કણજી કે કરંજ ભારતમાં બધી જ જગ્યાએ જોવા મળે છે. આ વૃખ દેખાવમાં સાધારણ હોય છે. પરંતુ તે અનેક ઔષધિય ગુણ ધરાવે છે. કરંજ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. વૃક્ષ કરંજ, પુટી કરંજ, લતા કરંજ. આ બધી જ કરંજમાંથી પ્રાપ્ત તેલ ચામડીના રોગો માટે ફાયદાકારક છે.
કરંજનું વાનસ્પતિક નામ Pongamia pinnata (પોન્ગેમીયા પીન્નાટા) છે. જેને અંગ્રેજીમાં smooth leaved pongamia કહે છે. આ વૃક્ષ વિશાળ પ્રમાણમાં પણ થાય છે, જેનું થડ માણસની બાથમાં મુશ્કેલીથી સમાય એવું ઝાડું હોય છે. કણજીનું ઝાડ 25 થી 30 ફૂટ ઊંચું થાય છે, અને તેની ચારે બાજુ ઘણી શાખાઓ નીકળેલી હોય છે. તેની ડાળીઓ ભૂરા કે ચળકતા ઘેરા લીલા રંગની કે રાખોડીયા રંગની હોય છે. કણજીના પાન ખુબ જ ચળકતા ઘેરા લીલા રંગના અને સુંદર હોય છે. કોમળ પાન જરા પીળાશ પડતા હોય છે. પાનનો આકાર ગોળ કે લંબગોળ હોય છે. પાનમાં ટેરવા બુઠ્ઠા અને અણીવગરના હોય છે. વર્ષા ઋતુમાં શરૂઆતમાં તેને સહેજ ગુલાબી અને આસમાની ઝાયવાળા સફેદ રંગના ફૂલોની કલગીઓ આવે છે. નાના નાનાં ફૂલોની તેની ક્લ્ગીઓ જાણે મોતીઓથી ગુંથેલી ન હોય તેવી દેખાય છે.
ગામડાના લોકો તેની એક જાતને કણજી અને બીજી જાતને કણજો કહે છે. તેને બદામના જેવી પરંતુ જરા ચપટી શિંગો આવે છે. ઝાડ પર શિંગોના ઝૂમખાં ઝુકી રહેલા દુરથી નજરે પડે છે. શિંગ પ્રથમ લીલી હોય છે, પરંતુ પાકે ત્યારે ભૂરા રંગની થઇ જાય છે. તેની પાકી શીંગોનેને ભાંગવાથી અંદરથી રતાશ પડતા ભૂરા રંગના બી નીકળે છે. તેની વાસ ઉગ્ર અને સ્વાદ કડવાશ પડતો હોય છે. ચાલો જાણીએ કણજીના આયુર્વેદિક ફાયદા વિષે.
ચામડીના રોગો: કણજીના બીજમાંથી જે તેલ નીકળે છે જેને કરંજીયું તેલ કહે છે. આ તેલ ચોપડવાથી ચામડીના ઘણા બધાં રોગો મટે છે. તેનો ઉપયોગ ચામડીના રોગોમાં ચોપડવામાં વિશેષ પ્રમાણમાં થાય છે. ઔષધી તરીકે કણજીના બી, તેલ, છાલ અને પાનનો ઉપયોગ થાય છે.
ધાધર: કણજીના પાનનો રસ ધાધર પર ચોપડાય છે. તેના બી પણ પાણીમાં ઘસીને ખસ કે ધાધર પર ચોપડાય છે. કણજીના બી તથા કુવાડીયાના બી સાથે વાટીને ચોપડવાથી ધાધર મટે છે. કણજીનું તેલ લીંબુના રસમાં મેળવીને ખુબ જ હલાવી, એકરસ કરીને ચોપડવાથી ધાધર મટે છે. કણજીનું તેલ, લીંબુનો રસ અને કપૂર એકત્ર કરીને ચોપડવાથી પણ ધાધર મટે છે.
ખસ: કણજીનું તેલ, ગંધક, કપૂર અને લીંબુનો રસ સરખે ભાગે એકત્ર કરીને ચોપડવાથી ભયંકર ફેલાયેલી ખસ ટૂંક સમયમાં મટે છે. કણજીનું તેલ, લીંબુનો રસ અને કપૂર એકત્ર કરીને ચોપડવાથી ખસ મટે છે.
કરોળિયા: કણજી, આકડો, વરધારો, થોર અને ચમેલીએ પાંચેયના પાન સરખે ભાગે લઈ, ગાયના મૂત્રમાં વાટીને લેપ કરવાથી ધાધર, ખસ, ધોળો કોઢ, દુષ્ટવ્રણ અને અર્શ મટે છે. કણજીનું તેલ ચોપડવાથી કરોળિયા અને શ્વિત કોઢ મટે છે.
વધરાવળ: કણજીના બી પાણી સાથે ગરમ કરીને લેપ લગાડવાથી વા ના કારણે વૃષ્ણ કોથળીમાં થયેલી શુક્ર કોષની વૃદ્ધિ અટકે છે. કણજીના મૂળ ચોખાના ધોવરાવણમાં કે ચોખાના ઓસામણમાં ઘસીને લેપ કરવાથી શુક્રપિંડની સાઈઝમાં ઘટાડો થાય છે.
ખોડો: માથામાં ખોડો થયો હોય તો પ્રથમ અરીઠા કે અરીઠાના કુમળા પાન વાટી તેનાથી માથું ધોવું. ત્યારબાદ કણજીનું તેલ, કડવી કોઠીના બીનું ચૂર્ણ અને લીંબુનો રસ એકત્ર કરીને માથાના ખોડા પર ચોપડવાથી માથા પરનો ખોડો મટે છે.
સંધિવા: કણજીની છાલ પાણીમાં વાટી, ગરમ કરીને લેપ કરવાથી સંધિવા મટે છે. કણજીના મૂળની છાલ છૂંદીને સંધિવાના સોજા પર લેપ કરવાથી સંધિવાનો દુખાવો મટી જાય છે. કણજીના પાન પાણીમાં ઉકાળીને સ્નાન કરવાથી સંધીવાને કારણે ઝલાઈ ગયેલા સાંધા છુટા પડી જાય છે. કણજીના પાનને તેલ ચોપડીને બાંધવાથી પણ સંધિવાથી ઝલાઈ ગયેલા સાંધામાં ફાયદો થાય છે.
આંખના રોગ: કપડામાં કણજીના ફૂલની પોટલી બાંધી, એ પોટલી આંખે લગાડવાથી આંખનો સોજો મટે છે. કણજીનું બી ઘસીને આંખમાં આંજવાથી ફૂલું મટે છે. કણજીના બીજના ચૂર્ણને ખાખરાના ફૂલના રસના પુટ આપી, બારીક ખરલ કરી, પાતળી સોગઠી બનાવી, પાણીમાં ઘસી, તેને આંખમાં આંજવાથી પણ ફૂલું મટે છે.
ભગંદર-હરસમસા: કણજીના મૂળની છાલનો રસ નાસૂર અને ભગંદર પર રેડવાથી જલ્દી રૂઝ વળે છે. કણજીના પાન અથવા છાલ પાણી સાથે વાટીને પીવાથી અર્શ મટે છે. તેના કુમળા પાન વાટીને લોહી સાથે નીકળતા દુઝતા મસા મટે છે.
ગોનોરિયા (પરમિયો): કણજીના મૂળના રસમાં કે તેની છાલના ઉકાળામાં નારીયેળનું પાણી અથવા ચૂનાનું નીતર્યું પાણી મેળવીને સવાર અને સાંજે પીવાથી પરમિયામાં થતી પેશાબની બળતરા શાંત થાય છે, મૂત્રનલિકામાં આવેલો સોજો મટે છે અને પરું નીકળી જાય છે.
રક્તપિત્ત: 1થી ૩ ગ્રામ કરંજના બીજના ચૂર્ણમાં મધ તથા ઘી ભેળવી દો. તેનું સેવન કરવાથી નાક-કાન વગેરે જગ્યાએથી લોહી નીકળવાની સમસ્યા ઠીક થાય છે. સિંધવ મીઠા યુક્ત કરંજના બીજના ચૂર્ણમાં દહીનું પાણી ભેળવી દો. સિંધવ મીઠાયુક્ત કરંજના બીજના ચૂર્ણ 1 થી ૩ ગ્રામ દહીંનું પાણી ભેળવી દો. તેને ગરમ કરીને ત્રણ દિવસ સુધી પીવાથી નાક-કાન વગેરે જગ્યાએથી લોહી નીકળવાની સમસ્યા દુર થાય છે.
પેટના રોગ: કરંજના ફળનો ગર્ભ 1 થી 2 ગ્રામ શેકી લો. તેમાં સિંધવ મીઠું ભેળવીને તેનું સેવન કરવાથી પેટના દર્દથી આરામ મળે છે. કરંજના બીજોની છાલો ઉતારીને સાફ કરી લીધા બાદ તેમાં થોરના પાંદડાનું દૂધ નાખો. આ પછી તેને તડકામાં સુકાવીને તેલ કાઢી લો. તેનો પ્રયોગ કરવાથી પેટના ફોડા નાશ પામે છે. કરંજના બીજ, સુંઠ તથા ઘોડાવજને કરંજના ઉકાળામાં વાટીને લગાવાવથી પેટના ફોડાઓ મટે છે.
કોઢ: કણજીના પાનના રસમાં દહી, ચિત્રક મૂળ, મરી અને સિંધવમીઠું મેળવીને સવારે અને સાંજે ત્રણથી ચાર માસ સુધી પીવાથી કોઢ મટે છે. કણજીના પાન અને ચિત્રકના પાન વાટીને તેમાં દહી તથા મીઠું મેળવીને ખાવાથી ગળત કોઢ મટે છે. કણજીના પાન, ચિત્રકના પાનને મરી સાથે વાટીને દહી સાથે ખાવાથી પણ ગળત કોઢનો રોગ મટે છે.
આ સિવાય કરંજના ઉપયોગ કરવાથી માથાની ટાલ, દાંતની બીમારી, ખાંસીનો ઈલાજ, ઉલ્ટી, ભૂખમાં વધારો, બરોળ વધવી, ઝાડા, મૂત્ર રોગ, સીફ્લીશ, ગઠીયો, લકવો, સોરાયસીસ, વિર્સપ રોગ, ફોડલાઓ, ઘાવ સુકાવવા, સાઈનસ, મસ, ચામડીનો વિકાર, ચહેરાનો નિખાર, તાવ, વીંછીનું ઝેર વગેરેમાં પણ ખુબ જ ઉપયોગી થાય છે.
આમ, કરંજ ખુબ જ ઉત્તમ ઔષધી છે, તે ચામડીના ભયંકર રોગો સહીત ઘણા રોગોમા ખુબ જ ઉપયોગી ઔષધી છે. આ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાતું હોવાથી શરીરમાં કોઈ આડઅસર કરતું નથી. માટે અહિયાં તેના ઉપયોગો વિશેની માહિતી અમે અહિયાં રજૂ કરી છે. આશા રાખીએ આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે આ બીમારોમાંથી છુટકારો મેળવી શકો.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com