ઘરે તુલસીનો છોડ રોપવા માટે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તુલસીને આયુર્વેદમાં ઔષધીઓની રાણી પણ કહેવામાં આવી છે. તુલસીના લાભ તમારા જીવનમાં આવતી અનેક સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. તુલસીનો ઉપયોગ કરીને તમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હ્રદયરોગ જેવી ગંભીર સમસ્યાઓનો ઈલાજ કરી શકો છો. આ આર્ટીકલમાં અમે તમને પવિત્ર તુલસીના ફાયદા જાણાવીશું.
તુલસી આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે અસરકારક દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમાં ઘણા એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. આ સાથે વિવિધ પ્રકારના ખનીજ અને વિટામિન પણ સારી માત્રામાં જોવા મળે છે, જે આપણા માટે ઉપયોગી હોય છે. ચાલો આપણે જાણીએ કે તુલસી આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. પરંતુ તેનો ઉપયોગ ફક્ત સમસ્યાને રોકવા અને તેના લક્ષણો ઘટાડવા માટે થઈ શકે છે. ગંભીર આરોગ્યની સ્થિતિમાં મહેરબાની કરીને ડોકટરનો સંપર્ક જરૂર કરવો.
ડાયાબિટીસ : ડાયાબિટીસ એ એક ગંભીર સમસ્યા છે જે માત્ર એક રોગ જ નથી પરંતુ અનેક રોગોને આમંત્રણ પણ આપે છે. પરંતુ તમે કેટલાક સરળ ઘરેલું ઉપાયો દ્વારા આ સમસ્યાનો હલ કરી શકો છો. આ માટે તુલસી પાનના રસનો ઉપયોગ કરી શકાય છે. તુલસીનો અર્ક તમારા શરીરમાં બ્લડ શુગર અને સોજાના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. લોહીમાં વધુ પડતા ગ્લૂકોઝના પ્રમાણને કારણે ડાયાબિટીઝની અસરમાં વધારો કરે છે. તુલસીમાં હાજર તેલ ટ્રાઇગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
હૃદય માટે : વધારે પ્રમાણમાં કોલેસ્ટ્રોલ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે. તુલસીના પાંદડા શરીરમાં હાજર વધારાના કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલની ઉચ્ચ માત્રા રક્તવાહિનીઓમાં અવરોધ પેદા કરે છે જે હ્રદયરોગનું કારણ બને છે. તુલસીના પાંદડા હૃદય અને અન્ય સમસ્યાઓ માટે ટોનિકનું કામ કરે છે. તુલસીના પાનનું નિયમિત સેવન કરવાથી તમે લોહીનું પરિભ્રમણ સુધારી શકો છો, જે શરીરમાં લોહીનો પ્રવાહ વધારે છે. હ્રદયના રોગો મટાડવા માટે તુલસીના તાજા પાનના રસનું પણ સેવન કરી શકો છો.
અસ્થમાની સારવારમાં : ઘરેલુ ઉપાય તરીકે તુલસીનો ઉપયોગ ખાંસી, શરદી, અસ્થમા અને શ્વાસનળીનો સોજો જેવી શ્વસન સમસ્યાઓ દૂર કરવા માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં હાજર પોષક તત્વો તમારા શ્વસનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે સાથે જ તેના એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો તમારા શરીરમાં હાજર હાનિકારક પદાર્થોનો નાશ કરવામાં મદદ કરે છે. ઉપર જણાવેલ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તુલસીના પાન, આદુ અને મધ મેળવીને ઉકાળો તૈયાર કરો અને દિવસમાં બે વાર તેનું સેવન કરો. તે અસ્થમા જેવી ગંભીર સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે.
માથાના દુખાવાની સારવાર માટે : તુલસી માથાના દુખાવાની સારવારમાં મદદરૂપ થઈ શકે છે. તમે કદાચ જાણતા હશો કે માથાના દુખાવાની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ખૂબ ગંભીર બની શકે છે. પરંતુ માથાના દુખાવાથી ત્વરિત રાહત મેળવવા માટે તુલસીના પાનનો ઉપયોગ કરી શકાય છે. તુલસીના ઔષધીય ગુણધર્મો તમને માથાના દુખાવાથી રાહત આપી શકે છે. આ માટે તુલસીના પાન અને ચંદન બંનેને મિક્સ કરીને પેસ્ટ બનાવવી પડશે અને તેને કપાળ પર લગાવવી પડશે. આ સિવાય તમે તુલસીના પાન સુકવીને પણ પી શકો છો. આ સૂકા પાંદડા શ્વાસ, માઈગ્રેન અને માથાનો દુખાવો ઘટાડવામાં મદદ કરે છે.
પાચન અને પેટનો ગેસ : જો તમે પાચન અને પેટના ગેસ જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો તમે ઔષધી તરીકે તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો. તુલસી શરીરમાં એસિડ અને શરીરના પીએચ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે છે. જો તુલસીનું નિયમિતપણે સેવન કરો છો, તો તે પેટ અને આંતરડામાં હાજર સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે, જે તમારી પાચક શક્તિને મજબૂત બનાવે છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ તત્વો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદગાર છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને તે તમારા શરીરમાં હાજર હાનિકારક બેક્ટેરિયાને ઘટાડવામાં મદદ કરે છે. પાચન સિવાય તુલસીના ફાયદા, પેટનું ફૂલવું, ભૂખ ઓછી થવી, પેટનું ખેંચાણ અને પેટનો ગેસ જેવી સમસ્યાને મટાડવામાં ઉપયોગી થઈ શકે છે.
પથરીની સારવારમાં : જો તમે કિડનીની પથરીની સમસ્યાથી પીડિત છો અને તેની સારવારથી રાહત મળી નથી રહી તો આ માટે ઘરેલું ઉપાય છે જે ખૂબ અસરકારક હોય શકે છે. પથરીની સારવાર માટે તુલસીના પાનનો રસ કાઢો અને તેને મધ સાથે મિક્સ કરો અને નિયમિતપણે પીવો. તુલસીના પાનનો રસ પીવાથી તે પેશાબવાટે પથરી બહાર કાઢવામાં મદદ કરે છે. આ એક આયુર્વેદિક ઘરેલું ઉપાય છે જેમાં છ મહિનાની આસપાસ જેવો લાંબો સમય લાગે છે, પરંતુ તમારે દરરોજ નિયમિતપણે આ ઉપચાર કરવો પડશે. જે પથરીને લીધે થતા પેટના દુખાવામાં રાહત આપવામાં પણ મદદ કરે છે.
યકૃતને સ્વસ્થ : શરીર અને ખાસ કરીને યકૃતને સ્વસ્થ રાખવા માટે તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો. તુલસી શરીરમાં એન્ઝાઇમ ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. એન્ઝાઈમ શરીરને ડિટોક્સીફાઇ કરવા અને એન્ટી-ઓક્સીડેન્ટ્સને મેળવવામાં મદદ કરે છે. તે લીવરમાં ચરબી પણ ઘટાડે છે. યકૃતમાં ચરબી બનવાથી આલ્કોહોલિક ફેટી લીવર રોગ થઈ શકે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોય શકે છે. પરંતુ આવી બધી બીમારીઓથી બચવા માટે તમે આયુર્વેદિક તુલસીનું સેવન કરી શકો છો. તમારા સ્વાસ્થ્યને વેગ આપવા માટે આ શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે.
તણાવ ઘટાડવા : તુલસીના પાંદડામાં તણાવ ઘટાડવાના ગુણધર્મો છે અને તે તમારો મૂડ સુધારવામાં પણ ઉપયોગી છે. જો તમે તણાવમાં રહો છો, તો તુલસીના તાજા પાંદડા ચાવો, તે તમારા તણાવને દૂર કરવામાં મદદ કરે છે અને તમારી ચિંતાના પ્રભાવોને પણ ઘટાડે છે. તણાવ દૂર કરવા માટે તમે તુલસી ચાનો ઉપયોગ પણ કરી શકો છો.
આમ, તુલસી પાનનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે, તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે તુલસી પાનનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.