ત્રિફળા એટલે ત્રણ ફળોનું ચૂર્ણ, આમળાં, બહેડા અને હરડેના મિશ્રણને ત્રિફળ કહેવામાં આવે છે. આયુર્વેદમાં ત્રિફળાના ચૂર્ણને ખુબ જ ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. ત્રિફળાના ચૂર્ણના સેવનથી અનેક રોગોને દુર કરી શકાય છે. ચરક સંહિતામાં પણ ત્રિફળાના આયુર્વેદિક ગુણોની ચર્ચા કરવામાં આવી છે. ત્રિફળા ચૂર્ણના સેવનથી શરીરના ત્રણેય દોષો જેમ કે વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ દુર થાય છે. ત્રિફળાના સેવનથી પેટ અને પાચનતંત્ર સાફ રહે છે. જીવનભર સ્વસ્થ અને સશક્ત રહેવા માટે ત્રિફળા ચૂર્ણ ખુબ જ ગુણકારી અને ઉપયોગી માનવામાં આવે છે.
ત્રિફળાનું ચૂર્ણ બનાવવા માટે સૌપ્રથમ બહેડા, હરડે અને આમળાં ત્રણેયને બરાબર સુકવી નાખો, ત્યારબાદ તેને સાફ કરી તેના ઠળિયા કાઢી અને બરાબર પીસીને તેનું ચૂર્ણ બનાવો. આ ચૂર્ણમાં હરડેનું ચૂર્ણ 10 ગ્રામ, બહેડાનું ચૂર્ણ 20 ગ્રામ અને આમળાંનું ચૂર્ણ 40 ગ્રામ લઈને મિક્સ કરીને ત્રિફળ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણને ફીટ ડબ્બામાં ભરીને રાખવું, જે 4 મહિના સુધી અસરકારક રહે છે. તો ચાલો જાણીએ ત્રિફળા ચૂર્ણ ખાવાના ફાયદા વિષે. (Benefits of Triphala Churna)
રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે : ત્રિફળા ચૂર્ણના નિયમિત સેવનથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે અને અનેક રોગો સામે લડવાની તાકાત મળે છે. ત્રિફળા ચૂર્ણના સેવનથી તાવ, શરદી અને વાયરલ તાવ જેવી બીમારીઓ જલ્દીથી થતી નથી. ત્રિફળા ચૂર્ણના નિયમિત સેવનથી શરીર તંદુરસ્ત રાખી શકાય છે અને ઘણી બધી બીમારીઓ પણ દુર રહે છે.
શરીરના દોષોને દુર કરવા : શરીરમાં ત્રણ પ્રકારના દોષો હોય છે જેમ કે વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ. આ ત્રણેય દોષોના કારણે શરીરમાં મોટા ભાગના રોગો થતા હોય છે. ત્રિફળાના ચૂર્ણના નિયમિત સેવનથી આ ત્રણેય દોષો કાબુમાં રહે છે અને જેના કારણે 90% બીમારી ક્યારેય થતી નથી. માટે ત્રિફળાનું સેવન શરીર માટે ખુબ જ આવશ્યક છે.
નબળાઈ દુર કરે : ત્રિફળા ચૂર્ણના સેવનથી શરીરમાં નબળાઈ, કમજોરી અને શરીરનો થાક દુર થાય છે. ત્રિફળા ચૂર્ણના સેવનથી શરીરમાં એનર્જી મળે છે અને શરીમાં ઝડપથી થાક અનુભવાતો નથી. એક ચમચી ત્રિફળા ચૂર્ણ લઇ તેને ઘી કે મધ સાથે લેવાથી શરીરમાં શક્તિ મળે છે અને શરીરની નબળાઈ દુર થાય છે. આ ચૂર્ણને અનુકુળતા પ્રમાણે પાણી સાથે પણ લઇ શકો છો.
પાચનતંત્ર માટે : ત્રિફળાના સેવનથી પેટ સંબધિત ઘણી બધી બીમારીઓ દુર કરી શકાય છે. ત્રિફળા ચૂર્ણ પાચનતંત્રને મજબુત બનાવે છે. પેટની સમસ્યા જેવી કે ગેસ, એસીડીટી, અપચો જેવી અનેક પાચનની સમસ્યામાં ત્રિફળા ચૂર્ણ અસરકારક ઉપાય છે.
બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે : બ્લડપ્રેશરની સમસ્યામાં ત્રિફળાનું સેવન કરવું એ ખુબ જ મહત્વપૂર્ણ છે, ત્રિફળા એક એવી આયુર્વેદિક દવા છે જે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં રાખે છે અને હદયના રોગોથી બચાવે છે. જે લોકો હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત છે તે લોકોએ રાત્રે ઊંઘતા સમયે દૂધ સાથે ત્રિફળા લેવાથી ફાયદો થાય છે. આવું એક અઠવાડિયા સુધી કરવાથી બ્લડપ્રેશરની સમસ્યા દુર થશે.
ડાયાબીટીસ : ડાયાબીટીસની સમસ્યામાં ત્રિફળા બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા મદદ કરે છે. ત્રિફળા ચૂર્ણને પાણી સાથે લેવાથી પણ ડાયાબીટીસમાં શુગરનું સ્તર કંટ્રોલમાં રહે છે. ત્રિફળામાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે એટલે કે તમને ટાઈપ-2 ડાયાબીટીસની સમસ્યા છે તો તમારે ત્રિફળાનું સેવન જરૂર કરવું જોઈએ.
માથાનો દુખાવો : ત્રિફળા ચૂર્ણમાં હળદર અને ગળોના પાઉડરને મિક્સ કરી સેવન કરવાથી માથાનો દુખાવો દુર થાય છે. આ રીતે ત્રિફળાના સેવનથી માથાનો દુખાવો દુર કરી શકાય છે.
ચામડી માટે લાભદાયક : ત્રિફળાના સેવનથી શરીરમાં હાજર ટોક્સીન્સને બહાર કાઢે છે અને લોહીને શુદ્ધ કરે છે. તેના કારણે ચામડી સ્વસ્થ અને સુંદર લાગે છે. ચહેરા પર ખીલ, ડાઘ અને ફોલ્લ્લીઓથી પરેશાન લોકોએ ત્રિફળાનું સેવન જરૂર કરવું જોઈએ તેનાથી આ બધી સમસ્યામાં ફાયદો થાય છે. તમે ત્રીફળાનો લેપ બનાવીને પણ ચહેરા પર લગાવી શકો છો, તેનાથી ચહેરા પરના ખીલ, ડાઘ સર્કલ દુર થશે અને ચહેરાની ચમક વધશે.
વજન ઘટાડવા : ત્રિફળાના સેવનથી શરીરનું વજન પણ ઘટાડી શકાય છે, નિયમિત સવારે ત્રિફળાનું ચૂર્ણ અને મધ લો, અને તેના પર હલકું ગરમ પાણી પીવો. એક મહિના સુધી આ ચૂર્ણ લેવાથી પેટની ચરબી ઓછી થવા લાગે છે.
કબજિયાતથી છુટકારો : કબજીયાતની સમસ્યામાં ત્રિફળા ચૂર્ણ ખુબ જ અસરકારક છે. જે લોકો કબજીયાથી પીડાય છે તેમેણે રાત્રે સુતા પહેલા સહેજ ગરમ પાણી સાથે અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ લેવાથી પેટ સાફ થઇ જાય છે અને કબજીયાતની સમસ્યાથી છુટકારો મળે છે.
વાળની સમસ્યા માટે : ત્રિફળામાં આમળાં વધારે પ્રમાણમાં હોય છે, આમળામાં વિટામીન-C અને એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં હોય છે. આમળાં વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. સમય પહેલા વાળ સફેદ થવા અથવા વધારે પડતા વાળ ખરવા જેવી સમસ્યામાં ત્રિફળાનું સેવન કરવું ખુબ જ લાભદાયક છે.
આમ, નિયમિત ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનતી.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.