આયુર્વેદમાં ગાયના ઘીનો ઉપયોગ વર્ષોથી સ્વાથ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. દેશી ઘી સ્વાદની સાથે સ્વાથ્ય માટે પણ ખુબ જ ઉપયોગી છે. દેશી ઘી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી દરેક વ્યક્તિ માટે દેશી ઘીનું સેવન ઘણું ફાયદા કારક છે. દેશી ઘીના સેવનથી શરીરની સાતેય ધાતુઓની વૃદ્ધિ થાય છે જેથી શરીરને બળવાન બનાવે છે.
દેશી ઘીમાં ફક્ત કેલેરી જ નહી પરંતુ ભરપુર માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન-A અને વિટામીન-D હોય છે. દેશી ઘીના સેવનથી શરીરને શક્તિ આપવાની સાથે ઈમ્યુનીટી બુસ્ટ કરવાની પણ ક્ષમતા રાખે છે. દેશી ઘીના નિયમિત સેવનથી કેટલાય પ્રકારની બીમારીઓને દુર રહે છે. ચાલો જાણીએ દેશી ઘીના નિયમિત સેવનથી આપણા શરીરને થતા અદભુત ફાયદા વિષે.
પાચનશક્તિ વધારે : દેશી ઘીના ઉપયોગથી પાચનતંત્ર સારું રહે છે, આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે દેશી ઘીના માર્યાદિત પ્રમાણમાં સેવન કરવાથી પાચન શક્તિ મજબુત થાય છે. જો તમારી પાચનશક્તિ સારી હશે તો તમે કઈ પણ વિચાર્યા વગર બધી વસ્તુ ખાઈ શકો છો. માટે દેશી ઘીના સેવનથી પાચનશક્તિ મજબુત થાય છે.
ખાંસીમાં આરામ : દેશી ઘીના સેવનથી ખાંસીની સમસ્યામાં આરામ મળે છે. જો તમે ખાંસીથી પરેશાન છો તો પોતાના ભોજનામાં નિયમિત દેશી ઘીનો ઉપયોગ કરવાથી ખાંસીમાં રાહત થાય છે. વારંવાર થતી શરદી-ખાંસી અને શરીરમાં થાક વર્તાતો હોય તો ખોરાકમાં ઘીને સામેલ કરવું જોઈએ. આયુર્વેદમાં નિષ્ણાતો અનુસાર ખાંસી થવા પર દેશી ઘીનું સેવન કરવું લાભદાયી છે.
નબળાઈ દુર કરે : દેશી ઘીના નિયમિત સેવનથી શરીરની નબળાઈ દુર થાય છે, જે લોકો શારીરિક રીતે ખુબ જ વધારે મહેનત કરે અથવા વધારે બળનું કામ કરે તેમણે દેશી ઘીનું સેવન કરવું જોઈએ, દેશી ઘી શક્તિનો સારો એવો સ્ત્રોત છે. બાળકોના આહારમાં પણ દેશી ઘીને સામેલ કરવું જોઈએ, તેનાથી તેમનું માનસિક અને શારીરિક બંને પ્રકારનો વિકાસ સારી રીતે થાય છે.
માનસિક રોગોમાં : દેશી ઘીના નિયમિત સેવનથી માનસિક બીમારીમાં ફાયદો થાય છે, દેશી ઘીના સેવનથી યાદશક્તિ અને તાર્કિક ક્ષમતા વધે છે અને કેટલાય માનસિક રોગોમાં ફાયદાકારક છે.
વાયુની અસર ઓછી કરે : શરીરમાં જો વાયુ અસંતુલિત થઇ જાય તો અનેક પ્રકારના રોગો થવાની શક્યતાઓ વધી થાય છે. દેશી ઘીને દરરોજ પોતાના ભોજનમાં સામેલ કરવાથી વાયુની અસર ઘટાડી શકાય છે અને બીમારીઓથી બચી શકાય છે.
પ્રેગેન્સીમાં ફાયદાકારક : દેશી ઘીનું સેવન જો પ્રેગેન્સીના સમયે કરવામાં આવે તો જન્મ લેનાર બાળકના સ્વાસ્થ્ય પર પણ સારી અસર પડે છે. આટલું જ નહી દેશી ઘીના સેવનથી શુક્રાણુઓની ગુણવતામાં પણ સુધારો થઇ શકે છે.
માઈગ્રેન : માઈગ્રેનના દુખાવાથી છુટકારો મેળવવા માટે દેશી ઘીના બે ટીપા નાકમાં નાખીને સુઈ જાવ, તેનાથી નાસિકા સ્વચ્છ થશે અને માઈગ્રેનના દુખાવામાં રાહત મળે છે.
ટીબીના રોગમાં : આયુર્વેદ અનુસાર ટીબીના દર્દીઓ માટે દેશી ઘીનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. જો કે ટીબીની સારવાર માટે માત્ર ઘરેલું ઉપચાર પર આધારિત ન રહેવું જોઈએ પરંતુ નિયમિત સમયગાળામાં ડોક્ટર પાસે જઈને તપાસ અવશ્ય કરાવતા રહેવું જોઈએ.
ત્વચા માટે : દેશી ઘીના ઉપયોગથી ત્વચા મુલાયમ બને છે, દેશી ઘીને સુકી ત્વચા પર મસાજ કરવાથી મુલાયમ બને છે. તેના ઉપયોગથી ત્વચાની સાથે વાળને પણ ચમકદાર અને મુલાયમ બનાવી શકાય છે. રાત્રે સુતા પહેલા નાભિમાં ઘી લગાવવાથી ત્વચાનું સુકાઈ દુર થાય છે અને વાળ માટે પણ ફાયદો થાય છે.
ઘુટણનો દુખાવો : ઘુટણના દુખાવામાં નાભિ પર ઘી લગાવવાથી ઘુટણના દુખાવામાં ફાયદો થાય છે, અને સાંધાનો દુખાવો પણ મટે છે. આથી દુખાવામાં થતી પીડામાં રાહત મળે છે.
કબજિયાત : દેશી ઘીના ઉપયોગથી કબજીયાતની સમસ્યામાં રાહત થાય છે. રાત્રે સુતી વખતે એક ગ્લાસ ગરમ દુધ સાથે એક ચમચ ઘી મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા મટે છે.
આંખો અને ચહેરા માટે : દેશી ઘીને આંખોની ચારેય બાજુ લગાવવાથી આંખોની બળતરા અને સોજો દુર થાય છે. નિયમિત ઘીને આંખોની આજુબાજુ મસાજ કરવાથી આંખોની ચમક પણ વધારે છે. ચેહરા પરના ડાઘ ધબ્બા અને કરચલીઓ ઓછી કરવા માટે રાત્રે સુતા પહેલા ચેહરા પર દેશી ઘીનું માલીશ કરીને સવારે હુફાળા પાણીથી મોઢું સાફ કરવું, આમ કરવાથી ચેહરા પરના ડાઘ ધબ્બા દુર થશે.
ઘીનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે સારું છે, આમ, દેશી ઘી ખુબ જ ઉપયોગી અને અમૃત સમાન છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓમાં રાહત મેળવી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.