વિટામિન બી12 શરીર માટે ખૂબ મહત્વનું છે, કારણ કે તે શરીરમાં ડીએનએ (DNA) અને લાલ રક્ત કોશિકાઓ બનાવવા માટે મદદ કરે છે. વિટામીન બી12 વિના લાલ રક્ત કણો બનાવવા ખુબ જ મુશ્કેલ હોય છે જો આ ન થવાથી શરીરમાં મેગાલોબ્લાસ્ટીક એનીમિયાની સમસ્યા ઉત્પન્ન થાય છે. આટલું જ નહીં, શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર બરાબર રાખવામાં, શરીરને ઉર્જા આપવા તેમજ ત્વચા, વાળ અને નખ માટે વિટામિન બી12 ખુબ જ જરૂરી છે. વિટામિન બી12, આવશ્યક વિટામિન હોવા છતાં, શરીર જાતે બનાવી શકતું નથી. તેને મેળવવા માટે આપણે આહાર પર નિર્ભર રહેવું પડે છે. જો તેની માત્રા ખૂબ ઓછી હોય તો ગંભીર લક્ષણો સામે આવવા લાગે છે. વિટામિન બી12 ની ઉણપની સ્થિતિમાં શરીર સામાન્ય કદ કરતા મોટી લાલ રક્ત કોશિકાઓ બનાવે છે, જે પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતું નથી.
માયઅપચરની ડો.મેધવી અગ્રવાલ કહે છે કે વિટામિન B12 માછલી, માંસ, ચિકન, ઇંડા, દૂધ અથવા દૂધના ઉત્પાદનો સહિતના પ્રાણી ઉત્પાદનોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે પ્રાણી આધારિત ખોરાકમાં જોવા મળે છે, વનસ્પતિ આધારિત ખોરાકમાં નહીં. તેથી, શાકાહારીઓમાં તેની ઉણપ થવાની વધુ સંભાવના વધારે હોય છે. જે લોકો ખોરાક દ્વારા વિટામિન બી12 લેવા માટે અસમર્થ હોય છે અને શાકાહારીઓ હોય છે તેણે નાસ્તામાં અનાજ અને વિટામિન B12 થી સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ. આજના આ આર્ટીકલમાં અમે તમને વિટામિન B12ની ઉણપને દુર કરવા માટે આયુર્વેદિક રીતે ઘરે જ બનાવી શકાય તેવી દેશી દવા વિષે જણાવવાના છીએ, તેના સેવનથી તમે વિટામીન B12 ની ઉણપ દુર કરી શકો છો.
વિટામિન બી -12 ની ઉણપના લક્ષણો : વિટામિન બી12 ની ઉણપથી અનેક પ્રકારની ન્યૂરોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન બી12ની ઉણપથી એક અલગ પ્રકારના એનિમિયાનું કારણ પણ બની શકે છે. અશક્તિ અને થાક વિટામીન B-12ની ઉણપના સામાન્ય લક્ષણો છે. તેની ઉણપ આહાર દ્વારા પૂરી કરી શકાય છે, પરંતુ લક્ષણોને સમજીને, સમયસર જરૂરી પગલાં લેવા જોઈએ. વિટામિન બી12ની ઉણપ હોવા પર ઘણા પ્રકારના લક્ષણો દેખાય છે જેને સમજવું જરૂી છે. તેની ઉણપમાં, થાક, હાથપગમાં ઝણઝણાટની લાગણી, જીભમાં કડકતા, હોઠ ફાટવા, મોંમાં વારંવાર ફોલ્લાઓ, એનિમિયા, યાદશક્તિ ઓછી થવી, ભૂખ ઓછી થવી, ત્વચાની પીળી થવી વગેરે. આ સિવાય માથાનો દુખાવો, શ્વાસ લેવાની તકલીફ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
વિટામિન બી12 ની ઉણપથી થતા રોગો : વિટામીન-12ની ઉણપથી લોકો અનેક પ્રકારની બીમારીઓથી પીડાય શકે છે. કાળજી પૂર્વક ધ્યાન ન આપવામાં આવે તો આ સમસ્યા ગંભીર પણ થઈ શકે છે. આ વિટામીનની ઉણપથી લોકોના શરીરમાં લોહી ઓછું બનવા લાગે છે. જેથી એનિમિયાની પરેશાની થાય છે. આ ઉપરાંત તેની ઉણપથી હાડકાં પણ નબળા પડી શકે છે જે કમરનો દુખાવો અને પીઠમાં દર્દનું કારણ બની શકે છે. શરીરમાં વિટામીન બી12 ઓછું બનવાથી મગજ પર પણ નેગેટિવ ઇફેક્ટ પડે છે. આથી ભૂલવાની બીમારી પણ થઈ શકે જેને ડિમેંશિયા કહેવામાં આવે છે. ગર્ભવસ્થા દરમિયાન વિટામીન બી 12ની ઉણપ ખુબ જ નુકશાન કારક હોય છે. નેશનલ ઈસ્ટીટ્યૂટ ઓફ ન્યૂટ્રિશન અનુસાર, ગર્ભવતી પહેલા અથવા સ્તનપાન કરાવતી માતાઓ, જે શાકાહારી હોય છે, જેમાં આ વિટામીનની ઉણપ જોવા મળે છે. આ ઉણપને જો સમયસર પૂરી કરવામાં ન આવે તો માતા-બાળક બંનેને નુકસાન પડોચે છે.
આ આયુર્વેદિક ઉપાયથી દુર કરો વિટામિન બી12 ની ઉણપને
વિટામીન B-12ની ઉણપમાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક રીતે ઘરે જ ઉત્તમ દવા બનાવીને આ ઉણપ પૂરી કરી શકાય છે અને ઘણા રોગોમાંથી બચી શકાય છે. આ માટેના ઈલાજ માટે 100 ગ્રામ શુદ્ધ અને દેશી ગોળ લેવો. આ પછી 20 ગ્રામ ધાણા લેવા. આ ધાણાને બરાબર સુકાવી લેવા. ત્યારબાદ તેને ખાંડીને કે દળીને પાવડર કરી લેવો. આ પાવડર બની જાય ત્યારે તેને છાલણી વડે છાળી લેવો અને તેમાં 2 ચમચી ગાયનું શુદ્ધ ઘી ઉમેરવું. આ મિશ્રણને એક વાસણમાં લઈને ગરમ કરી બરાબર મિક્સ કરી લેવું. આ પછી તેને ઠંડુ પાડવા દેવું ત્યારબાદ તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓને ભેજ વિહીન એક કાચના વાસણમાં ભરી લેવી.
જયારે પણ વિટામિન બી12 ની ઉણપ જણાય ત્યારે આ ગોળીને ભૂખ્યા પેટ સવાર સાંજ સેવન કરવું. આ ગોળી સુચાઈ ગયાબાદ તરત જ જમી લેવું, જયારે સાંજે જમ્યા પહેલા આ ગોળી લેવી અને ગોળી સુચાઈ ગયા બાદ તરત જ જમી લેવું. આ ગોળીને ધીમે ધીમે મોઢામાં નાખી સગળવી, આમ કરવાથી મોઢામાં લાળ બનવાનું શરુ થશે અને આ લાળ સાથે ગોળી ભળ્યા બાદ ગળામ ઉતારી જવાથી આપણું શરીર કુદરતી રીતે વિટામિન બી12 બનાવશે. તેના લીધે વિટામિન બી12ની ઉણપ દુર થશે અને રોગપ્રતિકાર ક્ષમતામાં પણ ઘણો સુધારો થશે. આયુર્વેદિક રીતે વિટામીન B12ની ઉણપમાંથી છુટકારો મેળવવા માટે આ એક ઉત્તમ ઉપાય છે.
વિટામીન12 ની ઉણપને દુર કરવાની બીજી રીત
વિટામીન12 મુખ્ય રીતે માંસાહારી ભોજનમાં મળી આવે છે. ટૂના એક ચરબીવાળી માછલી છે તેમાં જરૂરી માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન અને વિટામીન બી12 હોય છે જે શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે.
ઈંડા : ઈંડા વિટામીન બી12નો સારો સ્ત્રોત હોય છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે ઈંડાની સફેદીની સરખામણીમાં ઈંડાની જરદીમાં વિટામીન બી 12નું ઉચ્ચ સ્તર હોય છે. આ ઉપરાંત ચિકનમાં પણ ઉચ્ચ પ્રમાણમાં વિટામીન બી 12 હોય છે. તેમજ શાકાહારી લેતા લોકો પોતાની ડાયટમાં પનીર અને દૂધને સામેલ કરી શકે છે. દરરોજ એક કપ દૂધ તમારા શરીરને લગભગ 20 ટકા વિટામીન બી 12 પહોચાડવામાં મદદ કરી કરે છે.
સાર્ડિન માછલી : ડાયટિશિયન્સના જણાવ્યા મુજબ, વિટામિન બી12 ની ઉણપને દૂર કરવા માટે સાર્ડિન માછલીનું સેવન કરી શકાય છે. સાર્ડિંન એ નાની દરિયાઈ માછલી છે. સાર્ડિન સુપર પૌષ્ટિક હોય છે કારણ કે તેમાં લગભગ દરેક પોષક તત્ત્વો સારી માત્રામાં હોય છે. વિટામિન બી12 સિવાય, તે ઓમેગા -3 ફેટી એસિડ્સનો ઉત્તમ સ્રોત પણ છે.
આમ, આ આયુર્વેદિક ઉપાયથી વિટામિન બી12ની ઉણપને દુર કરી શકાય છે. તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે આ આયુર્વેદિક ઉપાયનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.