ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપરયુગમાં મથુરામાં થયો હતો. આપણે બધા ખુબ સારી રીતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને તેની લીલા વિશે બાળપણથી જ સંભાળતા આવીએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણનું બાળપણ ગોકુળ, વૃંદાવન અને મથુરામાં વીત્યું હતું. ત્યાર બાદ મામા કંન્છ ને માર્યા પછી દ્વારકામાં વસ્યા હતા. ત્યાં તેમણે સૌરાષ્ટ્રની સ્થાપના કરી અને સમુદ્ર કિનારે દ્વારકામાં પોતાનો મહેલ બનાવ્યો હતો.
મહાભારતનું યુદ્ધ દુનિયાના ઇતિહાસમાં સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં ખુબજ મોટો માનવસંહાર થયો હતો, આ ભયંકર યુદ્ધમાં, ઘણા લોકોનું જીવન હણાયું હતું, આજે પણ કુરુક્ષેત્રની જમીનનો રંગ તેમના લોહીથી લાલ છે. આ યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો અને કૌરવોની હાર થઇ સાથે જ કુરુવંશ નો પણ અંત થયો હતો. આ યુદ્ધ પછી કૌરવોની માતા ગાંધારી ઉદાસ અને વેદનાથી પીડાતી હતી. આ દરમિયાન શ્રીકૃષ્ણ તેમની પાસે મુલાકાત લીધી. ગાંધારી તેમને જોઈને ખુબ જ ગુસ્સે થયા અને શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો કે જેવી રીતે તેમણે કૌરવવંશ નો અંત કર્યો છે, તેવી જ રીતે યાદવવંશ નો પણ એક બીજાને મારીને બધું ખત્મ થઇ જશે અને યાદવ કુળનો નાશ થશે.
મહાભારતના કુરુક્ષેત્રના ભયંકર માનવસંહારથી શ્રીકૃષ્ણનું જીવન બદલાઈ ગયું હતું, અને ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને રાજતિલક કરાવી દ્વારકા પાછા ફર્યા. માહિતી અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે લગભગ 36 વર્ષ સુધી દ્વારકા પર શાસન કર્યું છે. ધીરે ધીરે કૌરવોની માતા ગાંધારીએ આપેલ શ્રાપ પોતાનું રૂપ દેખાડવા લાગ્યો. એક દિવસ શ્રીકુષ્ણ પ્રભાસમાં (હાલનું પ્રભાસ પાટણ) પ્રવેશ કર્યો, જેવા પ્રભાસમાં પગ મુક્યો તરત જ યાદવોની બુદ્ધિ ભ્રમિત થતી ગઈ અને તેઓ તેમના જ સાથીઓને શત્રુ તરીકે ઓળખીને એકબીજાના જીવનનો અંત કરવા લાગ્યા. આજે પણ આ પ્રભાસ વિસ્તાર સોમનાથ નજીક આવેલો છે.
એકવાર યાદવ લોકોનો એક અવસર હતો, આ અવસરને મનાવવા યાદવવંશ સોમનાથની નજીક પ્રભાસ ક્ષેત્રમાં એકઠા થયા હતા. બધા યાદવો મદિરાપાન કરી રહ્યા હતા અને જીવનનો આનંદ માણતા હતા. એવામાં બધા યાદવો વચ્ચે કોઈક કારણે અચાનક વિવાદ શરૂ થયો અને આ વિવાદે ભયંકર રૂપ લીધું. બધા યાદવોની બુદ્ધિ ભ્રમિત થઇ ગઈ અને તેઓ એકબીજા સાથે જગડવા લાગ્યા અને એકબીજાનો સંહાર કરવા લાગ્યા. જ્યારે શ્રીકૃષ્ણ અને બલરામને આ ઘટનાની જાણ થઇ ત્યારે તેઓએ બાકી રહેલા યાદવોને સમજાવ્યા અને શાંત કર્યા.
પરંતુ ત્યારે ખૂબ મોડું થયું ગયું હતું, મોટા ભાગના યાદવોનો સંહાર થઇ ચુક્યો હતો. પોતાના જ ભાઈઓ દ્વારા જ પોતાનો સંહાર તથા લોહીથી લુહાણ યાદવોને જોઈ બાલારામેં શ્રીકૃષ્ણ ને કહ્યું, કાન્હા હવે અહિયાં મારું મન નથી લાગતું. મારું મન હવે આપણા લોક માં જવા ઈચ્છે છે. આટલું કહીને, બલરામેં શ્રીકૃષ્ણ પાસેથી રાજા લીધી અને વૈકુઠ ચાલ્યા ગયા. બલરામજી ને ભગવાન વિષ્ણુના આસન શ્રી શેષનાગનો અવતાર માનવામાં આવે છે.
બલરામજીના પ્રસ્થાન પછી, ભગવાન શ્રીકુષ્ણ પોતાને એકાંત અને ખૂબ દુ:ખી અનુભવવા લાગ્યા. પરંતુ શ્રીકુષ્ણના વૈકુઠ જવાનો સમય આવ્યો ન હતો, એટલા માટે તેઓ વૈકુઠધામ પાછા ફરી શકતા ન હતા. ભગવાન શ્રી કૃષ્ણ તેમના પરિવાર જનોની યાદમાં તેઓ પ્રભાસ ક્ષેત્રમાં રહેવા લાગ્યા અને તેઓની યાદમાં જીવતા હતા. એવામાં એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ એક વૃક્ષની છાયા નીચે બેઠા હતા અને પોતાનું અતીત અને ભવિષ્યનો વિચાર કરતા હતા. ત્યારે ‘જરા’ નામનો એક પારધી શિકાર કરવા નીકળ્યો અને તેને તીર છોડ્યું, એ તીર ભગવાન શ્રીકૃષ્ણના પગમાં આવીને વાગ્યું. ભગવાન શ્રીકૃષ્ણ ઘાયલ થયા. એ શિકારીને માફી આપી અને કહ્યું મિત્ર આ કાર્ય પાછળ તું પોતાને દોશી ન માનીશ, મારા પર તારું ઋણ હતું, અને મારા જીવનનો અંત આવી રીતે હતો,
આટલું કહીને ભગવાન શ્રીકૃષ્ણ વૈકુઠ ચાલ્યા ગયા. જે જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો એ જગ્યા હાલમાં સોમનાથની નજીક ‘ભાલકા તીર્થ’ ના નામે પ્રસિદ્ધ છે. ભગવાન શ્રીકૃષ્ણના જીવનના અંત સાથે કૌરવોની માતા ગાંધારીના શ્રાપથી ધીમે ધીમે યાદવ કુળનો પણ અંત થયો.