મગફળી ખાવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે, મગફળીમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળી આવે છે જે શારીરિક વિકાસ માટે ખુબ જ જરૂરી હોય છે. તેમાં પણ જો મગફળી પલાળેલીને ખાવામાં આવે તો બદામ ખાવા જેવું જ કામ કરે છે, બદામ મોંઘીદાટ હોવાના કારણે સામાન્ય માણસ દરરોજ બદામ ખાઈ શકતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે બદામ ખાવાથી જેટલા ફાયદા થાય એટલા જ ફાયદા મગફળી ખાવાથી પણ મળે છે. મગફળીને ગરીબની બદામ કહેવામાં આવે છે. આ બાબત 90 ટકા લોકો નથી જાણતા કે પલાળેલી મગફળીના મુઠ્ઠી ભરીને દાણા નિયમિત સેવન કરવાથી શરીરના કેટલાય રોગો પર કાબુ કરી શકાય છે.
મગફળીમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, કોપર અને પ્રોટીન હોય છે. બદામ જેટલા જ ફાયદા ધરાવતી આ પલાળેલી મગફળી ખાવાથી શરીરને ભરપુર માત્રામાં વિટામીન, પ્રોટીન અને કેલ્શિયમ મળે છે, અને શરીર તંદુરસ્ત રહે છે. પલાળેલી મગફળી ખાવાથી શરીરમાં રક્તની ઉણપ દુર થાય છે અને શરીરમાં ઉર્જા અને સ્ફૂર્તિ રહે છે. પલાળેલી મગફળી ખાવાથી હાર્ટની સમસ્યા, એસીડીટી, ડાયાબિટીસ, ગેસ જેવી ઘણી સમસ્યામાં ફાયદાકારક છે. ચાલો જાણીએ પલાળેલી મગફળી ખાવાના ફાયદા વિષે. (Health Benefits of Peanuts).
રોગપ્રતિકાર ક્ષમતા વધારવા : પલાળેલી મગફળી ખાવાથી શરીરની રોગપ્રતિકાર શક્તિ વધારી શકાય છે. મગફળીમાં વધુ પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ, આયર્ન, કેલ્શિયમ હોય છે જે શરીરની રોગપ્રતિકાર ક્ષમતા વધારે છે.
હેલ્ધી હાર્ટ માટે : પલાળેલી મગફળી નિયમિત ખાવાથી હાર્ટને તંદુરસ્ત રાખી શકાય છે. પલાળેલા સિંગદાણા બ્લડ સરકયુલેશનને કંટ્રોલ કરીને શરીરને હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓથી બચાવે છે. માટે હદયની બીમારી વાળા વ્યક્તિઓએ નિયમિત પલાળેલી મગફળીનું સેવન કરવું જોઈએ.
ડાયજેશન : મગફળીમાં વધારે માત્રામાં ફાયબર અને પોષક તત્વો હોય છે જે શરીરની પાચન શક્તિ અને ઈમ્યુનીટી સિસ્ટમને મજબુત બનાવે છે. કબજિયાત જેવી પેટની ઘણી બધી સમસ્યામાં મગફળી ફાયદાકારક છે.
ત્વચા માટે : પલાળેલી મગફળી ખાવાથી ચામડીની સમસ્યા દુર થાય છે. પલાળેલી મગફળીમાં ઓમેગા-6 ફેટી એસીડ હોય છે જે ચામડીનો રંગ ગોરો અને સારો રાખે છે અને સ્કીનની ચમક વધારે છે. મગફળી ચામડીની કોશિકાઓના ઓક્સીડેશનને રોકે છે સાથે જ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.
ડાયાબિટીસ : ડાયાબિટીસની સમસ્યામાં પલાળેલી મગફળી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે.
આંખો માટે : પલાળેલી મગફળીમાં બીટા કેરોટીન હોય છે, માટે તે ખાવાથી આંખોની રોશની વધે છે. અને આંખોને તંદુરસ્ત રાખે છે.
મગજ માટે : પલાળેલી મગફળીના દાણામાં વિટામીન B6 નું પ્રમાણ હોય છે, માટે નિયમિત મગફળીનું સેવન કરવાથી મગજની તાકાત વધે છે. બાળકોને સવારે પલાળેલી મગફળીના થોડા દાણા ખવડાવવાથી તેમાં રહેલા વિટામીન મેમરીને તેજ કરે છે. પલાળેલી મગફળીમાં ટ્રીપ્ટોફેન નામનું તત્વ હોય છે જે મુડ સારો અને ફ્રેશ રાખે છે.
ગર્ભવતી મહિલા માટે : પલાળેલી મગફળીના નિયમિત સેવન ગર્ભવતી મહિલા માટે લાભદાયી છે, પલાળેલી મગફળીમાં ફોલિક એસીડની માત્ર હોય છે, જે ગર્ભાવસ્થામાં શિશુના વિકાસ માટે ઉપયોગી છે.
સાંધાના દુખાવા માટે : પલાળેલી મગફળીમાં એન્ટીઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ હોય છે જે સાંધાના દુખાવાથી બચાવે છે, માટે પલાળેલી મગફળીના નિયમિત સેવનથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે.
હાડકાને મજબુત બનાવે : પલાળેલી મગફળીમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબુત બનાવે છે. મગફળીના સેવનથી શરીર સ્વસ્થ રહે છે અને હાડકા મજબુત બને છે.
આ રીતે મગફળીને નિયમિત પાણીમાં પલાળીને સેવન કરો
મગફળીના સેવનના યોગ્ય ફાયદા મેળવવા આ રીતે કરો મગફળીનું સેવન, સાંજના સમયે થોડાક મગફળીના દાણાને પાણીમાં પલાળીને મૂકી દો. સવારે ઉઠીને ખાલી પેટ સેવન કરવું, આમ પલાળેલી મગફળીનું સેવન કરવાથી શરીરમાં ખુબ જ ફાયદા થાય છે.
આમ, પલાળેલી મગફળીનું સેવન ખુબ જ ઉપયોગી થાય છે. તેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ઠીક થાય છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે પલાળેલી મગફળીનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે. જો આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરવા જરૂર વિનતી.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com