ભારતીય મસાલાઓમાં કાળી મરી એક મહત્વનું સ્થાન ધરાવે છે. કાળી મરીને માસાલાઓની રાણી માનવામાં આવે છે. કાળી મરીમાં હાજર પીપેરિનના ગુણના કારણે તેનો સ્વાદ તીખો હોય છે. કાળી મરીમાં ઘણા પ્રકારના ખનીજ અને વિટામીન હોય છે, જેમ કે વિટામીન-C, વિટામીન-K અને વિટામીન-E પર્યાપ્ત માત્રામાં હોય છે. કાળી મરીમાં એંટીયોક્સિડન્ટ હોય છે જે ઇમ્યુનિટીને વધારમાં લાભદાયક છે. કાળી મરીમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઈન્ફ્લેમેટરી ગુણો હોય છે, જેથી કાળી મરીને ખુબ જ મહત્વની ઔષધી માનવામાં આવે છે. કાળી મરીનું વાનસ્પતિક નામ Piper nigrum. છે, જેને અંગ્રેજીમાં Black pepper કહેવામાં આવે છે. ચાલો તો જાણીએ કાળી મરીના ઔષધીય ગુણો વિષે.
ભૂખ વધારે : કાળી મરી ભોજનનો સ્વાદ વધારવાની સાથે ભૂખ વધારવાનું પણ કામ કરે છે. જો ભૂખ ઓછી લગતી હોય તો અડધી ચમચી કાળી મરીનો પાવડર અને ગોળનું મિશ્રણ તૈયાર કરો, તેના નિયમિત સેવનથી તમારી ભૂખ ઉઘડશે. કાળી મરી તમારી ભૂખ વધારવા માટે ઉપયોગી છે.
ગેસ અને એસીડીટી : ઘણા લોકોને વારવાર તીવ્ર ગેસ અને એસીડીટી ની સમસ્યા થતી હોય છે. આ સમસ્યામાં એક કપ પાણીમાં અડધા લીંબુનો રસ કાઢીને અને તેમાં અડધી ચમચી કાળી મરીનો પાઉડર અને અડધી ચમચી સિંધવ મીઠું (કાળું મીઠું) મિક્ષ કરીને નિયમિત પીવાથી ગેસ અને એસીડીટીની સમસ્યા દુર થાય છે.
કેન્સર : કાળી મરીમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે સ્તન કેન્સર સામે લડી શકે છે. કાળી મરીમાં પીપેરિન હોય છે જે અનેક પ્રકારના કેન્સર દુર કરવા માટે મદદ કરે છે. પ્રોસ્ટેટ કેન્સરની સારવાર કીમોથેરેપીમાં પણ પીપરેન હોય છે. માટે કાળી મરી કેન્સરની સારવાર માટે ઉપયોગી છે.
શરદી અને ખાંસી : કાળી મરી શરદી અને ખાંસી દુર કરવા માટે ખુબ જ ઉપયોગી થાય છે. કાળી મરીમાં રહેલું પીપેરિન શરદીથી રાહત આપે છે. વારવાર થતી ખાંસીને દુર કરવા અડધી ચમચી કાળી મરીના પાવડર સાથે અડધી ચમચી મધ મિક્ષ કરીને દિવસમાં 2-4 વાર ચાટવાથી કફ દુર થાય છે. દરરોજ સવારે અનુકુળ હોય તો કાળી મરીવાળી ચા પીવાથી કફમાં રાહત મળે છે અને કફ નિકળી જાય છે.
પાચનશક્તિમાં વધારો કરે : કાળી મરી તમારી સ્વાદ શક્તિમાં વધારો કરે છે અને શરીરમાં હાયડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને વધારે છે, જેનાથી તમારી પાચનક્રિયામાં ફાયદો થાય છે. તેમજ કાળી મરી પેટમાં સોજો, અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓના ઉપચાર માટે પણ ઉપયોગી છે.
દાંતની સમસ્યા : કાળી મરી દાંતની સમસ્યા જેવી કે દાંતમાં દુખાવો થવો, દાંત ખરાબ થવા માટે પણ ખુબ જ ઉપયોગી છે. દાંતના દુખાવમાં કાળી મરીના દાણાને ચાવાવથી દાંતના દુખાવામાં રાહત થાય છે. દાંતમાં પાએરિયાની સમસ્યામાં કાળી મરીના પાવડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંત પણ લગાવવાથી પાએરિયાની સમસ્યામાં રાહત થાય છે.
પેટના કૃમિનાશક તરીકે : નાના બાળકો અથવા તમને પેટમાં કૃમિની સમસ્યા હોય તો એક ગ્લાસ છાસમાં થોડો કાળા મરીનો પાઉડર મિક્સ કરીને પીવાથી કૃમિની સમસ્યા દુર થશે. તેમજ દ્રાક્ષ સાથે કળા મરી દિવસમાં 2-3 લેવાથી કૃમિ દુર થશે.
વજન ઓછું કરવા : કાળી મરી શરીરમાં જામ થયેલી ચરબી ઓછી કરે છે. કાળી મરીમાં ફાઈટોન્યુટ્રીશન ગુણના કારણે તમારું વજન ઓછુ થાય છે. કાળી મરીને સહેજ ગરમ પાણી સાથે લેવાથી વધારાની ચરબી અને કેલરી બાળી નાખે છે અને તમારું વજન ઓછુ કરે છે.
બ્લડપ્રેશર કંટ્રોલ કરે : કાળી મરી હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. રોજ જમ્યા પછી અનુકુળતા પ્રમાણે એક અથવા અડધી ચમચી કાળી મરીનો પાઉડર પાણી સાથે પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે.
હિંચકી દૂર કરે : ફુદીનાના 30 પાન, 2 ચમચી વરીયાળી, મીસરી અને કાળી મરીને પીસીને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. આ ઉકાળાને પીવાથી હિચકી દુર થાય છે. 5 કાળી મરીને બાળી તેનો પાવડર બનાવીને વારવાર સુંઘવાથી હિચકી આવતી બંધ થાય છે.
ગઠીયો વા : ગઠીયો વા બધી જ ઉમરના લોકોમાં થાય છે. દિવસભર એસીમાં રહેવા અથવા વધારે સમય સુધી બેસી રહેવાના કારણે કોઇપણ ઉમરમાં આ બીમારી થાય છે . આ બીમારીથી પીડાતા લોકોએ તલના તેલેને ગરમ કરી તેમાં કાળી મરીનો પાવડર મિક્ષ કરી દુખાવાની જગ્યાએ માલીશ કરવાથી દુખાવામાં આરામ મળે છે.
કાળી મરીના નુકશાન :
મિત્રો, આ તો આપણે કાળી મરીના ફાયદાઓ જોયા, પણ જો કાળી મરીને વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો નુકશાન પણ કરે છે.
કાળી મરીનો સીધો સંપર્ક ચામડી અને આંખોમાં ન થાય તેનું ધ્યાન રાખવું કારણ કે તેનાથી અખોમાં અને ચામડી પર સખત બળતરા થઇ શકે છે. કાળી મરીને વધુ પ્રમાણમાં સેવનથી શ્વાસ લેવામાં અને ગળામાં બળતરા થાય છે. કાળી મરી બાળકો માટે વધારે સેવનથી નુકશાન કરે છે માટે બાળકોને વધારે માત્રામાં ઉપયોગ ન કરાવવો. કાળી મરીનું સેવન પ્રેગ્નેસીમાં ન કરવું જોઈએ, જો વધારે માત્રામાં લેવાથી ગર્ભપાત થવાની સંભાવના રહે છે. મિત્રો કાળા મરીનું સેવન વધારે માત્રમાં નુકશાન કારક પણ છે. બીજા અન્ય રોગો હોય તો કાળા મરીનું સેવન કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર ની સલાહ અવશ્ય લો.
આમ, કાળી મરી ખુબ જ ઉપયોગી ઔષધી છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ ડાયાબિટીસ, હરસમસા, ચામડીના રોગો, આંખો માટે, ગળું બેસી જવું, કબજિયાત જેવી સમસ્યાઓને ઠીક કરે છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે કાળી મરીનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.