પુરુષોની આ ટેવોથી મહિલાઓ ભાગે છે દૂર, પુરુષોએ આવી ટેવોથી રહેવું જોઈએ દૂર, જાણો તે ટેવો કઈ છે? તમે સારી પ્રખ્યાતી પણ ધરાવો છો. તમારી પાસે સારી નોકરી પણ છે. તમારે ઘરનો બિજનેસ છે છતાં છોકરીઓ તમારાથી નફરત કરે છે તો તમારે જાણવું જોઈએ કે તમારામાં એવી કઈ ટેવો છે જેનાથી મહિલાઓ નફરત કરે છે, તો અમે બતાવીશું કે આવી ટેવો વિશે જેનાથી સ્ત્રીઓ કરે છે નફરત.
દારૂ : આજે પોતાને ચૂસકી ચડાવવા માટે લોકો કેફી પીણાઓનું સેવન કરતા હોય છે, આ કેફી પદાર્થોમાં શરૂઆતમાં લોકો પોતાને આનંદ કરવા અને મોજ કરવા માટે પિતા હોય છે. અને ધીમે ધીમે બંધાણ થઇ જતું હોય છે, જેમાં ઇન્લીશ અને દેસી દારૂનું લોકો સેવન કરતા હોય છે,
પરંતું આ ટેવથી શરીરને નુકશાન થાય છે સાથે તમારી જીવન સંસારને પણ,. કારણ કે દારૂ હમેશા પ્રાચીન સમયથી સભ્ય સમાજને બેકાર અને પાયમાલ જ કરતો આવ્યો છે. લગ્ન જીવનમાં પોતાનો પતિ દારુ પીવે તેનાથી પોતાની પત્નીઓ નફરત કરતી હોય છે, માટે આપણે ત્યાં લોકો પત્નીઓથી ચોરી છુપેથી પિતા હોય છે. ક્યારેક પત્નીને આવી ટેવ વિશે ખબર પડતા છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે. તેટલા માટે ગીત બન્યું છે કે બયરુ ગયુ પિયર ફ્રીજમાં પડ્યું બીયર. તો તમારે આવી દારૂ પીવાની આદત હોય તો છોડી દેવી જોઈએ.
તમાકુ : તમાકુ એક એવો કેફી પદાર્થ છે જેનાથી આપણને કેન્સર થાય છે. તમાકુ નિકોટીન નામનું જે તત્વ હોય છે જે શરીરને હાની પહોચાડે છે, તે આપણા દાંતને કાળા કરી નાખે છે.
પરંતુ સ્ત્રીઓ નફરત કરતી હોય તો તે છે તમાકુથી તમારા શરીરમાંથી આવતી દુર્ગંધ. તમે તમારી સાથી મહિલા પાસે જાવ ત્યારે તે આવી વાસથી તંગ આવી જતી હોય છે. અને આ તમારી જીવનસાથી સાથે કિસ કરો ત્યારે મોઢામાંથી આવતી વાસથી કિસ કારવાનું ટાળતી હોય છે. અને આવી રીતે સેકસ સંબંધમાં પણ તમાકુ ખાવાની ટેવ વિક્ષેપ પાડે છે.
બીડી સિગારેટ : બીડી સીગારેટથી ફેફસાને નુકસાન થાય છે, આ વ્યસન દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા તંત્ર નબળું પડે છે ફેફસાને કાળા કરી નાખે છે. તેનાથી દમ અને કેન્સર જેવી ભયાનક બીમારી થાય છે અને મુખમાંથી ખરાબ દુર્ગંધ પણ ફેલાવે છે. આ વાસ આવવાની ટેવ થી મહિલાઓ આ ટેવથી પણ નફરત કરતી હોય છે.
અસ્વછતા ગંદકી : મોટેભાગે સ્ત્રીઓ ચોખાઈ સાથે જોડાયેલી હોય છે, જયારે તમે પાનમસાલા ખાઈને ગમે ત્યા થૂંકી નાખો છો, ચીક્તી વખતે તમે મોઢા પર હાથ કે રૂમાલ નથી રાખતા તે, અને આવી ચોખ્ખાઈ સાથે જોડાયેલી બેદરકારી વાળી બાબતોથી સ્ત્રીઓ નફરત કરતી હોય છે.
સોંદર્ય પ્રશાધન પરફ્યુમ : મિત્રો આમ તો આપણા શરીર માટે આપણા શરીરની કુદરતી વાસ જ યોગ્ય કહેવાય, પરંતુ આપણે આજે બજારમાં મળતા મોંધાઘાટ મળતા સુગંધી પરફ્યુમનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેનાથી આપણી કુદરતી વાસ દૂર થઇ જતી જોય છે, પરંતુ સ્ત્રીઓને આવી સુગંધી પરફ્યુમ મોટે ભાગે ગમતી હોતી નથી. તે તમારી કુદરતી વાસ પરથી આકર્ષિત થતી હોય છે.
નજરઅંદાજ : ઘણા મોટાભાગના પુરુષોમાં એવી આદત હોય છે તેને એવું લાગતું હોય કે સ્ત્રી તેને કંઈક કહેવા માંગે છે ત્યારે તેઓ આમતેમ જોવા લગતા હોય છે. અને આવતી જતી વખતે કંઈક ને કંઈક કોમેન્ટ પાસ કરતા હોય છે પરંતુ સ્ત્રીઓને આવી ટેવ ગમતી નથી, તેની જગ્યાએ તમે તેની સાથે તમારે શાંતિથી વાત કરવી જોઈએ. અંતે તમારે વધારે પડતો બકવાસ બ્વંધ કરી દેવો જોઈએ. તેમજ સભ્યતાથી વાત કરતા શીખવું જોઈએ.
તમારી સ્ત્રી મર્યાદા ઓળંગવાની ટેવ : મોટા ભાગની મહિલા પુરુષો સાથે મિત્રતામાં મર્યાદિત, સભ્ય તથા સંતુલિત વ્યવહાર કરવાનું માંગતી હોય છે. પોતાની છાપ છોડવાના આ મામલામાં મોટા ભાગના પુરુષો અસફળ થતા હોય છે. અને તેની આ ટેવથી મહિલાઓ દુર ભાગતી હોય છે.
શોપિંગ માટે અસહકાર : સ્ત્રીઓને શોપિંગ કરવાની આદત હોય છે, આપણે જોતા હોઈએ છીએ કે સ્ત્રીઓ બજારમાં જાય તો ઘણી બધી કરીને આવતી હોય છે, જયારે પુરુષો આવી ખરીદી કરવા માટે જરૂરી રૂપિયા અને સાથ સહકાર ના આપે તો તેનાથી રિસાઈ જતી હોય છે. સ્ત્રીઓ મોટે શણગાર માટેની વસ્તુ ખરીદવાની ટેવ ધરાવે છે. માટે સ્ત્રીઓ પુરુષોની શોપિંગ માટેની અણગમાની ટેવથી હોય તો સ્ત્રીઓ નફરત કરતી હોય છે.
બીજી સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ ; પુરુષો મોટે ભાગે અનેક સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણધરાવતો હોય છે, પરંતુ તમારે કોઈ સ્ત્રી સાથે પ્રેમ કે લગ્ન થયેલા હોય તો તમારે બીજી સ્ત્રીઓ સાથે આકર્ષમણ ના રાખવું જોઈએ. કારણકે તમારી સાથી આવી ટેવથી તમારી નફરત કરતી હોય છે. તે માત્ર તમારા અને એના પ્રેમમાં એકમેકને મળીને રહેવામાં માનતી હોય છે.તે તમને માત્ર પોતાના જ માનતી હોય છે તે બીજાના થવા દેતી નથી.
કાળજી : પુરુષોની સ્ત્રીઓની કાળજી રાખવાની ટેવ સ્ત્રીઓને પુરુષ પ્રત્યે આકર્ષણ લાવે છે. તમે તેની કાળજી રાખો ત્યારે સ્ત્રીઓને પ્રાકૃતિક રૂપે એવું લાગે કે તમે તેની જીવનભર સંભાળ રાખશો, સાથે તેને લાગે છે કે કોઈ સભ્ય પુરુષ જ કાળજી રાખી શકે છે. જયારે સ્ત્રી પ્રત્યે નફરત કરનાર પુરુષ સ્ત્રીઓને સભ્ય લાગતો નથી, આવા પુરુષ પ્રત્યે હંમેશા નફરત સ્ત્રીઓ નફરત કરતી હોય છે.
માન મર્યાદા : મહિલાને સન્માન આપવું એ સભ્ય સમાજના માનવીની ફરજ છે, સ્ત્રીઓ પ્રત્યે તમારો વ્યવહાર, તમારો વિચારને તમારી આ ટેવ પ્રતિબિંબીત કરે છે. તમારે મહિલા સાથે એવી ભાષા વાપરવી જોઈએ કે જેનાથી તેમને તમારા પ્રત્યે લાગણી બંધાઈ આવે કે તમે તેની સાથે સારો વ્યવહાર કરવ માંગો છો. સ્ત્રીઓ એવા પુરુષો સાથે નફરત કરતી હોય છે જેને સ્ત્રી પ્રત્યે અભદ્ર અને અસંવેદનશીલ વ્યવહાર કરતો હોય. માટે તમારે મહિલો માટે માનવીય રીતે વ્યવહાર કરવો જોઈએ.
આમ, અમે ઉપર બતાવેલી ટેવોથી સ્ત્રીઓ નફરત કરતી હોય છે, તેવી ટેવ ધરાવનારા પુરુષથી દૂર ભાગતી હોય છે, અને જો તમારા લગ્ન થયા હોય તો સ્ત્રી નફરત કરતી હોય તેવી આ ટેવો કે આદતો છોડી દેવી જોઈએ કે જેથી તમારું લગ્ન જીવન વ્યવસ્થિત ચાલે અને તમે અવિવાહિત છો અને છોકરીઓ દૂર ભાગે છે તો તમારે પણ આ બાબતે વિચારીને આવી ટેવો છોડી દેવી જોઈએ કે જેથી તમારી મનપસંદ સ્ત્રીને પામી શકો.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે અવશ્ય શેર કરવા વિનતી.
Image Source : www.google.com