાઈનથી પણ બચી શકશો. આ નાની બાબતથી બચવું ખુબ જ જરૂરી છે.
બજાર અને મોલ : આમ તો કોરોનાની પહેલી લહેરમાં પણ બજાર અને મોલમાં જવાની મનાય હતીં પરંતુ પહેલા કરતા કોરોનાની બીજી લહેર અત્યંત ખતરનાક છે. એટલું જ નહીં, આ વખતે આ વાયરસ બાળકો અને યુવાઓને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. એવામાં જ્યારે તમે મોલ અથવા બજારમાં જાઓ છો તો આ હજારો લોકોના સંપર્કમાં એક સાથે આવે છે જેથી સંક્રમણની સંભાવના અનેક ગણી વધી જાય છે. માટે બજાર, મોલ જેવી ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું એ અત્યંત જરૂરી છે.
પર્યટન સ્થળ : ગરમીની ઋતુ ચાલુ થઈ ચૂકી છે અને રજા મળતા જ પરિવાર અવનવા સ્થળ પર ફરવા જાય છે. જો તમે આવું વિચારી રહ્યાં છો તો તમે પણ પોતે અને પરિવારને ખૂબ મોટા ભયમાં પાડી રહ્યાં છો. કોરોનાની બીજી લહેર જીવલેણ છે. એવામાં તમે ઘર પર જ કઈક સારૂ આયોજન બનાવો તો ઉત્તમ રહેશે અને તમરો પરિવાર પણ સુરક્ષિત રહેશે.
પાર્ક અથવા પ્લે ગ્રાઉન્ડ : ગયા એક વર્ષથી ઘરમાં બેસી-બેસીને બાળકોથી લઈને મોટા સૌ કોઈ કંટાળી ગયાં છે. દિવસભર મોબાઈલ અને લેપટોપ પર અભ્યાસ અને ગેમ રમીને હવે તે પણ પાર્ક જવાની અને અન્ય બાળકો સાથે પાર્કમાં રમવાની જીદ કરવા લાગ્યાં છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં બાળકોને પાર્ક અથવા રમવા મોકલવા ખતરાથી કઈ કમ નથી. તમે ઘરે બાળકોને રમવાની સગવડ કરી તો શ્રેષ્ઠ રહેશે. અને બાળકો જોડે ઘરમાં જ સમય પસાર કરો. બને ત્યાં સુધી બહારનો ખોરાક ખાવાનું પણ ટાળો.
પાર્ટીમાં હાજરી આપવી : શહેરમાં ભલે જ લોકડાઉન ન લાગ્યું હોય પરંતુ તમને સાવેચત નાગરિક તરીકે પાર્ટી, ફંક્શન વગેરેને પણ અત્યારે ટાળવા જોઈએ. ઘણાં લોકો છે જે આ પાર્ટિઓને ઘરે જ માણી રહ્યાં છે અને સામાજિક અંતર જાળવી નથી રહ્યાં, જેના કારણે લોકો ઝડપથી કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે, અને તેનો ભોગ બની રહ્યા છે.
સ્વીમિંગ પુલ : ગરમીઓમાં લોકો બાળકોને સ્વીમિંગ ક્લાસ મોકલે છે પરંતુ આ વખત તમે તમારા બાળકોને અન્ય પ્રવૃતિ તરફ વાળો. એટલું નહીં, પુખ્ત વયના લોકોએ પણ અત્યારે સ્વીમિંગ પુલમાં જવાથી બચવું જોઈએ.
બીજી અન્ય જગ્યાએ : જેમ કે નાના નાના ફંકશનમાં, લગ્ન પ્રસંગ અને ઘણા બધા લૌકિક કાર્યો વગેરે જેવી જગ્યાએ જવાનું બંધ રાખવું વધારે હિતાવહ છે. કોરોનાની બીજી લહેર ખુબ જ જીવલેણ છે, માટે પોતે સુરક્ષિત રહેશો તો પરિવાર પણ સુક્ષિત રહેશે. એટલે કઈ પણ કામ વગર પણ બહાર જવું એ એક બેદરકારી જ છે.
મિત્રો આમ, આ મહામારીથી બચવા આ જાહેર જાગ્યા, ભીડભાડ વાળી જાગ્યા અને નાના પ્રસંગો વગેરે જેવી જગ્યાએ જવાનું ટાળવું ખુબ જ જરૂરી છે. (આ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, અને માત્ર સ્ટડી પર્પસ માટે છે.)
Image Source : www.google.com