આપણે ત્યાં દરેક ઋતુની અનેક વિશેષતા હોય છે, ત્રણેય ઋતુમાં ફળોની પણ વિશેષતા હોય છે. ઋતુ પ્રમાણે ફળો, શાકભાજી, ખાણીપીણીનું સેવન કરવાથી શરીમાં અનેક બીમારીઓ દુર રહે છે. ગરમીની સીજનમાં ખાનપાનનું ધ્યાન રાખવાની ખુબ જ જરૂર પડે છે. જો ખોરાક સારો ન હોય તો ઘણા બધા રોગો થઇ શકે છે. આ મોસમમાં થોડી પણ બેદરકારી રાખી તો સ્વાસ્થ્ય પર ભારી પડી શકે છે. વાસ્તવમાં કેટલીક બીમારીઓ છે જે મોસમ પ્રમાણે જ આવે છે જેમાં ગરમીની સીજનમાં તીવ્ર તડકો અને પરસેવાના કારણથી હીટ સ્ટોક, ડિહાઈડ્રેશનથી પણ લોકો બીમાર પડે છે.
ડિહાઈડ્રેશન જેવી સમસ્યાથી બચવા માટે રસદાર ફળોનું સેવન કરવું જેમ કે તરબૂચ, કેરી, શક્કરટેટી, વગેરેનું સેવન ઉત્તમ માનવામાં આવે છે અને આ ફળોના સેવનથી શરીર હાઇડ્રેઇટીંગ રહે છે અને ઘણી બધી બીમારીઓ પણ રહેશે દુર. ચાલો જાણીએ ગરમીની સીજનમાં આ ફળોના સેવનથી થશે ઘણા બધા ફાયદા.
નારિયેળ : ઉનાળામાં નારિયેળ પાણી સૌથી વધુ ફાયદાકારક છે, નારિયેળ પાણીના સેવનથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહેશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. માટે ઉનાળામાં દરરોજ નારિયેળ પાણી પીવું આવશ્યક છે. નારિયેળ પાણી શરીરને ઉર્જાવાન રાખે અને પેટની સમસ્યાને દુર કરવામાં પણ મદદ કરે છે. નારિયેળ પાણીના સેવનથી શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ લેવલને વધારે છે, જેથી હદય સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો ઓછો રહે છે. નારિયેળ પાણીના સેવનથી હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે અને માઈગ્રેનની સમસ્યામ પણ રાહત આપે છે.
તરબૂચ : ગરમીની સીજનમાં તરબૂચ ખાવું ખુબ જ જરૂરી છે કારણ કે તેમાં 92 ટકા પાણી હોય છે જેથી તેને ખાવાથી શરીરનું તાપમાન અને પાણીની માત્રા બરાબર રહે છે, સાથે જ શરીર હાઈડ્રેટ રહે છે. સ્વાદિષ્ટ અને મીઠા તરબૂચમાં લાઈકોપિન, એન્ટીઓક્સીડન્ટ અને વિટામીન -A, વિટામીન- C અને વિટામીન-B6 ભરપુર માત્રામાં હોય છે.
તરબૂચ એ એક એવું ફળ છે જે ફેટ ફ્રી અને હાઇડ્રેઇટીંગ છે, સાથે જ શરીરમાં લોહીની ઉણપ દૂર કરે તથા આંખો અને વાળનું રક્ષણ કરે છે. તરબુચમાં ભરપુર માત્રામાં પોટેશિયમ હોય છે જે હૃદય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તરબૂચના સેવનથી શરીરમાં લોહીનો પ્રવાહ નિયમિત રાખે છે.
કેરી : ફળોનો રાજા કેરીની તો વાત જ કઈક અલગ જ છે. ઉનાળામાં કેરી ખાવી સૌને ખુબ જ પસંદ હોય છે. કેરીમાં એવા તત્વો હોય છે જે ત્વચાનો રંગ શુદ્ધ કરે છે. કેરીમાં વિટામીન-C, વિટામીન- K, વિટામીન-A, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન ઉપરાંત સોડીયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, કોપર વગેરે જેવા જરૂરી તત્વો હોય છે. પરંતુ કેરી ખાતા પહેલા તેને થોડા કલાક પાણીમાં રાખો પછી જ ખાવી ફાયદાકારક છે. કેરી ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે સાથે જ તમારા પાચને પણ મજબૂત કરે છે. કેરીના સેવનથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોનું લેવલ ઘટે છે.
નારંગી : સીજનલ બીમારીઓથી બચવા માટે નારંગીનું સેવન ઉત્તમ માનવામાં આવે છે. નારંગીમાં ભરપુર પ્રમાણમાં પોટેશિયમ, ફાયબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન-C, વિટામીન-E અને વિટામીન-A હોય છે. નારંગીના સેવનથી વારવાર થતી શરદી દુર થાય છે સાથે શરીરની ઈમ્યુનીટી મજબુત થાય છે અને શરીરનું વજન ઘટે છે.
નારંગીમાં રહેલું પોટેશિયમ તત્વ હદયને સ્વસ્થ રાખે છે. નારંગીમાં રહેલું વિટામીન-C કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખે છે અને હાર્ટની બીમારીઓથી બચાવે છે. નારંગીમાં કેરોટીનોઈડ તત્વ હોય છે જે લીવર સંબધિત સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.
શક્કરટેટી : ગરમીની સીજનમાં શક્કરટેટી ખાવાથી શરીરમાં પુરતા પ્રમાણમાં પાણી રહે છે અને શરીર હાઇડ્રેઇટીંગ રહે છે. શક્કરટેટીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, વિટામીન ભરપુર માત્રામાં હોય છે જેથી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
શક્કરટેટીના સેવનથી બ્લડપ્રેશર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે જેવા અનેક રોગો માટે તે ઉપયોગી છે. શક્કરટેટીના પલ્પને માથામાં લગાવવાથી તે કુદરતી હેર-કન્ડીશનરનું કામ કરે છે. શક્કરટેટીના બીજના ફાયદાની વાત કરીએ તો હૃદય રોગ, વજન ઓછું કરવા, પાચન માટે ફાયદો પહોચાડે છે.
કાકડી : કાકડીમાં કુદરતી પ્રમાણમાં પાણી હોય છે. કાકડીના સેવનથી શરીરમાં પાણીના સ્તરને જાળવવામાં મદદરૂપ થઇ શકે છે. કાકડીમાં એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ પણ હોય છે જે આંતરડાનું આરોગ્ય જાળવે છે. કાકડીના સેવનથી ત્વચા પણ તંદુરસ્ત રહે છે.
આમ, ગરમીની સીજનમાં આ ફળોનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓમાં ફાયદો થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com