દુનિયામાં બાળક અને માતાનો સબંધ ખુબ જ વાત્સલ્ય ભર્યો અને પ્રેમાળ હોય છે, માતા પોતાના બાળકને ઉછેરવામાં પોતાનું સર્વસ્વ ત્યજીને બાળકનો ઉછેર કરે છે. એક માતા પોતાના બાળકને નવ મહિના પોતાના ઉદરમાં સાચવે તથા ખુબજ વેદના સહન કરી બાળક ને જન્મ આપે છે, આથી જ માતા અને બાળક વચ્ચે ખુબ જ હેત- પ્રેમ હોય છે. બાળક અને માતાનો લાગણીનો સબંધ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સબંધ છે. જયારે માતા ઘોડિયામાં સુતેલા પોતાના બાળકને પ્રેમ ભર્યા હાલરડાં સંભળાવે છે ત્યારે બાળકને માતાના ગર્ભમાં હોય તેવો હૂફભર્યો અહેસાસ થાય એટેલે કે બાળક હૂફ અને સુરક્ષા અનુભવે છે, તથા ખુબ જ સારી રીતે નીંદર કરી શકે છે. આથી જ દરેક માતાઓ પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવી હાલરડાં સંભળાવતી હોય છે.
આજના જમાનામાં માતાઓ ખુબ જ મોડેર્ન બનતી ગઈ છે સાથે સાથે આવી બધી સંસ્કૃતિઓને ભૂલતી ગઈ છે, માટે જ આજના બાળકો પણ ધીમે ધીમે મોબાઈલ સોંગના શોખીન બનતા જાય છે. આજના બાળકને મોબાઈલમાં ગીતો સાંભળતા સાંભળતા સુવાની ટેવ પડતી ગઈ છે. મિત્રો ઈતિહાસમાં એક સમય એવો હતો જ્યારે મહિલાઓ પોતાના બાળકને શિવાજીનું હાલરડું ગાઈને સંભળાવતી હતી અને બાળકને ખુબ જ હેત- પ્રેમથી સુવડાવતી, પણ આજે આ સંસ્કારો ધીમે- ધીમે લુપ્ત થતા જાય છે.
આજના આ આર્ટીકલમાં અમે તમને જણાવશું કે માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળક પર થતી અદભુત અસરો વિષે જેથી કોઈ પણ મહિલા વાંચશે તે પોતાના બાળકને ખુબ જ હેત-પ્રેમથી ઘોડિયામાં સુવડાવી હાલરડું સંભળાવવાનું ભુલશે નહિ. (The wonderful effects of Listening to Mothers Howls on the Baby).
માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળક પર થતી અદભુત અસરો :
જયારે બાળક ઘોડિયામાં સુતેલું હોય છે ને માતા હેત-પ્રેમથી હાલરડું ગાતી હોય છે ત્યારે તેના હાલરડામાં બાળક પ્રત્યે એક વાત્સલ્ય -પ્રેમનો ભાવ તથા પ્રેમની લાગણી છલકતી હોય છે અને માતાના પ્રેમમાં મમતા છલકતી હોય છે. દુનિયામાં સ્ત્રી માટે માતા બનવા જેવો અહેસાસ જેટલું બીજું કોઈ સુખ નથી હોતું. કહેવાય છે કે બાળક પોતાની માતાની સૌથી નજીક હોય છે. માત્ર માતા જ બાળકને વગર બોલ્યે પોતાની વાતને સમજાવી શકે છે અને બાળકની કોઈ પણ વેદના તથા દુખ માત્ર માતા જ સમજી શકે છે, માતાની ગોદમાં આવીને બાળક તરત જ શાંત થઇ જાય છે.
માત્ર એક માતા જ ખુબ સારી રીતે જાણતી હોય છે કે ઘોડિયામાં સુતેલુ બાળકને પોતાના અવાજમાં ગવાયેલું હાલરડુ પોતાના બાળકને કેટલી શાંતિ આપે છે, બાળકના બેચેન મનને શાંત કરે છે. એટલે જ માતાના મધુર અવાજથી ગવાયેલ ગીત તથા હાલરડાથી બાળકને શાંત કરાવતા જોઈ હશે, અને મિત્રો આ જ હાલરડું બાળકને માતાની નજીક લાવે છે. માટે જ માતાએ પોતાના બાળકને હેત-પ્રેમથી સુવડાવવા તથા તેના મનને પ્રફુલ્લિત કરવા હાલરડાં સંભળાવી બાળકને ઘોડિયામાં સુવાડવું જોઈએ.
જયારે માતા પોતાના મધુર અવાજમાં હાલરડા ગાતી હોય ત્યારે તેમાં એક પ્રકારની બાળક પ્રત્યે મમતા હોય છે. જે બાળક પર જાદુની જેમ કામ કરે છે. તેનાથી તે બાળકની સૌથી નજીક આવી શકે છે અને બાળકને પોતાના અવાજથી પ્રેમની ભાષા શીખવે છે, માટે જ તમે જોયું હશે કે સૌથી પહેલા બાળક પોતાની માતાનો અવાજ ઝડપથી ઓળખી લેતું હોય છે. બાળક જ્યારે સતત આ અવાજ સાંભળતો હોય છે ત્યારે તે અવાજથી જોડાવા લાગે છે અને તરત જ પોતાની માતાને ઓળખી લે છે.
જયારે માતા પોતાના વાત્સલ્ય ભર્યા અવાજથી હાલરડું ગાતી હોય એ સાંભળીને બાળકનો ડર ખતમ થઇ જાય છે. જાણકારોનું કહેવું છે કે માતા પાસેથી હાલરડું સાંભળીને બાળકમાં ડર તેમજ મુશ્કેલીઓ સામે લડવાની પ્રતિરોધક શક્તિ મળે છે તથા બાળક પોતાને સુરક્ષિત અનુભવે છે. જેના કારણે બાળકનો બૌધિક, શારીરિક અને ભાવનાત્મક વિકાસ થાય છે. તાજેતરમાં થયેલ એક શોધ દ્વારા એક વાત સામે આવી છે કે માતાનું હાલરડું બાળકના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે.
મિત્રો આગળ જણાવ્યું તે પ્રમાણે કે માતાના હાલરડાથી બાળકના મગજનો વિકાસ થાય છે તેમજ તેને સુખદ અનુભુતી થાય છે. હાલરડું બાળકના મગજના ઘણા બધા ભાગને એક સાથે ઉત્તેજિત કરે છે. જેને મેડીકલની ભાષામાં મ્યુઝીકલ લર્નિંગ કહેવામાં આવે છે. પરંતુ આજે બાળકને હાલરડું સંભળાવવાની વાત તો દુર રહી એને આજે મોબાઈલ ફોને આપી ચુપ કરી દેવામાં આવે છે. તમે ઘણા માતાપિતાને આવું કરતા જોયા હશે, બાળક ઘોડિયામાં સુતું હોયને ફોન હાથમાં હોય, અને ગીતો વાગતા હોય છે.
એવું કેહવાય છે કે જયારે બાળક ઘોડિયામાં સુતા-સુતા હાલરડું સાંભળતું હોય ત્યારે તેના મગજના બે ભાગને તે હાલરડું પ્રભાવિત કરે છે. તેમાંથી એક છે જે ગીતો સાંભળે છે અને તેનું વિશ્લેષણ કરે છે અને બીજો ભાગ એ કે જેના પર સંગીતની ભાવનાત્મક અસર થાય છે. જેના કારણે બાળક હાલરડું સાંભળીને ખુશ થઇ જાય છે. તેના કારણે તેની સાથે તેની બુદ્ધિનો પણ વિકાસ થાય છે તથા સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને બાળક સુરીક્ષિત, પ્રફુલ્લિત અને બાળકની નીંદર પણ સારી રીતે થાય છે.
બાળકના બૌધિક વિકાસ, સ્વાસ્થ્ય, તથા સારી નીંદર જેવા આ ફાયદાઓને ધ્યાનમાં રાખતા માતાએ પોતાના બાળકને ઓછામાં ઓછી દોઢ થી બે વર્ષની ઉંમર થાય ત્યાં સુધી વાત્સલ્ય ભર્યા અવાજથી પોતાના બાળકને હાલરડાં સંભળાવા જોઈએ. આશા રાખીએ કે આ માહિતી દરેક માતા માટે ઉપયોગી સાબિત થાય.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.